બોલિવૂડમાં ડ્રગ્સ:અર્જુન રામપાલની લિવ ઈન પાર્ટનર ગેબ્રિએલ કોણ છે? ડ્રગ્સ કેસમાં નામ સામે આવ્યું

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડ્રગ્સ કનેક્શનમાં બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ તથા તેની લિવ ઈન પાર્ટનર ગેબ્રિએલ NCBના ચક્કરમાં ફસાયા છે. બંનેને NCBએ સમન્સ પાઠવ્યું છે. બુધવાર, 11 નવેમ્બરના રોજ ગેબ્રિએલની NCBએ પૂછપરછ કરી હતી. NCBએ ડ્રગ્સ કેસમાં ગેબ્રિએલના ભાઈ અગિસિલાઓસની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે અર્જુનના ઘરે રેડ પાડી એજન્સીએ તેના ગેજેટ્સ જપ્ત કરી લીધા છે. આ પહેલાં તપાસ એજન્સીએ રામપાલના ડ્રાઈવરને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી. ગેબ્રિએલને NCB તરફથી ક્લીન ચિટ મળે છે કે નહીં તે તો આગામી સમયમાં ખબર પડશે. જોકે, એ પહેલાં આપણે જાણીએ કે ગેબ્રિએલ કોણ છે?

ગેબ્રિએલ સાઉથ આફ્રિકન એક્ટ્રેસ છે. તે એક મોડલ, ફેશન ડિઝાઈનર છે. ગેબ્રિએલ ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તે અર્જુન રામપાલને ડેટ કરતી હતી.

2018માં ગેબ્રિએલ તથા અર્જુન રામપાલ વચ્ચે સંબંધો હોવાની ચર્ચા થઈ હતી. બંને અનેકવાર સાથે જોવા મળ્યા હતા. આટલું જ નહીં બંને ઈવેન્ટ્સમાં સાથે આવતા હતા. જોકે, બંનેએ લગ્ન કર્યા નથી પરંતુ ગેબ્રિએલે અર્જુનના બાળકને જન્મ આપ્યો છે.

માત્ર 16 વર્ષની ઉંમરમાં ગેબ્રિએલે મોડલિંગની શરૂઆત કરી હતી. તેણે અનેક જાહેરાતમાં કામ કર્યું છે. 2009માં ગેબ્રિએલે સાઉથ આફ્રિકામાં યોજાયેલ મિસ ઈન્ડિયા પ્રીમિયર લીગમાં ભાગ લીધો હતો ત્યારે તે ચર્ચામાં આવી હતી.

આ સ્પર્ધામાં ગેબ્રિએલને ભારતીયોની વચ્ચે ખાસ્સું એવું એક્સપોઝર મળ્યું હતું. ત્યારબાદ તે ભારત આવી હતી. અહીંયા આવીને તેણે મોડલિંગ કર્યું હતું. ગેબ્રિએલ ફિટનેસ ફ્રીક છે. તે નિયમિત રીતે જીમ જતી હોય છે. અનેકવાર ગેબ્રિએલ જીમની બહાર સ્પોટ થઈ છે. સોશિયલ મીડિયામાં પણ ગેબ્રિએલ ઘણી જ એક્ટિવ છે.

સૂત્રોના મતે, અર્જુન રામપાલને ડેટ કરતા પહેલા ગેબ્રિએલના સંબંધો બિઝનેસ મેન રવિ કૃષ્ણન તથા ડિજિટલ મીડિયા પ્રોફેશન શિવ બર્મન સાથે હતા.

ગેબ્રિએલ ફેશનલ લેબ ડેમની એન્ટરપ્રિન્યોર છે. 2014માં ગેબ્રિએલે ફિલ્મ 'સોનાલી કેબલ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં રિયા ચક્રવર્તી તથા અલી ફઝલ હતા. અંગત જીવનની વાત કરીએ તો ગયા વર્ષે જુલાઈમાં ગેબ્રિએલે દીકરાને જન્મ આપ્યો હતો. હાલમાં તે મધરહૂડ એન્જોય કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...