જાહન્વી કપૂરે જ્યારે સ્મૃતિ ઈરાનીને આંટી કહ્યું હતું:પછી માફી માગી, ટ્રોલર્સે સ્મૃતિ ઈરાનીને ખરું-ખોટું સંભળાવ્યું ને કહ્યું- આંટી નહીં કહે તો શું કહેશે?

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

જાહન્વી કપૂરનો 6 માર્ચના રોજ 26મો જન્મદિવસ છે. આ દરમિયાન સો.મીડિયામાં જાહન્વીનો એક જૂનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં જાહન્વીએ સ્મૃતિ ઈરાનીને આંટી કહ્યું હતું. જોકે, પછી જાહન્વીએ આંટી બોલવા બદલ માફી માગી હતી.

આ વીડિયો સ્મૃતિ ઈરાનીએ સો.મીડિયામાં પણ શૅર કર્યો હતો અને કહ્યું હતું કે જાહન્વી પહેલાં આંટી કહેતી હતી અને પછી પ્રેમથી માફી માગી. સ્મૃતિ ઈરાનીની આ પોસ્ટ બાદ સો.મીડિયા યુઝર્સે સ્મૃતિ ઈરાનીને ટ્રોલ કરી હતી.

આંટી કહેતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું, આ આજકાલના બાળકો
આ ઘટના વર્ષ 2018ની છે. એરપોર્ટ પર સ્મૃતિ ઈરાની તથા જાહન્વી કપૂર એકબીજાને મળ્યા હતા. આ વીડિયો સ્મૃતિ ઈરાનીએ સો.મીડિયામાં પોસ્ટ કર્યો હતો. આ વીડિયો પોસ્ટ કરીને સ્મૃતિ ઈરાનીએ કેપ્શન આપ્યું હતું, કોઈ બીજાએ શૂટ કરેલી મોમેન્ટ..જ્યારે જાહન્વી કપૂર તમને સતત આંટી કહે છે અને પછી પ્રેમથી માફી માગે છે અને તમે બોલો છે કોઈ વાત નહીં બેટા. આ આજકાલના બાળકો. આ ઉપરાંત હેશટૅગ કરીને સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે આંટી કિસકો બોલા.

સો.મીડિયા યુઝર્સે સ્મૃતિ ઈરાનીને ટ્રોલ કરી
સ્મૃતિ ઈરાનીના આ કેપ્શન પર સો.મીડિયા યુઝર્સે ટ્રોલ કરી હતી. એક યુઝરે કમેન્ટ કરી હતી કે તમે રાજકારણમાં કેમ આવી ગયા, તમારે ટીવીમાં જ કામ કરવું જોઈએ. અન્ય એકે કહ્યું હતું કે તમને આંટી નહીં તો શું કહે.

સ્મૃતિ ઈરાનીના સપોર્ટમાં આવ્યા યુઝર્સ
કેટલાંક યુઝર્સે ટ્રોલિંગ કર્યું તો કેટલાંક યુઝર્સે સ્મૃતિ ઈરાનીની સેન્સ ઑફ હ્યુમરના વખાણ પણ કર્યા હતા. એક યુઝરે કહ્યું હતું કે કોઈને એ નથી દેખાતું કે તેમણે જાહન્વી કપૂરને બેટા પણ કહ્યું છે. લોકો બસ આંટી પર કમેન્ટ કરે છે. હદ છે.

જાહન્વી રુમર્ડ બોયફ્રેન્ડ સાથે બર્થડે સેલિબ્રેટ કરશે
માનવામાં આવે છે કે જાહન્વી પોતાનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે વિદેશ ગઈ છે. એરપોર્ટ પર તે પરિવાર ઉપરાંત રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહરિયા સાથે જોવા મળી હતી.

જાહન્વીના અપકમિંગ પ્રોજેક્ટ્સ
જાહન્વી હાલમાં નિતેશ તિવારીની ફિલ્મ 'બવાલ'માં વરુણ ધવનની સાથે કામ કરી રહી છે. ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે. આ ઉપરાંત તે 'દોસ્તાના 2' તથા 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...