ટ્રાવેલ વીડિયો:સારા અલી ખાન જ્યારે વૈષ્ણોદેવી ગઈ હતી ત્યારે એક વ્યક્તિએ કહ્યું હતું, 'જો તમે પાપ કર્યા હશે તો મંદિરની અંદર જઈ શકશો નહીં'

મુંબઈ4 મહિનો પહેલા

સારા અલી ખાને હાલમાં જ સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ ટ્રાવેલ વીડિયોમાં સારા અત્યાર સુધી ભારતમાં જ્યાં ફરવા ગઈ છે, તેની વાત કરવામાં આવી છે. દિલ્હી, બિહાર, ગોવા તથા જયપુર સહિતની જગ્યાઓ પરનો પોતાનો અનુભવ શૅર કર્યો હતો. વીડિયોની શરૂઆતમાં સારા ઇન્ડિયા ગેટ પર હોય છે, સારા ઇન્ડિયા ગેટને 'ભારતીય દરવાજો' કહે છે. પછી તે બિહારમાં માથા પર ઘાસનો પૂડો લઈને કેમેરા સામે પોઝ આપે છે. સારાએ હિમાચલ પ્રદેશના સાંગલામાં બરફથી ઢંકાયેલા પર્વતો બતાવ્યા તો જયપુરની પણ વાત કરી હતી.

સારાએ વૈષ્ણોદેવીની ઝલક બતાવી
વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે સારા વૈષ્ણોદેવીના મંદિરમાં જતા સમયે ઘોડા પર બેઠી હોય છે. આ વ્યક્તિ સારાને એવું કહે છે કે જો તેણે પાપ કર્યું હશે તો તે મંદિરમાં એન્ટર થઈ શકશે નહીં. સારાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'નમસ્તે દર્શકો. દિલ્હીના ઇન્ડિયા ગેટથી લઈ બિહારના ખેતરો સુધી.'

સારાએ આ પહેલાં નાકમાં વાગ્યું હોય તે વીડિયો શૅર કર્યો હતો
સારાએ આ પહેલાં અન્ય એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે તેને નાકમાં વાગ્યું છે. વીડિયો કેપ્શનમાં એક્ટ્રેસે કહ્યું હતું, 'સોરી અમ્મા અબ્બા વાગી ગયું, નાક કપાવી નાખ્યું.' સારાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેને નાક પર બહુ જોરથી વાગ્યું હતું.

અક્ષય કુમાર સાથે જોવા મળશે
સારાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 'અતરંગી રે'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર તથા સાઉથ સુપરસ્ટાર ધનુષ છે.