તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડ્રગ્સ કેસમાં ફસાયેલા સેલેબ્સ:સ્ટાર્સની બ્રાન્ડ વેલ્યૂ પર શું અસર થઈ રહી છે? દીપિકા, સારા, શ્રદ્ધા અને ભારતી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી કરોડોની કમાણી કરે છે

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી બોલિવૂડના ઘણી હસ્તીઓના નામ ડ્રગ્સ કેસમાં આવ્યા છે. તપાસમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, રિયા ચક્રવર્તી જેવા સેલેબ્સની NCBએ કલાકો સુધી પૂછપરછ કરી હતી. ડ્રગ કનેક્શન સામે આવ્યા બાદ આ તમામ સેલેબ્સને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવે છે. આટલું જ નહીં હવે તેમની બ્રાન્ડ વેલ્યૂને પણ અસર થવાનું જોખમ વધી ગયું છે.

બ્રાન્ડ્સમાંથી બોલિવૂડ સ્ટાર્સ કેટલી કમાણી કરે છે?
ડ્રગ્સ કેસમાં ફસાયેલા સ્ટાર્સમાંથી હાલમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યૂ દીપિકા પાદુકોણની છે. દીપિકા માત્ર જાહેરાતમાં કામ કરીને વર્ષે 125થી 150 કરોડની કમાણી કરે છે. દીપિકા પાસે અંદાજે 30થી વધુ બ્રાન્ડ્સ છે, જેમાં બ્રિટાનિયા, લૉરિયલ, વિસ્તારા એરલાઈન, એક્સિસ બેંક, મેડલાઈફ, એપિગામિયા, કેલોગ્સ, ઓપ્પો સહિતની વિવિધ બ્રાન્ડ છે.

શ્રદ્ધા કપૂર પાસે પણ 8થી વધુ બ્રાન્ડ્સ છે, જેમાં ધ બોડી શોપ, વોગ, લેક્મે, વીટ, લિપ્ટન સામેલ છે. શ્રદ્ધા એક જાહેરમાંથી 25થી 40 કરોડની કમાણી કરી છે.

સારા અલી ખાન એક જાહેરમાંથી આઠથી 15 કરોડની કમાણી કરે છે. તેની પાસે વીવો, ફેન્ટા, ગાર્નિયર, પૂમા તથા મેબિલીન જેવી બ્રાન્ડ છે.

કંપનીઓ આક્ષેપો સાબિત થશે ત્યાં સુધી રાહ જોશે
ડ્રગ્સ કેસમાં બોલિવૂડના બિગ સેલેબ્સનું નામ સામે આવ્યા બાદ બ્રાન્ડ્સને આંચકો લાગ્યો છે. દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, અર્જુન રામપાલ, રકુલ પ્રીત સિંહ જેવા સેલેબ્સની NCBએ કલાકો સુધી પૂછપરછ કરી હતી. દરેકના નજર આ સેલેબ્સના નિવેદન પર હતી. જોકે, કોઈ પણ સેલેબ્સ પર અત્યાર સુધી કોઈ આક્ષેપ સાબિત થઈ શક્યો નથી. જ્યાં સુધી NCB કોઈ સેલેબ્સને દોષિત જાહેર ના કરે ત્યાં સુધી તે નિર્દોશ છે. કંપનીઓ પણ ચુકાદો આવે ત્યાં સુધી રાહ જોશે.

કોન્ટ્રાક્ટ રિન્યૂ દરમિયાન કંપનીઓ ઈચ્છે તો નવા સેલેબ્લ લઈ શકે છે પરંતુ હાલમાં કોઈ પણ સ્ટાર્સે બ્રાન્ડના કોન્ટ્રાક્ટ પૂરા કર્યાં નથી. જોકે, એ વાત પણ એટલી જ સાચી છે કે હાલના કોન્ટ્રાક્ટ સિવાય અન્ય નવી બ્રાન્ડ્સ આ સેલેબ્સને લેવા કે નહીં તે અંગે અવઢવમાં છે. દરેક કંપનીને હાલ ડર છે કે આ કેસ વધુ ચગ્યો તો બ્રાન્ડ પોતાની ગુડવીલ કે કસ્ટમર ગુમાવી ના દે.

સેલેબ્સ કમબેક કરી શકશે?
ડ્રગ્સ કેસમાં સેલેબ્સનું નામ સામે આવતાં ફિલ્મ 'બજરંગી ભાઈજાન' તથા 'પીકે' જેવી ફિલ્મની સીનિયર માર્કેટિંગ કન્સલ્ટન્ટ રહેલા દીપેશ શાહે વેબ પોર્ટલ પિંકવિલા સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'સેલિબ્રિટી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરે તે માત્ર માર્કેટિંગ એક્ટિવિટી જ નથી પરંતુ લોંગ ટર્મ રોકાણ તથા પાર્ટનરશિપ પણ છે. નેગેટિવ PRથી પ્રોડક્ટ પર અસર પડે છે પરંતુ આ થોડો સમય પૂરતી જ હોય છે. શું આપણે સેફ્ટીને કારણે મેગી અને કેડબરી ખાવાનું બંધ કરી દીધું? વિવાદને કારણે થોડો સમય પ્રોડક્ટ્સના વેચાણ પર અસર થાય છે પરંતુ બીજીવાર વિશ્વાસ આવી જતા લોકો પ્રોડક્ટ ખરીદવા લાગે છે.'

વધુમાં દીપેશ માને છે કે બોલિવૂડ સેલિબ્રિટી સારા પર્ફોર્મન્સ તથા સ્ટોરીથી દર્શકો સાથે બીજીવાર જોડાઈ શકે છે. કોઈ પણ સેલિબ્રિટીની જ્યાં સુધી ધરપકડ કરવામાં નથી આવતી ત્યાં સુધી તેને દોષી ગણી શકાય નહીં. કેસમાં નામ આવવાથી આ સેલેબ્સની બ્રાન્ડ વેલ્યૂને કોઈ નુકસાન થયું નથી.

ભારતી સિંહ બ્રાન્ડમાંથી 2 કરોડની વાર્ષિક કમાણી કરે છે
NCBના દરોડામાં ભારતી સિંહ તથા તેના પતિ હર્ષ લિમ્બાચિયાના ઘરમાંથી ગાંજો જપ્ત કર્યો હતો. પછી બંનેની ધરપકડ કરી હતી. પૂછપરછમાં હર્ષે ગાંજો લેવાની વાત કબૂલી હતી. ભારતી સિંહ સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે અને તેના ફેન ફોલોઈંગ પણ જબરજસ્ત છે. તે અંદાજે 18 બ્રાન્ડ પ્રમોટ કરે છે. આ જાહેરાત માટે ભારતીને 2 કરોડ રૂપિયા મળે છે.

ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ નુકસાન સહન કરવું પડશે
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પિક્ચર એન્ડ ક્રાફ્ટ કંપનીના હેડ પારુલ ચાવલાએ કહ્યું હતું કે કંપની છેલ્લાં કેટલાંક વર્ષોથી અનેક સોશિયલ મીડિયા ઈન્ફ્લૂઅન્સને હેન્ડલ કરે છે. યુવા પેઢી આ સેલેબ્સને પોતાના આઈડલ માને છે. જ્યારે સેલેબ્સ વિવાદમાં ફસાય છે ત્યારે તેમને આર્થિક નુકસાન થાય જ છે.

પારુલે કહ્યું હતું, 'સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેન ફોલોઈંગના હિસાબે બ્રાન્ડ આર્ટિસ્ટને સાઈન કરે છે. એ વાત તો નક્કી જ છે કે કંપની કોઈ પણ વિવાદમાં જોડવા માગે નહીં. જ્યારે સેલિબ્રિટી વિવાદમાં ફસાય ત્યારે બ્રાન્ડ પણ પોતાનું નામ હટાવી દે છે. કોન્ટ્રાક્ટમાં એવા અનેક ક્લોઝ હોય છે, જેમાં સેલિબ્રિટીને વચ્ચેથી બ્રાન્ડમાંથી હટાવી દેવાય છે અથવા કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવતો નથી.'

કંપની પોતાની ગુડવિલ ખરાબ થવા દેવા માગતી નથી
પારુલના મતે ભારતીના અનેક ચાહકો છે. યુવા પેઢી તેને આઈકોન મને છે. જ્યારે ભારતી પર ડ્રગ્સ જેવા ગંભીર આક્ષેપો મૂકવામાં આવે ત્યારે તેની સાથે જોડાયેલી અનેક બ્રાન્ડમાં ખળભળાટ મચી જાય. કંપની પોતાની ગુડવિલ ખરાબ થાય તેમ ઈચ્છે નહીં. આગામી દિવસોમાં કેટલીક બ્રાન્ડ્સ ભારતીને હટાવી દે તેવી શક્યતા છે.

વિવાદને કારણે આ સેલેબ્સને આર્થિક નુકસાન થયું હતું
આમિર ખાનઃ બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ એવા આમિર ખાને અસહિષ્ણુતા પર નિવેદન આપ્યું હતું. જેને કારણે સ્નેપડીલ તથા 'ઈનક્રેડિબલ ઈન્ડિયા' કેમ્પેન ગુમાવવું પડ્યું હતું.

દીપિકા પાદુકોણઃ વર્ષની શરૂઆતમાં દીપિકા JNUમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં હાજર રહી હતી. આ વાતનો ઘણો જ વિરોધ થયો હતો. આ જ કારણથી તેની ફિલ્મ 'છપાક' બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. આટલું જ નહીં થોડાં સમય માટે કેટલીક બ્રાન્ડે પોતાની જાહેરાતો ટીવી પર ટેલિકાસ્ટ કરી નહોતી.

સલમાન ખાનઃ સલમાન ખાન વિવાદમાં ફસાતા થમ્સ અપ બ્રાન્ડમાંથી દૂર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો