તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફની કિસ્સો:બાળપણમાં રસ્તા પર ડાન્સ કરતી સારા અલી ખાનને લોકોએ ભિખારી સમજીને રૂપિયા આપ્યા હતા

4 દિવસ પહેલા

સારા અલી ખાનનો એક જૂનો ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સારા તેના બાળપણનો એક ફની કિસ્સો સંભળાવી રહી છે.

સારાએ વીડિયોમાં કહ્યું કે,‘એકવાર બાળપણમાં મારા પેરેન્ટ્સ સૈફ અલી ખાન અને અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે વેકેશન પર લઈને ગયા હતા. તેઓ અંદર શોપિંગ કરવા ગયા, હું અને ભાઈ બહાર ઊભા હતા. આ દરમિયાન મેં ડાન્સ કરવાનું શરુ કર્યું. લોકો ઊભા રહી ગયા અને મને પૈસા આપવાના શરુ કરી દીધા. મેં પણ તે બધા રૂપિયા રાખી લીધા અને વિચાર્યું કે રૂપિયા મળી રહ્યા છે તો કઈ પણ કરી લો. કરતા રહો. મેં વધારે ડાન્સ કર્યો.’

‘જ્યારે મમ્મી-પપ્પા શોપમાંથી બહાર આવ્યા ત્યારે અમારા નોકરે તેમને જણાવ્યું કે સારાનો ડાન્સ લોકોને ગમી રહ્યો હતો. તે લોકોને સારા ક્યુટ લાગતી હતી આથી રૂપિયા આપી ગયા. આ સાંભળીને મમ્મીએ કહ્યું, ક્યુટ નહિ પણ તેમને આ ભિખારી લાગી, એટલે રૂપિયા આપ્યા.’

સૈફ-અમૃતા અલગ થઇ ગયા છે
13 વર્ષ સુધી એકબીજાનો સાથ આપ્યા પછી સારાના પેરેન્ટ્સ સૈફ-અમૃતા વર્ષ 2004માં અલગ થયા. અમૃતા સાથે અલગ થયા પછી સૈફે 3 વર્ષ સુધી સ્વિસ મોડલ સાથે ડેટિંગ કર્યું, પરંતુ આ રિલેશનશિપ લાંબો સમય સુધી ના ચાલ્યું અને બંનેનું બ્રેકઅપ થઇ ગયું વર્ષ 2007માં ફિલ્મ ટશનના સેટ પર સૈફની મુલાકાત કરીના કપૂર સાથે થઇ. બંને 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા. આ કપલે 16 ઓક્ટોબર, 2012ના રોજ લગ્ન કર્યા. હાલ તેઓ દીકરા તૈમૂરના પેરેન્ટ્સ છે.

સારા ‘કુલી નંબર 1’માં દેખાશે
સૈફ-અમૃતાની દીકરી સારાએ વર્ષ 2018માં ફિલ્મ કેદારનાથથી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. તેની નેક્સ્ટ ફિલ્મ ‘કુલી નંબર 1’ છે, તેની ઓપોઝિટમાં વરુણ ધવન છે. ફિલ્મ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર 25 ડિસેમ્બરે રિલીઝ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો