'કરીનાને ઝિકા વાઇરસ થયો હોય તો સારું થાત':તૈમુરના જન્મ સમયે ​લોકોએ જ્યારે ટિપ્પણી કરી હતી, શર્મિલા ટાગોરે કહ્યું- કોઈના વિચારો આટલા ખરાબ કઈ રીતે હોઇ શકે?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોરે તેમના પૌત્ર તૈમુરના જન્મ સાથે જોડાયેલો એક અનુભવ જણાવ્યો હતો, તેમને કહ્યું કે જ્યારે તેના પૌત્રનું નામ 'તૈમુર' રાખવામાં આવ્યું ત્યારે કેટલાક લોકોએ તેના પર ઘણી ખરાબ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે લોકોને લાગે છે કે સોશિયલ મીડિયા તેમને જે ઈચ્છે તે કહેવાનો અધિકાર આપે છે.

શર્મિલાએ કહ્યું કે જ્યારે તૈમુરનો જન્મ થયો હતો ત્યારે કેટલાક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું હતું કે કરીનાને ઝિંકા વાઇરસ થયો હોત તો સારું થાત. શર્મિલાનું કહેવું છે કે જ્યારે કરીનાએ આ કોમેન્ટ જોઈ તો તે સ્તબ્ધ થઇ ગઈ હતી.

આ દુનિયામાં બધાને ખુશ રાખી શકતા નથી
શર્મિલા ટાગોરે તાજેતરમાં મીડિયા સાથે વાતચીત કરી હતી. તેણે કહ્યું, 'તમે આ દુનિયામાં બધાને ખુશ નથી રાખી શકતા, તેથી પ્રયત્ન જ શા માટે કરવાનો. જો તમે બીજાના કહેવા પ્રમાણે ચાલશો, તો તમે જીવનમાં ફોકસ ગુમાવશો. તમારી જાતને ખુશ રાખવાનો પ્રયાસ કરવો વધુ સારું છે. કારણ કે બીજાની રીત ચાલવા પોતાની જાત ને ગુમાવવાનો વારો આવશે, પોતાના અનુસાર જીવનમાં આગળ વધવું વધુ સારું છે.

નવાઈ લાગે છે કે લોકોના વિચાર આટલા ખરાબ હોઈ શકે - શર્મિલા
શર્મિલાએ કહ્યું કે, તૈમુરના જન્મ પર ઘણા લોકોએ પલટવારમાં સીધી ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું, 'હું કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નથી, હું ગુસ્સામાં કે ભાવનાત્મક બનીને આવું નથી કહી રહી . મેં સોશિયલ મીડિયાની એક કોમેન્ટ વાંચી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે જો કરીનાને ઝિકા વાઇરસ થયો હોત તો સારું થાત અને તૈમુર ક્યારેય જન્મ્યો ન હોત.

મારે કહેવું છે કે કોઈ બીજા વિશે આટલું ખરાબ કેવી રીતે વિચારી શકે. તે પણ એક દિવસના જન્મેલા બાળક માટે. આ લોકો ક્યાંથી આવે છે? આ કેવું વિશ્વ છે? હું મારી જાતથી ડરતી નથી પરંતુ તેમ છતાં મને આશ્ચર્ય થાય છે કે શું આવા લોકો ખરેખર વાસ્તવમાં હોય છે. જણાવી દઈએ કે ઝિકા વાઇરસ એક પ્રકારનો વાયરસ છે જે મચ્છર કરડવાથી થાય છે. ક્યારેક તે જીવલેણ પણ બની શકે છે.

સૈફે નામ બદલવાનું વિચાર્યું
સૈફ અલી ખાને 2017માં પુત્ર તૈમુરનું નામ બદલવાનું વિચારવાનું શરૂ કર્યું હતું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા સૈફે કહ્યું હતું કે તેણે આ વાત કોઈને કહી નથી પરંતુ નામ બદલવા અંગે એકવાર વિચારવા માગતા હતા. જોકે, કરીનાએ તે સમયે તૈમુરનું નામ બદલવાની ના પાડી દીધી હતી.

તૈમુરનો જન્મ 2016માં થયો હતો
સૈફ અલી ખાન અને કરીના કપૂરને બે બાળકો તૈમુર અને જેહ છે. તૈમુરનો જન્મ 2016માં થયો હતો, જ્યારે જેહનો જન્મ 2021માં થયો હતો. સૈફ અને કરીનાએ ચાર વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 16 ઓક્ટોબર 2012ના રોજ લગ્ન કર્યા હતા. બંનેએ LOC કારગિલ અને ઓમકારામાં સાથે કામ કર્યું હતું, પરંતુ 2008ની ફિલ્મ ટશનના સેટ પર પ્રેમમાં પડ્યા હતા. સૈફ અને કરીનાને બોલિવૂડનું પાવર કપલ માનવામાં આવે છે.

કરીના સૈફની બીજી પત્ની છે. સૈફ અલી ખાને પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે કર્યાં હતાં પરંતુ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. સૈફ અને અમૃતાને પણ બે બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહિમ છે.