તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપવીતી:બોબી દેઓલના 'આશ્રમ 2'ની એક્ટ્રેસ અનુપ્રિયાનો ઘટસ્ફોટ, 18 વર્ષની ઉંમરમાં આધ્યાત્મિક ગુરુએ ફાયદો ઉઠાવાની ટ્રાય કરી હતી

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રકાશ ઝાની વેબ સિરીઝ 'આશ્રમ' અને 'આશ્ર્મ 2'માં દેખાઈ ચૂકેલી એક્ટ્રેસ અનુપ્રિયા ગોયંકાએ ખુલાસો કર્યો છે કે રીયલ લાઈફમાં એક આધ્યાત્મિક ગુરુએ તેનો ફાયદો ઉઠાવાની ટ્રાય કરી હતી.

ETimes સાથેની વાતચીતમાં અનુપ્રિયાએ કહ્યું, 'મારો પરિવાર તે બાબા પર ખૂબ ભરોસો કરતો હતો. હું પણ તેમના પર વિશ્વાસ કરવા લાગી. તેમની વાતો લોજિકલ હોતી હતી અને તે સાચી વાતો કરતા હતા. તે પ્રેક્ટિકલ લાગતા હતા પણ હું જ્યારે 18 વર્ષની હતી ત્યારે તેમણે મારો ફાયદો ઉઠાવવાની ટ્રાય કરી હતી. આ કારણે હું લાંબા સમય સુધી ડરેલી રહી.

ભગવાનનો આભાર કે મેં તેને મારો ફાયદો ન ઉઠાવવા દીધો. હું તેનાથી બચવામાં સફળ રહી. પહેલાં મને વિશ્વાસ થતો ન હતો કે મારી સાથે શોષણની ટ્રાય થઇ રહી છે. મને તે માનવામાં સમય લાગ્યો.

શરૂઆતમાં મને ખુદ પર ડાઉટ થઇ રહ્યો હતો કે હું તેમના પર આટલો ભરોસો કરું છું કે એવું થઇ જ ન શકે જેવું હું વિચારી રહી છું પણ પછી મને ધીરે ધીરે સમજાયું કે તેના ઈરાદા શું છે.'

'આશ્રમ'માં બની ફોરેન્સિક એક્સપર્ટ
વેબસિરીઝ 'આશ્રમ'માં બોબી દેઓલ આધ્યાત્મિક ગુરુ બાબા નિરાલાના રોલમાં છે. અનુપ્રિયા, એક ફોરેન્સિક એક્સપર્ટ નતાશાનો રોલ પ્લે કરી રહી છે. પોતાના રોલ વિશે તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'ફોરેન્સિક એક્સપર્ટ નતાશાની ડિટેક્ટિવ મેન્ટાલિટી છે અને તે માત્ર એક ડોક્ટર જ નથી પણ ડિટેક્ટિવને પણ કેસ સોલ્વ કરવામાં મદદ કરે છે અને હંમેશાં સત્યનો સાથ આપે છે.'

'પદ્માવત'માં દેખાઈ હતી

અનુપ્રિયાએ 'પદ્માવત', 'ટાઇગર ઝિંદા હૈ, જેવી ફિલ્મમાં અભિનય કર્યો છે, ઉપરાંત 'ક્રિમિનલ જસ્ટિસ' જેવી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે અને તેના કામના વખાણ થયા છે.

અન્ય સમાચારો પણ છે...