એક્ટ્રેસ તે હોળી ક્યારેય નહીં ભૂલે:જ્યારે અભિષેક બચ્ચન-સૈફ અલી ખાને ભાગ્યશ્રીને ઊંચકીને પૂલમાં ફેંકી, પતિ દિવસો સુધી નારાજ રહ્યો હતો

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધુળેટી રમવામાં ઘણીવાર એવી ભૂલો થઈ જતી હોય છે કે પછી તે યાદ કરીને હસવું આવે અથવા તો શરમ આવે. આવું જ કંઈક 'મૈંને પ્યાર કિયા' ફૅમ એક્ટ્રેસ ભાગ્યશ્રી સાથે થયું હતું. ભાગ્યશ્રી પતિ હિમાલય સાથે અમિતાભ બચ્ચનની હોળી પાર્ટીમાં ગઈ હતી. પાર્ટીને કારણે એક્ટ્રેસે દિવસો સુધી પતિની નારાજગી સહન કરી હતી.

અમિતાભ ગ્રાન્ડ હોળી પાર્ટી આપતા
અમિતાભ બચ્ચન પોતાના પ્રતિક્ષા બંગલામાં હોળીની ગ્રાન્ડ પાર્ટી આપતા હતા. અમિતાભ તમામ મહેમાનોનું અંગત રીતે ધ્યાન રાખતા. આ પાર્ટીમાં પાણીથી ભરેલા મોટાં મોટાં ટબ રાખવામાં આવતા હતા. જોકે, 2008માં મુંબઈ આતંકી હુમલા બાદ બિગ બીએ હોળી પાર્ટી આપવાનું બંધ કરી દીધું છે.

જ્યારે ભાગ્યશ્રીને પૂલમાં ફેંકવામાં આવી
ભાગ્યશ્રીને હોળીનો તહેવાર ખાસ પસંદ નથી. જોકે, તે પતિ સાથે બિગ બીની હોળી પાર્ટીમાં ગઈ હતી. ભાગ્યશ્રીએ આ કિસ્સો રિયાલિટી શો 'સ્માર્ટ જોડી'માં સંભળાવ્યો હતો. હિમાલયે કહ્યું હતું, 'ભાગ્યશ્રી મોટાભાગે હોળીના દિવસે રૂમમાં બંધ થઈ જતી અને મને રૂમની બહાર મોકલી દેતી. એકવાર અમિતાભ બચ્ચને હોળી પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું અને ભાગ્યશ્રી તેમને ના પાડી શકી નહીં. અમે પાર્ટીમાં ગયા હતા. અહીંયા સૈફ અલી ખાન તથા અભિષેક બચ્ચન દોડીને અમારી પાસે આવ્યા હતા. તેમણે ભાગ્યશ્રીને ઊંચકીને પાણીથી ભરેલા ટબમાં પેંકી દીધી હતી.'

હિમાલાય નારાજ થઈ ગયો
હિમાલયે વધુમાં કહ્યું હતું, 'તે સમયે હું ભાગ્યશ્રી પર ગુસ્સે થયો હતો. આમ તો તે હોળી રમતી નથી, પરંતુ તે દિવસે તેણે બધાની સાથે હોળી રમી હતી. જોકે, પછી મેં તેને માફ કરી દીધી હતી અને ભાગ્યશ્રીએ વચન આપ્યું હતું કે તે હવે દર વર્ષે મારી સાથે હોળી રમશે.'

ભાગ્યશ્રીનો જન્મ 23 ફેબ્રુઆરી, 1969માં મુંબઈમાં થયો છે. ભાગ્યશ્રી રોયલ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તે સાંગલીની રાજકુમારી છે. તેનું પૂરું નામ શ્રીમંત રાજકુમારી ભાગ્યશ્રી રાજે પટવર્ધન છે. 'મૈંને પ્યાર કિયા' બાદ ભાગ્યશ્રીએ 21 વર્ષની ઉંમરમાં 1990માં હિમાલય દસાની સાથે લગ્ન કર્યા હતા. ભાગ્યશ્રીને દીકરો અભિમન્યુ દસાની તથા દીકરી અવંતિકા છે. ભાગ્યશ્રી છેલ્લે ફિલ્મ 'રાધે શ્યામ'માં જોવા મળી હતી. ભાગ્યશ્રીનો દીકરો અભિમન્યુ પણ ફિલ્મ એક્ટર છે.

અન્ય સમાચારો પણ છે...