તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:શું છે પે પર વ્યૂ મોડલ, પહેલીવાર OTT પર એક ફિલ્મ જોવા માટે 249 આપવા પડશે, મરજી પ્રમાણે ફિલ્મ જોવાનો દિવસ ને સમય પસંદ કરી શકશો

2 મહિનો પહેલાલેખક: હિરેન અંતાણી
  • કૉપી લિંક
  • મોબાઈલ કે ટીવી પર, ફિલ્મ ક્યાં જોવી છે, તે નક્કી કરીને રાખો નહીંતર ફિલ્મ જોવાનું ચુકાઈ જશે તો બીજીવાર પૈસા ભરવા પડશે

સલમાન ખાનની 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' 13 મેના રોજ હાઈબ્રિડ રિલીઝ થઈ રહી છે. એટલે કે ફિલ્મ થિયેટરની સાથે સાથે OTT તથા DTH પર 'પે પર વ્યૂ' મોડમાં પણ જોઈ શકાશે. તમારે ફિલ્મ જોવા માટે ઝી પ્લેક્સ પર 249 રૂપિયા ભરીને બુકિંગ કરાવવું પડશે. કોરોનાને કારણે મોટાભાગના રાજ્યમાં લૉકડાઉન જેવી પરિસ્થિતિ છે. આ સ્થિતિમાં થિયેટરમાં જઈને બહુ બધા લોકો ફિલ્મ જુએ તે શક્ય નથી. આથી જ OTT તથા DTH પર આ ફિલ્મ કેવી રીતે જોઈ શકાય તે આપણે સમજીએ.

શું 'રાધે' થિયેટરમાં જોઈ શકીશું?
હા, જો તમારા શહેરમાં થિયેટર ઓપન છે તો તમે 13 મેના રોજ મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોઈ શકશો. અહીંયા તમારે તમામ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે.

થિયેટર ઉપરાંત આ ફિલ્મ બીજે ક્યાં જોઈ શકાશે?
આ ફિલ્મના તમામ રાઈટ્સ ઝી ગ્રુપની પાસે છે. ઝી આ ફિલ્મ 'પે પર વ્યૂ' મોડલ પર રિલીઝ કરી રહી છે. થિયેટર તથા પે પર વ્યૂ મોડ એક જેવું જ છે. થિયેટરમાં ફિલ્મ જોવી તે એક પ્રકારે 'પે પર વ્યૂ' મોડ જ છે. જોકે, અહીંયા ફરક એટલો છે કે થિયેટરમાં જેટલા પણ લોકો જાય છે, તે તમામની ટિકિટ લેવી પડે છે. જોકે, OTT તથા DTHમાં 'પે પર વ્યૂ'નો અર્થ એ છે કે તમે એક સ્ક્રીન પર આ ફિલ્મ એકવાર જોઈ શકો છો, પણ આમાં એક જ વ્યક્તિની ટિકિટ પર ઘણાં લોકો ફિલ્મ જોઈ શકે છે. મોબાઈલ, લેપટોપ અથવા ટીવીના માધ્યમથી તમે જોઈ રહ્યાં છો ઈન્ટરનેટની સ્પીડ સારી હોય તે જરૂરી છે.

ઘરે બેસીને ફિલ્મ જોવી હોય તો કેટલાં રૂપિયા થશે?
ઝી પ્લેક્સે આની કિંમત 249 રૂપિયા નક્કી કરે છે. તમારે ઝી પ્લેક્સના માધ્યમથી ફિલ્મ જોવા માટે 249 રૂપિયા ભરવા પડશે. ઝી 5 હાલમાં પોતાના નવા ગ્રાહકોને એક ખાસ ઑફર આપી રહ્યું છે, જો નવા ગ્રાહકો 499માં 'રાધે' સ્પેશિયલ કોમ્બો ઑફર સબસ્ક્રાઈબ કરે છે તો તેમને એકવાર 'રાધે' જોવા મળશે અને આ સાથે જ આખા વર્ષનું ઝી 5 સબસ્ક્રિપ્શન પણ મળશે. જોકે, આ ઑફર માત્રને માત્ર નવા ગ્રાહકો માટે જ છે. જો તમે થોડાં દિવસ પહેલાં જ ઝી 5નું સબસ્ક્રિપ્શન લઈ લીધું છે તો તમારે 'રાધે' જોવા માટે અલગથી 249 પૈસા ભરવા પડશે.

'પે પર વ્યૂ' તથા OTT સબસ્ક્રિપ્શનમાં શું અંતર છે?
OTT સબસ્ક્રિપ્શનમાં આપણને તે પ્લેટફોર્મના તમામ કન્ટેન્ટને જોવાની પરવાનગી હોય છે. જ્યારે આપણે 'પે પર વ્યૂ' મોડલમાં કોઈ એક સ્પેશિયલ વેબ સિરીઝ કે ફિલ્મ જોવા માટે પૈસા ભરીએ ત્યારે આપણને માત્રને માત્ર તે ચોક્કસ ફિલ્મ કે વેબ સિરીઝ જ જોવા મળે છે. આ ઉપરાંત અન્ય કોઈ કન્ટેન્ટ જોઈ શકાય નહીં.

ઝી 5 પર કેવી રીતે ફિલ્મ જોઈ શકાય?
- તમારે સૌ પહેલાં ઝી5 એપ પર અથવા તો તેની વેબસાઈટ https://www.zee5.com/ પર જઈને લોગીન કરવું
- પછી તમે ZEEPlex સેક્શનમાં જાવ અને ત્યાં 'રાધે' પસંદ કરો
- તમને ટાઈમ સ્લોટનું ઓપ્શન મળશે. તમે કઈ તારીખે, કેટલા વાગે આ ફિલ્મ જોવા માગો છે, તે પ્રમાણે સ્લોટ સિલેક્ટ કરો
- ત્યારબાદ પેમેન્ટ ઓપ્શન આવશે. 249 રૂપિયાનું પેમેન્ટ થતાં જ તમારા માટે ફિલ્મનો શો બુક થઈ ગયો
- જો તમે તમે ઝી 5નું 499 રૂપિયામાં 'રાધે' કોમ્બો ઑફર લીધી છે તો તમારે માત્ર ટાઈમ સ્લોટ જ બુક કરવાનો છો. તમારે અલગથી પેમેન્ટ કરવાની જરૂર નથી.
- આ કોમ્બો ઓફર ક્યાં સુધી રહેશે, તેની કોઈ સમય મર્યાદા હજી સુધી નક્કી કરવામાં આવી નથી. જોકે, એ વાત નક્કી છે કે ઝી 5 ઈચ્છશે કે 'રાધે' પછી વધુમાં વધુ સબસ્ક્રાઈબર આવે એટલે જ્યાં સુધી ફિલ્મની ચર્ચા રહેશે, ત્યાં સુધી આ ઑફર રહેશે.

DTH પ્લેટફોર્મ પર આ ફિલ્મ કેવી રીતે જોઈ શકાય?
ટાટા સ્કાય, એરટેલ, ડિશ ટીવી તથા D2H આ ચાર DTH પ્લેટફોર્મ પર ઝી પ્લેક્સ ઉપલબ્ધ છે. વેબસાઈટ અથવા એપના માધ્યમથી અથવા ચેનલ સિલેક્ટ કરીને ઝી પ્લેક્સ પર જાવ, તમે બુકિંગ કરશો એટલે પૈસા ભરવાનું કહેશે અને તેને ફોલો કરો. કેટલાંક DTH પ્લેટફોર્મ વ્હોટ્સએપ અથવા ફોન કૉલિંગના માધ્યમથી ઝી પ્લેક્સ પર મૂવી બુકિંગના ઓપ્શનની ઑફર કરે છે.

કેટલીવાર ફિલ્મ જોઈ શકાશે?
આ 'પે પર વ્યૂ' મોડલ છે. એટલે કે એકવાર પેમેન્ટ કરો તો એકવાર ફિલ્મ જોઈ શકો. તમારે એક ટાઈમ સ્લોટ પસંદ કરવાનો છે અને તમે આ ટાઈમ સ્લોગમાં મૂવી જોઈ શકશો. જો તમે તે ટાઈમ સ્લોગ મિસ કરી દીધો તો તમારે બીજીવાર પૈસા ભરવા પડશે અને નવો ટાઈમ સ્લોટ લેવો પડશે. એ વાતનું પણ ધ્યાન રાખવું કે જો તમે ફિલ્મ શરૂ થઈ અને પછી વચ્ચેથી બંધ કરી દીધી તો તમારે ફિલ્મ જોવા માટે બીજીવાર પૈસા ભરવા પડશે. આ સિનેમા હોલ જેવું જ છે, જો તમે થિયેટર હોલની બહાર નીકળી ગયા તો પહેલા શોની ટિકિટ બીજા શોમાં ચાલતી નથી, તે જ રીતે 'પે પર વ્યૂ'માં તમે એકવાર ટીવી કે લેપટોપ કે મોબાઈલમાં ફિલ્મ જોવાનું ચાલુ કરો તો તમારે એક જ બેઠકમાં આખી ફિલ્મ જોવી પડશે. આ ચાર્જ નોન રિફંડેબલ છે. જો તમે કોઈ કારણોસર ફિલ્મ ના જોઈ શક્યા તો તમને રિફંડ મળશે નહીં.

મોબાઈલ, ટીવી કે લેપટોપ ક્યાં ફિલ્મ જોઈ શકું?
તમે તમારી મરજી પ્રમાણે જોઈ શકો છો. તમારે નક્કી કરવાનું છે કે તમે ફિલ્મ મોબાઈલ, લેપટોપ કે ટીવીમાંર જોવા માગો છો. પ્રોસેસ તથા ચાર્જમાં કોઈ ફેર નથી. જોકે, એટલું ધ્યાન રાખજો કે તમે 'પે પર વ્યૂ' મોડલથી ફિલ્મ જોઈ રહ્યાં છો. તમે એકવારમાં માત્ર એક સ્ક્રીન પર જ ફિલ્મ જોઈ શકશો. જો તમે મિત્રો સાથે મળીને ફિલ્મ જોવાનો પ્લાન બનાવ્યો છે અને પૈસા પણ ભરી દીધા છે. તમે લેપટોપમાં ફિલ્મ જોવો છો અને પછી તમને લાગે છે કે ટીવી પર સારી રીતે જોઈ શકાશે. તમે ટીવી ચાલુ કરીને ઝી પ્લેક્સમાં જઈને લોગીન કરીને ફિલ્મ જોઈ શકો છો. જોકે, એ વાત યાદ રાખવી કે તમે લેપટોપ પરથી ટીવી પર ગયા અને ત્યાં ફિલ્મ શરૂ કરવામાં તમને 2-3 મિનિટ લાગી તો તમે આટલી મિનિટની ફિલ્મ મિસ કરશો. તમે લેપટોપ પર ફિલ્મ એકવાર ચાલુ થઈ પછી તેને અધવચ્ચે અટકાવી શકશો નહીં. એક મોબાઈલથી બીજા મોબાઈલમાં લોગીન કરીને ફિલ્મ જોશો તો પણ આ જ થશે. તમે ફિલ્મને અધવચ્ચે અટકાવીને બીજા ડિવાઈસમાં જ્યાંથી અટકાવી હતી ત્યાંથી ફિલ્મ શરૂ કરી શકશો નહીં. જો તમે ટીવી પર ફિલ્મ જોવો છો અને લાઈટ જતી રહી અને લેપટોપ પર લોગીન કરશો ત્યાં સુધીમાં જેટલી ફિલ્મ આગળ ચાલી ગઈ, તે જોઈ શકશો નહીં.

ફિલ્મ ડાઉનલોડ કરવી સારી નહીં?
ના, 'પે પર વ્યૂ' મોડલમાં ડાઉનલોડ સંભવ નથી. તમારે ઓનલાઈન જ ફિલ્મ જોવી પડશે. ઓફલાઈન ડાઉનલોડનું ઓપ્શન મળતું નથી.

થિયેટર કે પે પર વ્યૂ, શું સારું રહેશે?
જો પૂરો પરિવાર કે મિત્રો એક સાથે ફિલ્મ જોવા માગે છે તો 'પે પર વ્યૂ' મોડલ વધુ સારું રહેશે. તમે ઘરે બેસીને 8-10 લોકો ભેગા થઈને માત્ર 249 રૂપિયામાં ફિલ્મ જોઈ શકો છો. આ તો 'રાધે' માટેનો રેટ છે. શક્ય છે કે તમને કેટલીક ફિલ્મ માત્ર 99 રૂપિયામાં જોવા મળી જાય. જવા-આવવાનો ખર્ચ નહીં, કોરોનાથી પણ સાવચેત રહી શકાય. થિયેટરમાં જોવ તો તમારે નાસ્તાના પૈસા પણ ખર્ચ કરવા પડે. ઘરે બેઠાં તમે નાસ્તાના પૈસા પણ બચાવી શકો છો.

ઝી પ્લેક્સ ઉપરાંત પે પર વ્યૂ કોણ ઑફર કરે છે?
ભારતમાં પે પર વ્યૂ ઓપ્શનની શરૂઆત શેમારૂએ કરી હતી. ત્યારબાદ બુક માય શો પણ ઓપ્શન આપી રહ્યું છે. મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર VIPએ પણ પે પર વ્યૂ સર્વિસ લૉન્ચ કરી છે.