તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યામી 32ની થઈ:જ્યારે યામી ગૌતમે તેની ફર્સ્ટ ફિલ્મ ‘વિક્કી ડોનર’ની સ્ટોરી પિતાને કહી હતી તો તેમનું રિએક્શન આવું હતું

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમ આજે પોતાનો 32મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. યામીએ 2012માં ફિલ્મ ‘વિક્કી ડોનર’થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તે આયુષ્માન ખુરાના ઓપોઝિટ દેખાઈ હતી. ડેબ્યુ ફિલ્મમાં જ યામીએ મોટું રિસ્ક લીધું હતું કારણકે આ ફિલ્મનો સબ્જેક્ટ સામાન્ય ફિલ્મો કરતાં થોડો અલગ હતો. ફિલ્મ ઇન ફર્ટીલિટી અને સ્પર્મ ડોનેશનના સબ્જેક્ટ પર હતી જેને ઇન્ડિયન સોસાયટીમાં ટેબૂ માનવામાં આવે છે.

પેરેન્ટ્સે પૂછ્યું હતું, ‘ફિલ્મ શેના વિશે છે?’
ઇન્ડિયા ટુડે કોન્કલેવ સાઉથ 2018માં યામીએ આ ફિલ્મ વિશે કહ્યું હતું, ‘એક એવો સમય હતો જ્યારે હું ફુલ તૈયારી સાથે ઓડિશન આપી રહી હતી. તે સમયે માટે ટિપિકલ બોલિવૂડ સ્ટાઈલ ફિલ્મથી ડેબ્યુ કરવાની ઈચ્છા હતી. મેં બધું મારી મહેનતે જ કર્યું છે, તે સમયે મારા સપોર્ટમાં કોઈ નહોતું. મેં વિક્કી ડોનર માટે ઓડિશન આપ્યું તો મેં કાસ્ટિંગ ડિરેક્ટરને પૂછ્યું કે ફિલ્મ શેના વિશે છે?’

‘કાસ્ટિંગ ડિરેક્ટરે કોઈ જવાબ ના આપ્યો અને માત્ર સ્માઈલ આપી. મને ફિલ્મ મળી ત્યારે તેના સબ્જેક્ટ વિશે ખબર પડી. પેરેન્ટ્સને આ વાત સમજાવવી જરૂરી હતી. મારા પિતાએ મને પૂછ્યું કે ફિલ્મ શેના પર છે અને મેં તેમને ફિલ્મની સ્ક્રિપ્ટ આપી દીધી. પેરેન્ટ્સે સ્ક્રિપ્ટ વાંચી તો તેમનું રિએક્શન હતું-આ તો બહુ જ સારી છે. ’ફિલ્મ જોરદાર સકસેસફુલ રહી અને તેનાથી આયુષ્માન અને યામીના કરિયરમાં મદદ મળી.

યામી હાલ ‘ભૂત પોલીસ’ના શૂટિંગમાં વ્યસ્ત
એ પછી યામીએ ‘બદલાપુર’, ‘કાબિલ’, ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ અને ‘બાલા’ ફિલ્મમાં કામ કર્યું. આ વર્ષે તેની ‘ગિન્ની વેડ્સ સન્ની’ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ તેમાં તેણે વિક્રાંત મેસી સાથે કામ કર્યું. હાલ તે ધર્મશાળામાં ‘ભૂત પોલીસ’ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે તેમાં સૈફ અલી ખાન, જેક્લીન ફર્નાન્ડીઝ અને અર્જુન કપૂર પણ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...