'ભાઈજાન'ની મજાક:અનન્યા પાંડેએ મફતમાં કાર માગી, સલમાન ખાને કહ્યું- 'ચંકી પાંડેની દીકરી છે, બાપ પર ગઈ છે'

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સલમાન ખાન, ચંકી-અનન્યા પાંડે. - Divya Bhaskar
સલમાન ખાન, ચંકી-અનન્યા પાંડે.
  • IIFAમાં સલમાન ખાન એક્ટર રિતેશ દેશમુખ સાથે શો હોસ્ટ કરતો જોવા મળશે

બોલિવૂડ સ્ટાર સલમાન ખાન હાલમાં જ અનન્યા પાંડે તથા વરુણ ધવન સાથે IIFA (ઇન્ટરેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી અવોર્ડ)ની પ્રેસ કોન્ફરન્સમાં જોવા મળ્યો હતો. અહીંયા સલમાને અનન્યા પાંડેની મજાક ઉડાવી હતી.

સલમાને અનન્યાની મજાક કરી
ઇવેન્ટમાં હોસ્ટ મનીષ પોલે સલમાનને અનન્યા પાંડેને ટિપ્સ આપવાનું કહ્યું હતું. અનન્યા પાંડે પહેલી જ વાર IIFAમાં ડેબ્યૂ કરવાની છે. સલમાને અનન્યાને કહ્યું હતું કે ગાડીની કંપની આ ઇવેન્ટને સ્પોન્સર કરે છે. તો તારે તેમની પાસે મફતમાં કાર માગવી જોઈએ.

ડાબેથી, મનીષ પોલ, સલમાન ખાન, અનન્યા પાંડે, વરુણ ધવન.
ડાબેથી, મનીષ પોલ, સલમાન ખાન, અનન્યા પાંડે, વરુણ ધવન.

અનન્યા મફત કાર માગી પણ લીધી
સલમાનની વાત સાંભળીને અનન્યાએ સ્પોન્સર પાસે મફતમાં ગાડી માગી હતી. સ્પોન્સર પણ અનન્યાને મફતમાં કાર આપવા તૈયાર થઈ જાય છે.

સલમાને કહ્યું, બાપ પર ગઈ છે
અનન્યા તથા સ્પોન્સરની વાતો સાંભળ્યા બાદ સલમાને તરત જ કહ્યું હતું કે ચંકી પાંડેની દીકરી છે અને બાપ પર ગઈ છે. ઉલ્લેખનીય છે કે ચંકી પાંડે બોલિવૂડમાં પોતાની કજૂંસાઈને કારણે જાણીતો છે. IIFAમાં સલમાન ખાન એક્ટર રિતેશ દેશમુખ સાથે હોસ્ટ કરશે.

સલમાન ખાન-અનન્યા પાંડે.
સલમાન ખાન-અનન્યા પાંડે.

અનન્યા પાંડેના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 'લાઇગર' તથા 'ખો ગયે હમ કહા'માં જોવા મળશે. સલમાન ખાન 'ટાઇગર 3'માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.