પોર્નોગ્રાફી કેસ:ક્રાઇમ બ્રાંચની ટીમ રાજને લઈ ઘરે આવી ત્યારે શિલ્પા શેટ્ટી ચીસો પાડવા લાગી હતી, ગુસ્સામાં કહ્યું હતું- પરિવારની બદનામી કરી નાખી

મુંબઈ6 મહિનો પહેલા
  • શિલ્પાએ આક્રોશ સાથે કહ્યું હતું, આ કેસને કારણે અનેક એન્ડોર્સમેન્ટ, બિઝનેસ ડીલ્સ કેન્સલ થઈ ગઈ છે.

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાની મુશ્કેલીમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. તેની વ્હોટ્સએપ ચેટ, સાક્ષીઓના નિવેદન એક પછી એક રહસ્ય ઉજાગર કરી રહ્યા છે. આ કેસમાં 23 જુલાઈના રોજ શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચ રાજ કુંદ્રાને સાથે લઈને શિલ્પાના ઘરે ગઈ હતી. અહીંયા પોર્નોગ્રાફી કન્ટેન્ટ તથા એપ પર અપલોડ કરવા અંગેના સવાલ શિલ્પાને પૂછવામાં આવ્યાં હતાં. જોકે, જે દિવસે પોલીસ રાજને લઈ ઘરે ગઈ તે દિવસે શિલ્પાનું પહેલું રિએક્શન કેવું હતું?

ગુસ્સાથી લાલચોળ હતી
આજ તકના અહેવાલ પ્રમાણે, શુક્રવાર 23 જુલાઈના રોજ જ્યારે ક્રાઇમ બ્રાંચ જુહૂ સ્થિત શિલ્પાના ઘરે આવી ત્યારે એક્ટ્રેસ રાજને જોઈ ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ હતી અને બૂમો પાડવા લાગી હતી. તેણે રાજને જોઈને કહ્યું હતું કે આ કેસે પરિવારની બદનામી કરી નાખી છે, અનેક એન્ડોર્સમેન્ટ, બિઝનેસ ડીલ્સ કેન્સલ થઈ ગઈ છે. ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ શિલ્પાને શાંત પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો.

પતિની ધરપકડ બાદ પૂરી રીતે ભાંગી પડી છે
પતિની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ થયા બાદ શિલ્પા શેટ્ટી એકદમ ભાંગી પડી છે. તે ગુસ્સામાં હતી અને રાજને જોઈ તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. 23 જુલાઈના રોજ રાજને જોતા જ શિલ્પા પોતાની જાત પરનો અંકુશ ગુમાવી બેઠી હતી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. આટલું જ નહીં તે રાજને ગમે તેમ બોલવા લાગી હતી. શિલ્પાએ રાજને કહ્યું હતું કે તેણે કેમ આવું બધું કર્યું અને જરૂર શું હતી આવું કરવાની.

રાજ સતત પોતાને નિર્દોષ કહેતો રહ્યો
પત્નીનો ગુસ્સો જોઈને રાજ સતત તેને શાંત પાડવાનો પ્રયાસ કરતો હતો. તે પોતાને નિર્દોષ ગણાવતો હતો. રાજે એમ કહ્યું હતું કે તેના વિરુદ્ધ કરવામાં આવેલા આ કેસનો કોઈ જ આધાર નથી. તેણે પોર્ન નહીં, પરંતુ ઇરૉટિક મૂવી બનાવી છે.

પતિનો સાથ આપ્યો
થોડીવાર બાદ શિલ્પા શાંત થઈ હતી અને પછી તેણે પતિનો સાથ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે રાજ પોર્ન કન્ટેન્ટ બનાવતો નથી. હોટશોટ્સ એપ સાથે તેને કંઈ જ લેવાદેવા નથી. આ સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે પોર્ન તથા ઇરૉટિક બંને અલગ છે.

શિલ્પાએ એમ પણ કહ્યું હતું કે બીજા OTT પ્લેટફોર્મ પર રહેલું કન્ટેન્ટ વધુ અશ્લીલ છે. નિવેદન આપ્યા બાદ શિલ્પાએ મુંબઈ પોલીસને કહ્યું હતું કે તેના પતિ પર લગાવવામાં આવેલા આરોપો યોગ્ય નથી. તેણે પોર્ન તથા ઇરૉટિક વચ્ચેનો ડિફરન્સ બતાવવાનો પ્રયાસ કર્યો હતો.

શિલ્પાની છ કલાક પૂછપરછ કરવામાં આવી
ક્રાઇમ બ્રાંચે શિલ્પાની છ કલાક પૂછપરછ કરી હતી. ક્રાઇમ બ્રાંચ શિલ્પાના ફોનનું ક્લોનિંગ પણ કરવાની છે. નિવેદન આપતા સમયે પણ વચ્ચે વચ્ચે શિલ્પા શેટ્ટી રડી પડતી હતી.

રાજે માર્ચ મહિનામાં ફોન બદલી નાખ્યો
સૂત્રોના મતે, પોર્નોગ્રાફી કેસમાં ફેબ્રુઆરીમાં જ્યારે 9 લોકોની ધરપકડ કરવામાં આવી ત્યારે રાજ કુંદ્રાએ માર્ચ મહિનામાં પોતાનો ફોન બદલી નાખ્યો હતો. આ કારણે કોઈ ડેટા રિકવર કરી ના શકે. જ્યારે ક્રાઇમ બ્રાંચની ટીમે રાજને જૂના ફોન અંગે સવાલ કર્યો તો તેણે એવું કહ્યું હતું કે તેણે ફોન ફેંકી દીધો હતો. પોલીસ માની રહી છે કે જૂના ફોનમાં અનેક મહત્ત્વની માહિતી હોઈ શકતી હતી.

અન્ય સમાચારો પણ છે...