તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યાદોમાં દિલીપ કુમાર:જ્યારે સંતાન માટે દિલીપ કુમારે સાયરાને ડિવોર્સ આપ્યા વગર બીજીવાર નિકાહ કર્યા હતા

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયરાબાનો સાથેના લગ્નજીવનના 14 વર્ષ બાદ દિલીપ કુમારે બીજીવાર લગ્ન કર્યા હતા

11 ડિસેમ્બર, 1922માં પેશાવર, પાકિસ્તાનમાં જન્મેલા દિલીપ કુમાર પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહ્યા હતાં, જેમ કે, સાયરાબાનો સાથે લગ્નના 14 વર્ષ પછી તેમણે હૈદરાબાદની અસ્મા રહેમાન સાથે બીજા લગ્ન કર્યા હતા. તે સમયે એવી ચર્ચા હતી કે સાયરા મા નથી બની શકતી આથી દિલીપ સાહેબે બીજા લગ્ન કર્યા હતા.

હૈદરાબાદમાં પહેલી મુલાકાત
દિલીપ કુમાર તથા અસ્માની પહેલી મુલાકાત હૈદરાબાદમાં એક ક્રિકેટ મેચ દરમિયાન થઈ હતી. અસ્મા પોતાના પતિ સાથે આવી હતી. અસ્મા ત્રણ સંતાનોની માતા હતી. દિલીપ કુમારની બહેનો ફૌઝિયા-સઈદા તથા અસ્મા મિત્રો હતા. બંને બહેનોએ જ દિલીપ કુમાર તથા અસ્માની મુલાકાત કરાવી હતી. આ પહેલી મુલાકાત બાદ બંને વચ્ચે મિત્રતા બંધાઈ અને પછી બંનેએ નિકાહ કર્યાં હતાં.

ઘણાં દિવસો સુધી નિકાહ છુપાવીને રાખ્યા હતા
દિલીપ કુમારે પ્રથમ પત્ની સાયરાબાનોને ડિવોર્સ આપ્યા વગર જ અસ્મા સાથે નિકાહ કર્યા હતા. તેમણે આ નિકાહ ઘણાં દિવસો સુધી છુપાવીને રાખ્યા હતા. જોકે, તેમના આ લગ્ન માત્ર બે વર્ષ જ ટક્યા હતા. બે વર્ષમાં જ તેમણે અસ્માને ડિવોર્સ આપી દીધા હતા અને તેઓ સાયરાબાનો પાસે પરત ફર્યા હતા.

આ કારણે બીજી પત્નીને ડિવોર્સ આપ્યા હતા
માનવામાં આવે છે કે અસ્માએ પૂર્વ પતિ સાથે મળીને દિલીપ કુમાર સાથે વિશ્વાસઘાત કર્યો હતો. દિલીપ કુમારને આ વાતની જાણ થઈ ગઈ હતી. આથી જ તેમણે આસ્માને ડિવોર્સ આપી દીધા હતા. રિપોર્ટ પ્રમાણે, ડિવોર્સ બાદ અસ્મા પહેલા પતિ પાસે પરત ફરી હતી.

અન્ય સમાચારો પણ છે...