સ્ટાર્સની મિત્રતા:જ્યારે કરણ જોહરે મિત્રતાના કિસ્સા સંભળાવ્યા હતા, કાજોલ સાથેની પહેલી મુલાકાતમાં એટલું અપમાન થયું હતું કે પાર્ટી છોડીને જતા રહ્યા

એક વર્ષ પહેલા

ઘણા બોલિવૂડ સેલેબ્સ ક્લોઝ ફ્રેન્ડ્સ છે. કાજોલ અને કરણ જોહર પણ તેમાંના એક છે. હાલમાં જ 'ધ કપિલ શર્મા શો'નો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં કરણ જોહર અને કાજોલ તેમની મિત્રતાને લઈને અમુક રસપ્રદ વાતો કરતા દેખાયાં. કરણે શોમાં જણાવ્યું હતું કે તે કાજોલને અંદાજે 30 વર્ષથી જાણે છે અને બંનેની પહેલી મુલાકાત પણ ઘણી રસપ્રદ રીતે થઇ હતી.

પાર્ટીમાં કાજોલ- કરણ મળ્યા હતા
કરણે શોમાં જણાવ્યું, 'કાજોલ સાથે મારી મુલાકાત એક બોલિવૂડ પાર્ટી દરમ્યાન થઇ હતી ત્યારે મારી ઉંમર લગભગ 17 વર્ષની હતી. તનુજા આંટીએ જ્યારે તેમની દીકરી કાજોલ સાથે મને પહેલીવાર મળાવ્યો ત્યારે વિચિત્ર ઘટના થઇ. કાજોલ મને જોઈને જોર-જોરથી હસવા લાગી અને સતત હસતી જ રહી. એટલું જ નહીં, તે જ્યારે પણ મને પાર્ટીમાં જોતી તો તે હસ્યા જ કરતી. ત્યાં સુધી કે જ્યારે તનુજા આંટીએ અમને ડાન્સ ફ્લોર પર ડાન્સ કરવા મોકલ્યા તો પણ કાજોલ મને જોઈને હસતી જ રહી હતી. આ જોઈને મને ઘણું ખરાબ લાગ્યું. મને લાઈફમાં આટલું અપમાનિત ક્યારેય ફીલ ન થયું હતું જેટલું તે દિવસે થઇ રહ્યું હતું. ત્યારબાદ મેં તે પાર્ટીને અધવચ્ચે છોડીને જવું જ યોગ્ય સમજ્યું.'

કાજોલે હસવાનું કારણ જણાવ્યું
કરણ પર હસવાનું કારણ જણાવતા કાજોલે કહ્યું કે, 'તે પાર્ટીમાં કરણ એકદમ તૈયાર થઈને પહોંચ્યો હતો. સૂટ- બૂટ, ટાઈ લગાવીને તો મને તે ગેટઅપમાં જોઈને ઘણું હસવું આવ્યું કે આખરે આટલું તૈયાર થઈને પાર્ટીમાં ભલા કોણ આવે છે?'

કરણે ફરિયાદ કરી

કરણે પણ કાજોલની મસ્તી કરતા કહ્યું કે આપણે આટલા વર્ષોથી મિત્રો છીએ પણ કાજોલ મને ક્યારેય બર્થડે પર વિશ નથી કરતી. તેનો ફોન કા તો જન્મદિવસના એક દિવસ પહેલાં આવે છે કા પછી જન્મદિવસ પછી, ક્યારેય 25 મેના મારા જન્મદિવસ પર આજ સુધી વિશ નથી કર્યું,.

એક સમયે દોસ્તીમાં તિરાડ પડી હતી
વર્ષ 2016માં કરણની ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' અને અજયની ફિલ્મ 'શિવાય'માં ક્લેશ થયો હતો. આ દરમ્યાન અજયે ટ્વીટ કરીને કરણ પર આરોપ લગાવ્યો હતો કે તેણે કમાલ આર ખાનને 'શિવાય' વિરુદ્ધ ટ્વીટ્સ કરવા માટે પૈસા આપ્યા છે. તે દરમ્યાન કાજોલે અજયને સપોર્ટ કરતા તે ટ્વીટને રીટ્વીટ કરીને કરણ સાથે વર્ષો જૂની દોસ્તી તોડી નાખી હતી. આ ઘટના બાદ કરણે પણ કાજોલ સાથે વાત ન કરી અને ઘણા વર્ષો સુધી બંને વચ્ચે વાતચીત બંધ રહી હતી પણ સમય સાથે બધું સુધરી ગયું અને ફરી બંને સારા મિત્રો બની ગયા.

અન્ય સમાચારો પણ છે...