તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિવોર્સનું દુઃખ:અમૃતા સિંહ સાથે લગ્ન કરવા સમયે સૈફ 21 વર્ષનો હતો, રિલેશન તૂટ્યા બાદ 16 વર્ષ પછી બોલ્યા હતા- આ દુનિયાની સૌથી ખરાબ વસ્તુ હતી

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા સિંહ આજે 63મો જન્મદિવસ મનાવી રહ્યા છે. અમૃતાએ 80-90ના દશકમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું પણ તેની પર્સનલ લાઈફ હંમેશાં ચર્ચામાં રહી. સની દેઓલ, રવિ શાસ્ત્રી, વિનોદ ખન્ના સાથે અમૃતા કોઈવાર રિલેશનશિપમાં રહી હતી પણ ખુદથી 13 વર્ષ નાના સૈફ અલી ખાન સાથે લગ્ન કરી તેમણે બધાને ચોંકાવી દીધા. જોકે બંનેના રિલેશન ટકી શક્યા નહીં અને 2004માં તેમણે ડિવોર્સ લઇ લીધા.

ડિવોર્સના 16 વર્ષ બાદ 2020માં સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યૂમાં અમૃતા સાથેના ડિવોર્સ પર પહેલીવાર ખુલીને વાત કરી હતી. ઇન્ટરવ્યૂમાં જ્યારે સૈફને પૂછ્યું કે તમે તમારા બાળકો (સારા અને ઇબ્રાહિમ)ને ડિવોર્સ વિશે કઈ રીતે જણાવ્યું તો તેણે કહ્યું, 'આ દુનિયાની સૌથી ખરાબ વસ્તુ હતી, આ કંઈક એવું છે, જેને હું આજે પણ ફીલ કરું છું. હું ઈચ્છું છું કે જે છે એ કાશ તેનાથી અલગ હોત. મને નથી લાગતું કે આ વસ્તુને લઈને ક્યારેય ઠીક થઇ શકીશ. અમુક વસ્તુ છે જે મને આ બાબતે ક્યારેય શાંતિ નથી આપતી. હું તે સમયે માત્ર 21 વર્ષનો હતો. આજે વસ્તુ ઘણી બદલી ગઈ છે. તમે ઈચ્છો છો કે માતા-પિતા હંમેશાં સાથે રહે પણ તે બે અલગ- અલગ વસ્તુ છે. માટે આજકાલ દરેક મોડર્ન રિલેશનશિપ સાથે સહમત થઇ શકે છે.'

બાળકોને યોગ્ય વાતાવરણ મળવું જરૂરી
સૈફે આગળ મોડર્ન ફેમિલીના કન્સેપ્ટ પર વાત કરતા કહ્યું હતું કે, 'કોઈપણ બાળકને તેના ઘર- પરિવારથી અલગ ન કરવા જોઈએ. આનાથી બાળકો પર ખરાબ અસર પડે છે. ઘણીવાર પરિસ્થિતિ અલગ હોય છે. માતા-પિતા સાથે ન હોય તો ઘણી બધી ફરિયાદ હોય છે. પણ આ વચ્ચે એક સ્ટેબલ ઘર અને વાતાવરણ બાળકોને મળવું ખૂબ જરૂરી છે.'

2004માં અમૃતા સાથે ડિવોર્સ થયા
સૈફે 1991માં 12 વર્ષ મોટા અમૃતા સિંહ સાથે કરી હતી. બંનેના બે બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન છે. 2004માં તેમના ડિવોર્સ થઇ ગયા. 2012માં સૈફે 10 વર્ષ નાની કરીના કપૂર સાથે લગ્ન કર્યાં. બંનેને એક બાળક છે.

સૈફ - અમૃતાના સેપરેશન પર બોલી સારા
એક મેગેઝીન ઇન્ટરવ્યૂ દરમ્યાન સારાને પૂછવામાં આવ્યું હતું કે શું તેણે પેરેન્ટ્સને પૂછ્યું છે કે શું વિચારીને તેમણે લગ્ન કર્યાં હતાં? સારાએ જવાબ આપ્યો હતો કે, 'સ્વાભાવિકપણે પૂછ્યું, બંનેને પૂછ્યું હતું કે શું વિચારીને તેમણે લગ્ન કર્યાં. મેં મોમને કહ્યું, જ્યારે તમે 26 વર્ષના હતા, ત્યારે તે (સૈફ) બાળક હતા પણ તેમની વચ્ચે તે ન હોત તો હું પણ ન હોત.'

સૈફ અને અમૃતાના સેપરેશન પર પણ સારાએ વાત કરી હતી. તેણે કહ્યું, 'આવામાં ઘરમાં રહેવું ઠીક નથી, જ્યાં લોકો ખુશ ન હોય. તે બંને અલગ- અલગ રહીને ઘણા સારા, પોઝિટિવ, બિન્દાસ અને કૂલ છે. સાથે-સાથે તે ખુશ ન હતા અને આ વાતની અનુભૂતિ તેમને થઇ ગઈ હતી. હવે મારી પાસે બે કમ્ફર્ટેબલ અને સિક્યોર ઘર છે.'

સૈફ- કરીનાના લગ્નમાં સારા ગઈ હતી
સૈફે 2012માં કરીના કપૂર સાથે લગ્ન કર્યાં, તેમને એક બાળક તૈમુર પણ છે. સારા અલી ખાન તેના પિતાના બીજા લગ્નમાં પહોંચી હતી. ઇન્ટરવ્યૂમાં સારાએ જણાવ્યું હતું કે તે લગ્નમાં જ્યારે ગઈ હતી ત્યારે માતા અમૃતા તેના માટે ઘણી સપોર્ટિવ રહી હતી.

સારાએ જણાવ્યું કે, 'જ્યારે ડેડીએ મને જણાવ્યું કે તે અને કરીના લગ્ન કરી રહ્યા છે તો હું માતા પાસે ભાગી અને પૂછ્યું કે હું શું પહેરીશ? મોમ તે સમયે ઘણા સપોર્ટિવ હતા અને એ વાત પર પૂરું ધ્યાન આપી રહ્યા હતા કે મારે શું પહેરવું જોઈએ. તેમણે અબુ જાની અને સંદીપ પાસે ડ્રેસ ડિઝાઇન કરાવીને ગિફ્ટ કર્યો જે મેં લગ્નમાં પહેર્યો હતો.'

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો