તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

90ના દાયકાનો રસપ્રદ કિસ્સો:જ્યારે સનીપાજીએ ચંકી પાંડેની વિદેશી સિગારેટ ચોરીને ફ્લાઈટમાં વહેંચી દીધી હતી

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચંકી પાંડેની વાત પર વિશ્વાસ કરીએ તો સની દેઓલે તેની વિદેશી સિગારેટ ચોરીને ફ્લાઈટમાં મફત વહેંચી હતી. ત્યારબાદ ચંકી પાંડેને ગુસ્સો આવ્યો હતો. ચંકીએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં આ રસપ્રદ કિસ્સો શૅર કર્યો હતો. આ વાત ત્યારની છે જ્યારે તેઓ રાજીવ રાયની ફિલ્મ 'વિશ્વાત્મા' (1992)નું શૂટિંગ પૂરું કરીને નૈરોબીથી મુંબઈ પરત ફરતા હતા.

પહેલાં લાગ્યું સની પોતાની સિગારેટ વહેંચી રહ્યો છે
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં ચંકી પાંડેએ કહ્યું હતું, 'મેં નૈરોબીથી બહુ બધી સિગારેટ ખરીદી હતી. ફ્લાઈટમાં બેઠાં બાદ હું સૂઈ ગયો હતો. અચાનક કોઈએ મને જગાડ્યો અને કહ્યું કે સની દેઓલ ફ્લાઈટમાં સિગારેટ વહેંચી રહ્યા છે. સની સિગારેટ પીતો નથી. મારી બેગમાં અઢળક સિગારેટ હોવા છતાંય મેં વિચાર્યું કે મને મારા ભાગની સિગારેટ તો મળવી જ જોઈએ.'

'જ્યારે પ્લેન રનવે પર આવ્યું ત્યારે મને એ વાતનો અહેસાસ થયો કે સનીએ તો મારી જ સિગારેટ પેસેન્જર્સમાં વહેંચી છે. મને બહુ જ ગુસ્સો આવ્યો હતો. પછી સનીએ મને કહ્યું હતું કે 'તારે દયાળું બનવું જોઈએ. તારે હંમેશાં શૅર કરવું જોઈએ.' ત્યારબાદ હું પેસેન્જર્સ પાસેથી મારી સિગારેટ લેવા માટે એરક્રાફ્ટની બહાર ઊભો રહી ગયો હતો.'

22ની ઉંમરમાં ચંકીએ પોતાની કાર વેચી નાખી હતી
ચંકીએ અન્ય એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે તેની પાસે કોઈ બેંક બેલેન્સ નહોતું ત્યારે તેણે પૈસા માટે કાર વેચી નાખી હતી. તેણે અલગ અલગ બ્રાન્ડ્સ માટે મોડલ તરીકે કામ કર્યું હતું. આ સમયે તે એક્ટર નહોતો.

ચંકીએ કહ્યું હતું કે બેંક બેલેન્સ તળિયા ઝાટક થઈ ગયું હતું અને તેની પર દેવું હતું. તે બોલિવૂડ પાર્ટીમાં વગર બોલાવે જતો, જેથી મફતમાં ખાઈ શકે, શરાબ પી શકે અને તેને કાસ્ટ કરી શકે તેવા લોકોને મળી શકે.

બાંગ્લાદેશી સિનેમામાં કામ કર્યું હતું
ચંકી 80ના દાયકાના અંતમાં તથા 90ના દાયકાની શરૂઆતમાં બોલિવૂડના ટોપ એક્ટર્સમાં સામેલ હતો. જોકે, 'તેઝાબ', 'આગ હી આગ', 'આંખે' જેવી હિટ ફિલ્મ આપ્યા છતાંય તેને ઈન્ડસ્ટ્રીમાં કામ મળતું નહોતું. આથી તેણે બાંગ્લાદેશી સિનેમામાં કામ કરવાની શરૂઆત કરી હતી અને તે ત્યાંનો સુપરસ્ટાર બની ગયો હતો.

ચંકીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'આંખે' ફિલ્મ બાદ હું એક વર્ષ સુધી બેકાર રહ્યો હતો. મારી પાસે 'તીસરા કૌન' એક માત્ર ફિલ્મ હતી. આથી મને જ્યારે બાંગ્લાદેશમાં કામ કરવાની તક મળી તો હું ત્યાં જતો રહ્યો. અહીંયા મારી પહેલી ફિલ્મ સુપરહિટ રહી હતી અને મેં ત્રણથી ચાર વર્ષ સુધી અહીંયા જ કામ કર્યું હતું.

'લગ્ન બાદ મારી પત્ની (ભાવના)એ મને કહ્યું કે મારી સાચી ઓળખ તો બોલિવૂડ છે. જ્યારે હું હિંદી સિનેમામાં પરત ફર્યો તો અહીંયા લોકો મને પૂરી રીતે ભૂલી ગયા હતા. મેં ફરીથી સંઘર્ષ શરૂ કર્યો અને લોકો પાસે કામ માગ્યું. હું નસીબદાર કે મને બીજીવાર કામ મળી ગયું.'

ચંકીએ 1997માં હિંદી સિનેમામાં કમબેક કર્યું હતું. જોકે, 2010માં 'હાઉસફુલ' ફિલ્મથી ચંકીને સફળતા મળી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો