ફની જવાબ:જ્યારે શાહરુખે કહ્યું હતું, શા માટે તે અક્ષય કુમાર સાથે ફિલ્મમાં કામ કરી શકે તેમ નથી?

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અક્ષય કુમાર તથા શાહરુખ ખાન સાથે કામ કરે તેવી આશા ચાહકોને છે. જોકે, આજ સુધી બંને એક પણ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી. થોડાં સમય પહેલાં એક ઈન્ટરવ્યૂમાં જ્યારે શાહરુખ ખાનને પૂછવામાં આવ્યું હતું કે તમે અક્ષય કુમારની સાથે ક્યારે ફિલ્મમાં જોવા મળશો. આ સવાલનો જવાબ શાહરુખે ઘણો જ ફની આપ્યો હતો.

શાહરુખે કહ્યું, અમારા ટાઈમિંગ મેચ થઈ શકે તેમ નથી
શાહરુખે કહ્યું હતું, 'હું શું કહું? હું તેમની જેમ જલ્દી ઊઠી શકતો નથી. તે જ્યારે ઊઠે છે ત્યારે હું સૂઈ જાઉં છું. તેમનો દિવસ વહેલો શરૂ થાય છે. હું જ્યારે કામ શરૂ કરું છું, ત્યારે તે પેક-અપ કરીને ઘરે જાય છે. હું રાત્રે જાગું છું. મારી જેમ અન્ય લોકોને રાત્રે કામ કરવાની આદત નથી.'

વધુમાં શાહરુખે કહ્યું હતું કે જો તેને તથા અક્ષયને કોઈએ ફિલ્મમાં લઈ પણ લીધા તો તેઓ એકબીજાને સેટ પર મળી શકશે નહીં. જ્યારે અક્ષય સેટ પરથી જતો હશે ત્યારે તે સેટ પર આવતો હશે. તે અક્ષય સાથે કામ કરવા ઈચ્છે છે પરંતુ તેમનો ટાઈમિંગ મેચ થઈ શકે તેમ નથી.

'દિલ તો પાગલ હૈ'માં કેમિયો કર્યો હતો
અક્ષય તથા શાહરુખ ખાને યશ ચોપરાની ફિલ્મ 'દિલ તો પાગલ હૈ'માં કામ કર્યું હતું. જોકે, આ ફિલ્મમાં બંનેનો સાથે એક પણ સીન નહોતો. અક્ષયે ફિલ્મમાં કેમિયો કર્યો હતો. આ ફિલ્મ 1997માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં માધુરી દીક્ષિત તથા કરિશ્મા કપૂર હતા.

અન્ય સમાચારો પણ છે...