તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બર્થડે:અક્ષય કુમારે ટ્વિંકલને લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્યારે માતા ડિમ્પલે એક વર્ષ સુધી લિવ ઈનમાં રહેવાની શરત મૂકી હતી

મુંબઈ2 મહિનો પહેલા

ટ્વિંકલ ખન્ના 47 વર્ષની થઈ ગઈ છે. સુપરસ્ટાર અક્ષય કુમારની સાથે તેની લવ સ્ટોરી ઘણી જ રસપ્રદ છે. કહેવાય છે કે જ્યારે ટ્વિંકલની ફિલ્મ 'મેલા' રિલીઝ થઈ હતી ત્યારે અક્ષયે તેને પ્રપોઝ કર્યું હતું. તે સમયે ટ્વિંકલે જવાબ આપ્યો હતો કે જો તેની આ ફિલ્મ ફ્લોપ જશે તો તે લગ્ન કરી લેશે. ફિલ્મ ફ્લોપ જતાં જ બંનેએ લગ્ન કરી લીધા હતા.

લગ્ન પહેલાં લિવ ઈનમાં રહેતા હતા
અક્ષય તથા ટ્વિંકલની પહેલી મુલાકાત ફોટોશૂટ દરમિયાન થઈ હતી. ડિમ્પલે ટ્વિંકલ તથા અક્ષય સમક્ષ શરત મૂકી હતી કે લગ્ન પહેલાં બંનેએ એક વર્ષ સુધી લિવ ઈનમાં રહેવું પડશે. જો એક વર્ષમાં બધું ઠીક રહ્યું તો તે લગ્નની પરવાનગી આપશે.

માતાની શરત પ્રમાણે ટ્વિંકલે અક્ષય સાથે લિવ ઈનમાં રહેવાનું શરૂ કર્યું હતું. બંને એક વર્ષ સુધી સાથે રહ્યાં હતાં. ત્યારબાદ બંનેએ જાન્યુઆરી, 2001માં લગ્ન કર્યાં હતાં. ટ્વિંકલે પુત્ર આરવને 2002માં જન્મ આપ્યો હતો. દીકરી નિતારાનો જન્મ 2012માં થયો હતો.

નિતારાના જન્મ પહેલાં ટ્વિંકલે શરત મૂકી હતી કે જો અક્ષય વ્યવસ્થિત રીતે ફિલ્મમાં કામ કરવાનું શરૂ કરશે તો જ તે બીજા બાળકનું પ્લાનિંગ કરશે. અક્ષયે પત્નીની વાત માનીને ફિલ્મની પસંદગી પર ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું હતું.

રોજ રાત્રે રમી રમે છે
અક્ષય કુમાર ઈન્ડસ્ટ્રીમાંથી એવા કલાકારમાં સામેલ છે, જે મોડી રાત સુધી કામ કરતો નથી. તે સવારે ચાર વાગે ઊઠી જાય છે. તેની લાઈફ સ્ટાઈલમાં ટ્વિંકલ પણ પૂરો સાથ આપે છે. 'કૉફી વિધ કરન'ના શોમાં જ્યારે કરને ટ્વિંકલને પૂછ્યું હતું કે અક્ષયની સવારે વહેલા ઊઠવાની અને રાત્રે વહેલા સૂવાની આદતને ફોલો કરવામાં તેને કેટલો સમય થયો હતો? જવાબમાં ટ્વિંકલે કહ્યું હતું કે તે શરૂઆતથી જ સવારે વહેલી ઊઠે છે અને રાત્રે જલદી સૂઈ જાય છે. તેઓ રોજ રાત્રે રમી રમે છે.

લગ્ન બાદ સરનેમ ના બદલવા માટે આ કારણ આપ્યું હતું
અક્ષય-ટ્વિંકલને લગ્નને 19 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજે પણ ટ્વિંકલે પોતાની સરનેમ બદલી નથી. તે પોતાના નામની પાછળ પિતાની સરનેમ ખન્ના જ લગાવે છે. થોડાં વર્ષ પહેલાં સોશિયલ મીડિયા યુઝરે ટ્વિંકલને આમ કરવાનું કારણ પૂછ્યું હતું. તે સમયે ટ્વિંકલે કહ્યું હતું કે અનેક લોકો તેને આ વાત કહે છે પરંતુ આટલી કડકાઈથી ક્યારેય પૂછતા નથી, જેટલી આ સજ્જન વ્યક્તિએ બતાવી છે. તેની સરનેમ હંમેશાં ખન્ના જ રહેશે. ત્યારબાદ તેણે હેશટૅગ #MarriedNotBranded પણ શૅર કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો