બિગ બીએ મજાક કરી:અમિતાભ બચ્ચને SRKની હાઇટની ઠેકડી ઉડાવી તો જવાબમાં કિંગ ખાને કહ્યું- 'મારી પાસે લાંબી પત્ની છે'

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

'કભી ખુશી કભી ગમ', 'મોહબ્બતેં', 'વીરઝરા' જેવી હિટ ફિલ્મમાં સાથે જોવા મળેલા શાહરુખ ખાન-અમિતાભ બચ્ચન પોતાના હાજર જવાબીપણાને કારણે ચાહકોમાં લોકપ્રિય છે. હાલમાં સો.મીડિયામાં એક જૂનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં બંને એકબીજાની હાઇટની મજાક ઉડાવે છે.

2005નો વીડિયો વાઇરલ
વાઇરલ વીડિયો 2005નો છે. શાહરુખ ખાન 'મૈં હૂ ના'ના પ્રમોશન માટે તથા અમિતાભ બચ્ચન 'બ્લેક'ના પ્રમોશન માટે 'કૉફી વિધ કરન'ના શોમાં આવ્યા હતા. હોસ્ટ કરને અમિતાભને સવાલ કર્યો હતો કે એવી કઈ વસ્તુ છે, જે તમારી પાસે છે પણ શાહરુખ ખાન પાસે નથી. આના જવાબમાં બિગ બીએ કહ્યું હતું, 'હાઇટ.'

કરને આ જ સવાલ શાહરુખને કર્યો ત્યારે તેણે જવાબમાં કહ્યું હતું, 'એક લાંબી પત્ની, મારા મતે તો...'

ઉલ્લેખનીય છે કે બિગ બીની પત્ની જયા બચ્ચનની ઊંચાઈ પતિ કરતાં ઓછી છે. આ વાતને ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'માં પણ હાઇલાઇટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં શાહરુખ દીકરાના રોલમાં હતો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો બિગ બીની 'ઝુંડ' હાલમાં જ રિલીઝ થઈ છે. ત્યારબાદ તેઓ 'બ્રહ્માસ્ત્ર', 'ધ ઇન્ટર્ન', 'ગુડબાય', 'રનવે 34'માં જોવા મળશે. શાહરુખ ખાની 'પઠાન' આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થશે.