સામાન્ય યુવતી કેવી રીતી આવી પોર્ન ઇન્ડસ્ટ્રીમાં?:પિતા કોલસાની ખાણમાં કામ કરતા હતા, ગેહનાને બનવું હતું એન્જિનિયર, પરિવારની વિરુદ્ધ જઈને મોડલિંગમાં આવી

રાયપુર3 મહિનો પહેલા
  • ટીચરે કહ્યું, ક્યારેય લાગતું નહોતું કે તે ગંદી ફિલ્મમાં કામ કરશે.
  • પરિવારે ગેહના ઉર્ફે વંદના સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે.

વિશ્વેશ ઠાકુરઃ પોર્ન ફિલ્મ રેકેટને કારણે રાજ કુંદ્રા ચર્ચામાં છે. રાજ માટે પોર્ન ફિલ્મ બનાવનારી એક્ટ્રેસ-ડિરેક્ટર ગેહના વશિષ્ઠ પણ આ કેસમાં ફસાઈ છે. જોકે, ભાગ્યે જ કોઈને ખ્યાલ છે કે ગેહનાનું સાચું નામ વંદના તિવારી છે અને તે છત્તીસગઢના નાનકડા જિલ્લામાં આવેલા ચિરમિરી વિસ્તારની સ્કૂલમાં ભણી છે. દિવ્ય ભાસ્કરે વંદનાને ભણાવનાર તેના શિક્ષક તથા પરિવાર સાથે વાત કરી હતી.

ગેહનાને ભણાવનારા ટીચરે અનેક વાતો શૅર કરી
ગેહનાને ભણાવનારા ટીચરે અનેક વાતો શૅર કરી

છત્તીસગઢનો ખોબા જેવડો જિલ્લા કોરિયા છે અને અહીંયા કોલસાની ખાણો આવેલી છે. આ વિસ્તારમાં ચિરમિરી કરીને જગ્યા છે. ચિરમિરીમાં સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (SICL)ની ખાણો છે. આ કંપનીની બરતુંગા ખાણમાં કામ કરતા રવિન્દ્ર તિવારીની દીકરી વંદના તિવારી છે. હવે તો વંદના પોર્ન ફિલ્મની એક્ટ્રેસ-ડિરેક્ટર બની ગઈ છે. તેણે પોતાનું નામ પણ બદલી નાખ્યું છે અને હવે તે ગેહના વશિષ્ઠ તરીકે ઓળખાય છે. એક સીધીસાદી યુવતી કેવી રીતે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવી ગઈ તે ઘણી જ રસપ્રદ વાત છે.

વંદના તિવારીના ટીચર જગદીશ સિંહ
વંદના તિવારીના ટીચર જગદીશ સિંહ

વંદના એન્જિનિયર બનવા માગતી હતી
પિતા ખાણમાં કામ કરતા હોવાને કારણે વંદનાનું નાનપણ ચિરમિરીમાં જ પસાર થયું છે. 2001માં તેણે અહીંયાની ગર્વમેન્ટ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં નવમા ધોરણમાં એડમિશન લીધું હતું. 12મા ધોરણ સુધી તે અહીંયા જ ભણી હતી. તેને ફિઝિક્સ, મેથ્સ તથા કેમેસ્ટ્રી સબ્જેક્ટ લીધા હતા. વંદનાને સ્કૂલમાં ટીચર જગદીશ સિંહ ભણાવતા હતા. તેમણે કહ્યું હતું કે તે ઘણી જ હોંશિયાર વિદ્યાર્થિની હતી. એન્જિનિયરિંગમાં તેણે એડમિશન લેવું હતું. આથી જ તેણે ફિઝિક્સ, કેમેસ્ટ્રી તથા મેથ્સ લીધું હતું અને તેણે બારમા ધોરણમાં 71% ટકા આવ્યા હતા.

ગેહનાએ રાજ કુંદ્રા કેસમાં તેનો સપોર્ટ કર્યો હતો.
ગેહનાએ રાજ કુંદ્રા કેસમાં તેનો સપોર્ટ કર્યો હતો.

એક્ટિંગ પ્રત્યે સહેજ પણ રસ નહોતો
જગદીશ સિંહે કહ્યું હતું કે સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ થતા હતા. ડાન્સ-ગીતોની પણ સ્પર્ધા થતી હતી. જોકે, વંદનાએ ક્યારેય આ ઇવેન્ટ્સમાં ભાગ લીધો નહોતો. ક્યારેય એવું લાગ્યું નહીં કે તેને અભિનય તથા ફિલ્મી દુનિયા પ્રત્યે રસ છે.

ક્યારેય પરત ફરીને પાછી ના આવી
2006માં વંદના એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવા માટે ભોપાલ ગઈ હતી. ત્યારબાદ તે ક્યારેય ચિરમિરી પરત ફરીને આવી નહીં. તેનું સપનું એન્જિનિયર બનવાનું હતું. આ સપનું પૂરું કરવા માટે તેણે કોલેજમાં એડમિશન લીધું હતું. તેના પેરેન્ટ્સ તથા પરિવાર અહીંયા જ રહે છે. અહીંયા ઘણાં વર્ષોથી આવી નથી.

ગેહના ઉર્ફે વંદના આ સ્કૂલમાં ભણી હતી
ગેહના ઉર્ફે વંદના આ સ્કૂલમાં ભણી હતી

મોડલિંગ, તેલુગુ ફિલ્મ, વેબ સિરીઝ તથા પછી સોફ્ટ પોર્ન
ભોપાલમાં એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ દરમિયાન વંદનાને મોડલિંગ પ્રત્યે રસ જાગ્યો હતો. કોલેજ લાઇફ દરમિયાન વંદના એકદમ બોલ્ડ બની ગઈ હતી. તેણે બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. ધીમે ધીમે તેને મોડલિંગની ઑફર મળવા લાગી હતી. આ દરમિયાન તે ભોપાલથી મુંબઈ જતી રહી હતી અને તેણે પોતાનું નામ બદલીને ગેહના વશિષ્ઠ કરી નાખ્યું હતું.

એક સ્પર્ધામાં બિકીની પહેરીને રેમ્પ વૉક કરવાનું હતું, તેમાં વંદનાએ એશિયા લેવલ પર પહેલું સ્થાન હાંસિલ કર્યું હતું. ત્યારબાદ તેણે ક્યારેય પાછળ ફરીને જોયું નથી. સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં બોલ્ડ સીન્સ આપતી હતી અને આ દરમિયાન તેને વેબ સિરીઝમાં કામ મળવા લાગ્યું. તે રાજ કુંદ્રાની પ્રોડક્શન હાઉસમાં કામ કરવા લાગી હતી. ઇરૉટિક શોર્ટ ફિલ્મમાં કામ કર્યા બાદ તે સોફ્ટ પોર્ન ફિલ્મ પણ ડિરેક્ટ કરવા લાગી હતી.

પરિવારને સંબંધો તોડ્યા
પરિવારને સંબંધો તોડ્યા

પરિવારે કહ્યું, અમે તેને ઓળખતા જ નથી
વંદનાનાં પેરેન્ટ્સ મોડલિંગની વિરુદ્ધમાં હતા. તેમણે આનો વિરોધ કર્યો હતો, પરંતુ વંદના પર આની કોઈ અસર થઈ નહીં. જ્યારે પરિવારને વંદનાના બોલ્ડ સીન અને C ગ્રેડ ફિલ્મ અંગે જાણ થઈ તો તેમને ઘેરો આઘાત લાગ્યો હતો. પરિવારે વંદના સાથેના સંબંધો સંપૂર્ણ રીતે તોડી નાખ્યા હતા. દિવ્ય ભાસ્કરે જ્યારે પરિવારના સભ્યો સાથે ફોન પર વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે તેઓ વંદના તિવારી નામની કોઈ યુવતીને ઓળખતા જ નથી.