બોલિવૂડ સ્ટાર કપલ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે 14 એપ્રિલના રોજ મુંબઈ સ્થિત પોતાના ઘરમાં જ લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ બંને મીડિયાની સામે આવ્યાં હતાં. રણબીરે આલિયાને ખોળામાં ઊંચકી લીધી હતી. આલિયાએ લગ્નમાં રણબીરની પસંદનું ખાસ ધ્યાન રાખ્યું હતું. તેની મહેંદી ડિઝાઇન, કલીરે તથા મંગળસૂત્રમાં આ વાત ખાસ જોવા મળી હતી.
ચૂંદડીમાં ખાસ વાત હતી
ગોલ્ડન એન્ડ વ્હાઇટ થીમ પર યોજાયેલા આ લગ્નમાં આલિયા ભટ્ટે મેચિંગ રંગની ચૂંદડી ઓઢી હતી. આલિયાની ચૂંદડીમાં 14 એપ્રિલ, 2022 લખવામાં આવ્યું હતું.
મંગળસૂત્ર-કલીરેમાં 8નું કનેક્શન
આલિયા ભટ્ટના મંગળસૂત્ર તથા કલીરેમાં ઇન્ફિનિટી સાઇન જોવા મળી હતી. આલિયાએ મહેંદીમાં પણ આ જ ડિઝાઇન કરાવી હતી. નોંધનીય છે કે રણબીર માટે 8 નંબર લકી છે.
વરમાળા દરમિયાન રણબીર કપૂર નીચે બેસી ગયો
આલિયા-રણબીરનો વરમાળા દરમિયાનનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે વરમાળા દરમિયાન આલિયા જ્યારે રણબીરને વરમાળા પહેરાવે છે તો રણબીરને સંબંધીઓએ ઊંચકી લીધો હતો. આલિયા વરમાળા પહેરાવી શકતી નહોતી, આ સમયે રણબીર ઘૂંટણિયે બેસી ગયો હતો અને આલિયાએ વરમાળા પહેરાવી હતી.
સાત નહીં, ચાર ફેરા લીધા
આલિયાના ભાઈએ કહ્યું હતું કે આલિયા તથા રણબીરે સાતને બદલે ચાર જ ફેરા લીધા હતા. લગ્ન બાદ બંનેએ કેક કટિંગ કર્યું હતું.
ડાન્સ કર્યો
લગ્ન બાદ રણબીર તથા આલિયાએ ડાન્સ પણ કર્યો હતો. આ સમયે રણબીરે વ્હાઇટ કુર્તા પાયજામા સાથે રેડ જેકેટ પહેર્યું હતું અને આલિયાએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો. રણબીર-આલિયાએ શાહરુખ ખાનની ફિલ્મ 'દિલ સે'ના ગીત 'છૈયા છૈયા..' પર ડાન્સ કર્યો હતો. આલિયાએ કરન જોહર સાથે 'રાધા તેરી ચુનરી..' પર ડાન્સ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.