તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોવિડ નેગેટિવ:કંગનાએ કોરોના સામેની લડાઈ અંગે કરી વાત તો યુઝર્સે પૂછ્યું- કોરોનાવાઈરસ તો ઠીક છે ને?

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કંગના રનૌત ફિલ્મ કરતાં સો.મીડિયામાં પોતાના બેબાક નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. થોડાં દિવસ પહેલાં કંગનાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 9 દિવસમાં જ કંગનાનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. કંગનાએ એક વીડિયો શૅર કરીને કહ્યું હતું કે તેણે કેવી રીતે કોરોનાને હરાવ્યો. જોકે, આ વીડિયો પર યુઝર્સે કંગનાને ટ્રોલ કરી હતી.

બહેનને કારણે વીડિયો બનાવ્યો
કંગનાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, હું કંઈ કોવિડ એક્સપર્ટ નથી, પરંતુ વાઈરસ સાથેની મારી લડાઈ શૅર કરી રહી છું. આશા છે કે તમને મદદ થશે. આ વીડિયોમાં કંગનાએ કહ્યું હતું, 'મારે તો કંઈ જ કહેવું નહોતું, કારણ કે ગઈ વખતે જ્યારે મેં કોરોનાને સ્મોલ ટાઈમ ફ્લૂ કહ્યો હતો ત્યારે કેટલાંક લોકોને તકલીફ થઈ હતી. જોકે, મારી બહેને મને કહ્યું કે આપણે પોઝિટિવ બાબતો તરફ જોવું જોઈએ. કોરોનાને હરાવાવની મારી જર્નીમાંથી અન્ય લોકોને મદદ મળી શકે છે. આથી જ મેં તેમના માર્ગદર્શન માટે આ વીડિયો બનાવ્યો છે.'

કેવી રીતે કોરોના સામેનો જંગ જીત્યો
કંગનાએ વધુમાં કહ્યું હતું, 'તમે આ પ્રોબ્લમને ત્રણ ભાગમાં વહેંચી દો. ફિઝિકલ, મેન્ટલ તથા ઈમોશનલ. ઉકાળો પીઓ, પ્રાણાયામ-યોગ કરો. જે પણ યોગ આવડે તે કરો. મેં આ બધું જ કર્યું હતું. મેન્ટલ સપોર્ટ માટે મંત્ર જાપ કરો. જો તમે માત્ર 'ઓમ'નો જાપ કરશો તો તે કરો. હું હનુમાન ચાલીસા તથા ગાયત્રી મંત્ર બોલતી હતી. આનાથી મનને શાંતિ મળશે. પોઝિટિવ અપ્રોચથી મેં કોરોનાને સાતથી આઠ દિવસમાં હરાવ્યો.

યુઝર્સે ટ્રોલ કરી

કંગનાએ પોતાના વીડિયોમાં એમ કહ્યું હતું કે સો.મીડિયામાં તેના માટે અભિવ્યક્તિની કોઈ આઝાદી નથઈ અને લોકો તેના નિવેદનોથી આહત થઈ જાય છે. આ મુદ્દે યુઝર્સે કંગનાને ટ્રોલ કરી હતી. કેટલાંક યુઝર્સે કહ્યું હતું કે જો આવું છે તો તે હજી સુધી કેમ સો.મીડિયામાં છે.

આ પહેલાં કહ્યુ હતું, કોવિડ સાથેના જંગ અંગે વાત નહીં કરું

આ પહેલાં કંગનાએ કહ્યું હતું, 'હેલ્લો, આજે મારો કોવિડનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હું આ અંગે તમને ઘણું જ કહેવા મગું છે કે મેં વાઈરસને કેવી રીતે હરાવ્યો, પરંતુ મને કહેવામાં આવ્યું છે કે કોવિડ ફેન ક્લબની લાગણીઓને ઠેસ ના પહોંચાડું. હા સાચે જ એવા લોકો છે, જે વાઈરસના અપમાનથી દુઃખી થઈ જાય છે. તમારા તમામના પ્રેમ તથા દુઆઓ માટે આભાર.'

કંગનાએ વીડિયો શૅર કરી કોરોના સામે કેવી રીતે જીતી તે અંગ વાત કરી હતી