વાઇરલ વીડિયો:ફોટોગ્રાફરે ફોટો માટે કહ્યું તો સૈફ અલી ખાન બોલ્યો- એક કામ કરો, અમારા બેડરૂમમાં જ આવી જાઓ, યુઝર્સ ભડક્યા

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડના ફેવરિટ કપલ કરીના કપૂર ને સૈફ અલી ખાન હાલમાં જ મલાઈકા અરોરાના ઘરે યોજાયેલ પાર્ટીમાંથી પરત ફર્યા હતા. આ દરમિયાન ફોટોગ્રાફર્સે સૈફ તથા કરીનાને પોઝ આપવાનું કહ્યું હતું. આ સાંભળીને સૈફે કહ્યું હતું, 'એક કામ કરો, અમારા બેડરૂમમાં જ આવી જાવ.' આ સાંભળીને મીડિયા પર્સન સોરી પણ કહે છે. ત્યારબાદ કપલ ઘરની અંદર જાય છે અને સૈફ દરવાજો બંધ કરી દે છે.

વીડિયો જોઈ યુઝર્સ ભડક્યા
આ વીડિયો વાઇરલ થતાં જ સો.મીડિયા યુઝર્સે પોતાના રિએક્શન આપ્યા હતા. એક યુઝરે કહ્યું હતું કે ફાલતુનો એટીટ્યૂડ. બીજાએ કમેન્ટ કરી હતી કે શું જરૂર છે તેમની પાછળ ભાગવાની.

મલાઈકાએ માતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો
મલાઈકાએ પોતાની માતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો અને પાર્ટીમાં કરીના-કરિશ્મા સહિતના સેલેબ્સ આવ્યા હતા. બંને ગ્લેમરસ લુકમાં જોવા મળ્યાં હતાં.

કરીનાની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ફ્લોપ રહી
કરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો ગયા વર્ષે તેની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. કરીના ડિરેક્ટર સુજોય ઘોષની વેબ સિરીઝમાં જોવા મળશે. આ સિરીઝથી કરીના ડિજિટલ ડેબ્યૂ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...