તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્લેશબેક:જ્યારે જયા બચ્ચન શાહરુખ પર થયા હતાં ગુસ્સે, કહ્યું હતું- જો તે મારા ઘરે હોત તો હું તેને તમાચો મારી દેત

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સલમાન-શાહરુખના ઝઘડા પર જયા બચ્ચને આ વાત કહી હતી
  • શાહરુખે ઝઘડા દરમિયાન સલમાનની પૂર્વ પ્રેમિકા અંગે કમેન્ટ્સ કરી હતી, જેમાં ઐશ્વર્યા રાય પણ સામેલ હતી

શાહરુખ ખાન તથા સલમાન ખાનના ઝઘડામાં એક્ટરે સલમાનની પૂર્વ પ્રેમિકા અંગે કેટલીક કમેન્ટ્સ કરી હતી, જેમાં ઐશ્વર્યા રાયનો પણ ઉલ્લેખ હતો. શાહરુખ ખાનની આ વાતો સાંભળીને ઐશ્વર્યાની સાસુમા એટલે કે જયા બચ્ચન ઘણાં જ નારાજ થયા હતા. આ જ કારણે તેમણે શાહરુખને થપ્પડ મારવાની વાત કરી દીધી હતી. શાહરુખ તથા જયાએ 'કભી ખુશી કભી ગમ'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં જયા બચ્ચન એક્ટરની માતાના રોલમાં હતાં.

જયા બચ્ચન શાહરુખથી નારાજ
જયા બચ્ચનને જ્યારે સલમાન-શાહરુખના ઝઙડા અંગે પૂછવામાં આવ્યું કે શું તે શાહરુખથી નારાજ છે તો તેમણે કહ્યું હતું, 'હા, હું છું. મને શાહરુખ સાથે વાત કરવાની તક ના મળી, પરંતુ તે ભવિષ્યમાં ચોક્કસથી આ અંગે વાત કરશે. જો શાહરૂખ તેમના ઘરે હોત તો હું તેને થપ્પડ જ મારી દેત. જેવી રીતે હું મારા દીકરા અભિષેક સાથે વ્યવહાર કરું છું, તેવો જ વ્યવહાર શાહરુખ ખાન સાથે છે. તેની સાથે મારું ખાસ બોન્ડિંગ છે.'

બચ્ચનની દિવાળી પાર્ટીમાં શાહરુખ પત્ની ગૌરી સાથે
બચ્ચનની દિવાળી પાર્ટીમાં શાહરુખ પત્ની ગૌરી સાથે

બચ્ચન પરિવાર-શાહરુખ વચ્ચે ખાસ સંબંધો
બચ્ચન પરિવાર તથા શાહરુખ વચ્ચે સારું બોન્ડિંગ છે. બચ્ચન પરિવારની પાર્ટી તથા અન્ય પ્રસંગમાં શાહરુખ હાજરી આપે છે. થોડાં વર્ષ પહેલાં અમિતાભે પોતાની પૌત્રી આરાધ્યાની જન્મદિવસની પાર્ટીની તસવીર શૅર કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું, 'આ અબરામ છે, શાહરુખનો નાનો દીકરો. તે વિચારે છે, વિશ્વાસ કરે છે અને ડાઉટમાં છે કે હું તેના પિતાનો પિતા છું અને વિચારે છે કે શાહરુખના પિતા તેમની સાથે કેમ રહેતા નથી.'

અન્ય સમાચારો પણ છે...