તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રિયંકાનો ઇન્ટરવ્યુ વાઇરલ:40 ટેક પછી પણ પર્ફેક્ટ શોટ ન આપતાં કોરિયોગ્રાફરે પ્રિયંકાને સેટ પર ખખડાવી હતી

4 દિવસ પહેલા

સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરાનો જૂનો ઇન્ટરવ્યુ વાઈરલ થઇ રહ્યો છે. એમાં તેણે કરિયરની શરુઆતના દિવસો વિશે વાત કરી છે. પ્રિયંકાએ વર્ષ 2003માં આવેલી ‘અંદાઝ’ ફિલ્મથી લીડ એક્ટ્રેસ તરીકે દેબ્યુ કર્યું હતું. આ ફિલ્મના એક સોંગના શૂટિંગ દરમિયાન જ્યારે 40 રિટેક પછી પણ પ્રિયંકાએ સરખા શોટ ન આપ્યા ત્યારે કોરિયોગ્રાફરે તેને ખખડાવી હતી.

કોરિયોગ્રાફરે માઇક ફેક્યું હતું
પ્રિયંકાએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે મારા ફર્સ્ટ સોન્ગ્સમાંનું એક હતું. એ સમયે માટે કંઈક અચીવ કરવું હતું. મને યાદ છે કે જ્યારે 40 ટેક પછી પણ શોટ સરખો ના આવ્યો તો કોરિયોગ્રાફર રાજુ ખાન(સરોજ ખાનનો દીકરો)એ પોતાનું માઈક ફેંકી દીધું અને કહ્યું, ‘તું માત્ર મિસ વર્લ્ડ છે, એટલે તને લાગે છે કે તું એક્ટ્રેસ બની શકીશ? જા પહેલા ડાન્સ કરતાં શીખીને આવો, એ પછી પર્ફોર્મ કરજે.’

વધુમાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘એ દરમિયાન અક્ષય કુમારની પત્ની ટ્વિન્કલને લેબર પેન શરૂ થઈ જતાં શિડ્યૂલ અમુક સમય માટે અટકાવી દેવામાં આવ્યું હતું. આ સમયનો ઉપયોગ મેં કથક શીખવામાં કર્યો. જો તમે કંઈ જાણતા નથી, જો તમે કોઈ વસ્તુ મેળવવાની મહત્ત્વાકાંક્ષા રાખો છો, તમે બધી તૈયારી કરશો તો પોતાને અન્ય કરતાં સારા બનાવી શકશો.’

પ્રથમવાર અભ્યાસનું મહત્ત્વ સમજાયું
પ્રિયંકાને કથક પંડિત વીરુ કૃષ્ણને શિખવાડ્યું હતું. આ માટે તે રોજ 6-6 કલાક અભ્યાસ કરતી હતી. અહીંથી જ તેને અભ્યાસનું મહત્ત્વ સમજાયું, કારણ કે કથક શીખ્યા પછી તે સેટ પર પરત આવી તો પહેલાં કરતાં સારી ડાન્સર હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો