વાતચીત:અમિતાભ બચ્ચન અને સલમાન ખાનની સાથે કામ કરવા અંગે રોહિત શેટ્ટીએ કહ્યું- અત્યારે મારી પાસે તેમના માટે કોઈ સ્ટોરી નથી

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોહિત અમિતાભ બચ્ચન અને સલમાનની સાથે કામ કરી શકે છે કે નહીં એ સમય બતાવશે- રોહિત શેટ્ટી
  • અત્યારે અમે આગામી 'સિંઘમ' ફિલ્મ પર ધ્યાન આપી રહ્યા છીએ, કેમ કે 2014 બાદથી એક પણ 'સિંઘમ' ફિલ્મ નથી બની

ફિલ્મમેકર રોહિત શેટ્ટીને એક ઈન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું કે શું તે આગળ જઈને અમિતાભ બચ્ચન અને સલમાન ખાનની સાથે કોઈ ફિલ્મ કરી શકે છે. તો જવાબમાં તેને આ વિશે પોતાની વાત રાખી અને તેની ના ન પાડી. રોહિતની ફિલ્મ 'સૂર્યવંશી'માં લીડ રોલ નિભાવી રહેલા અક્ષય કુમાર, અજય દેવગન અને રણવીર સિંહે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આશા વધારી દીધી છે. હવે રોહિતના ફેન્સે તેને કોપ યુનિવર્સ અને કોપ ફ્રેન્ચાઈઝીના ભવિષ્ય વિશે અટકળો લગાવવાનું શરૂ કરી દીધું છે.

રોહિત અમિતાભ બચ્ચન અને સલમાનની સાથે કામ કરી શકે છે
રોહિતે આ વિશે વાત કરતા જણાવ્યું, હું આ વિશે અત્યારે કંઈ કહી શકું તેમ નથી કેમ કે તે મારા તરફથી ખૂબ જ બેજવાબદારીભર્યું નિવેદન હશે. કેમ કે અત્યારે મારી પાસે તે સબ્જેક્ટ પર કોઈ સ્ટોરી નથી. જો મને એવી સ્ટોરી મળે છે તો હું તેના પર જરૂરથી કામ કરીશ, પરંતુ અત્યારે અમે આગામી 'સિંઘમ' ફિલ્મ પર ધ્યાન આપી રહ્યા છીએ, કેમ કે 2014 બાદથી એક પણ 'સિંઘમ' ફિલ્મ નથી બની.

2023માં રોહિત ફિલ્મ 'સિંઘમ 3' નું શૂટિંગ કરશે
રોહિતે આગળ જણાવ્યું કે. અમારી પાસે ઘણી સ્ટોરીઓ છે. અમે હજી સુધી કંઈ લખવાનું શરૂ નથી કર્યું. અમારી પાસે 'સિંઘમ' પર બેઝિક આઈડિયા છે, પરંતુ તે અમારી આગામી રિલીઝ નથી. મારી અપકમિંગ ફિલ્મ 'સર્કસ' હશે, જે આવતા વર્ષે રિલીઝ થશે અને ત્યારબાદ 2023માં ફિલ્મ 'સિંઘમ' નું શૂટિંગ શરૂ કરીશું.

'સિંઘમ 3' કલમ 370 પર આધારિત હશે
રિપોર્ટ્સના અનુસાર, 'સિંઘમ 3' કલમ 370ની પૃષ્ઠભૂમિ પર આધારિત હશે અને રોહિત શેટ્ટી જ આ ફિલ્મનું નિર્દેશન કરશે. ફિલ્મ સાચી ઘટનાને ટ્રેસ કરશે. ફિલ્મમાં એ બતાવવામાં આવશે કે સરકારના આ પગલાએ આતંકવાદી સંગઠનોને કેવી રીતે હચમચાવી દીધા. ફિલ્મના તાર 'સૂર્યવંશી' સાથે જોડાયેલા હોઈ શકે છે. આ ફિલ્મમાં બતાવવામાં આવશે કે કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં આતંકવાદીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એક રિપોર્ટમાં જણાવામાં આવ્યું હતું કે ફિલ્મ 'સિંઘમ 3'ની કહાની ત્યાંથી શરૂ થશે, જ્યાંથી 'સૂર્યવંશી' પૂરી થાય. જણાવી દઈએ કે અગાઉ સિંઘમ ફ્રેન્ચાઈઝીની બે ફિલ્મો 'સિંઘમ' અને 'સિંઘમ રિટર્ન્સ' રિલીઝ થઈ ગઈ છે.