તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરિયાદિલી:પ્રિયંકા ચોપરાએ કહ્યું, 'જ્યારે પિતાની તબિયત બગડી તો રીતિકે જ સેટ પરથી બોસ્ટનની ફ્લાઈટ એરેન્જ કરાવી દીધી હતી'

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રિયંકા ચોપરાએ રીતિક રોશન સાથે ત્રણ ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં 'ક્રિશ', 'અગ્નિપથ' તથા 'ક્રિશ 3' સામેલ છે. રીતિકની દરિયાદિલી અંગે પ્રિયંકાએ પોતાની ઓટોબાયોગ્રાફી 'અનફિનિશ્ડ'માં વાત કરી હતી. બુકમાં પ્રિયંકાએ એ કિસ્સો શૅર કર્યો છે, જેમાં તે ફિલ્મ 'ક્રિશ'નું શૂટિંગ કરતી હતી ત્યારે તેના પિતા ડૉ. અશોક ચોપરાને જીવલેણ બીમારી હોવાની ખબર પડી હતી.

રીતિકે મદદ કરી હતી
રીતિકને જ્યારે પ્રિયંકાના પિતાની ગંભીર સ્થિતિ અંગે ખબર પડી કે તેમને વિદેશની હોસ્પિટલમાં શિફ્ટ કરવાની જરૂર છે તો તેણે શક્ય તેટલી મદદ કરી હતી. પ્રિયંકાએ કહ્યું હતું, 'રીતિકે ફોન કર્યો અને એર ઈન્ડિયામાં પોતાના કનેક્શનનો ઉપયોગ કરીને મારા પિતાની બોસ્ટન માટેની ફ્લાઈટની વ્યવસ્થા કરી હતી.'

રીતિક ના હોત તો પિતા બચી શક્યા ના હોત
પ્રિયંકાના પિતાને બોસ્ટનની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને જરૂરી સારવાર તથા સર્જરી કરવામાં આવી હતી. તે સમયે તેમનો જીવ બચી ગયો હતો. પ્રિયંકાએ રીતિકનો આભાર માનતા કહ્યું હતું, 'જો તે સમયે અમારી પાસે રીતિક તથા તેમના પતિ રાકેશ સર ના હોત તો મને શંકા છે કે મારા પિતાનો જીવ બચી શક્યો ના હોત. આ પ્રસંગ ઘણો જ પ્રર્સનલ તથા ટચી છે.'

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો