સેલેબની પર્સનલ ચેટ:કરીના કપૂર ફ્રેન્ડ રિયા સાથે શું વાતો કરે છે? એક્ટ્રેસે સ્ક્રીનશોટ શૅર કર્યો

મુંબઈ19 દિવસ પહેલા
  • કરીના કપૂર તથા રિયાએ ફૂડ અંગે વાતો કરી હતી

હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરે સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ સાથેની પર્સનલ ચેટ શ‌ર કરી હતી. કરીના કપૂર સો.મીડિયામાં અવારનવાર પર્સનલ લાઇફ અંગે વાત કરતી રહેતી હોય છે.

કરીનાએ વાતચીતનો સ્ક્રીનશોટ શૅર કર્યો
સોનમ કપૂરની નાની બહેન રિયા કપૂર તથા કરીના કપૂર બંને ફૂડી છે. બંને અવારનવાર એકબીજાના ઘરે જમવાનું મોકલતા હોય છે. કરીનાએ પોતાની ચેટમાં આ જ વાત કહી છે. કરીના તથા રિયા બંને ખાવાની વાત કરતા હોય છે. રિયા, કરીનાને હોટ ચોકલેટ તથા વ્હીપ્ટ ક્રીમ મોકલવા માગતી હતી, પરંતુ કરીનાને આ ભાવતું નથી. ત્યારબાદ રિયા એક્ટ્રેસને હોટ ફજ સોસ તથા વેનીલા આઇસ્ક્રીમની ઑફર કરે છે. આ વાંચીને કરીના તરત જ તૈયાર થઈ જાય છે. અંતે રિયા એક્ટ્રેસને બિસ્કિટ, હોટ ફજ સોસ મોકલવા તૈયાર છે. રિયા, કરીનાને વેનીલા આઇસક્રીમનો ઓર્ડર જાતે કરવાનું કહે છે.

કરીના કપૂરની સો.મીડિયા પોસ્ટ
કરીના કપૂરની સો.મીડિયા પોસ્ટ

રિયા હાલમાં કોરોના પોઝિટિવ
રિયા કપૂરનો રિપોર્ટ થોડાં સમય પહેલાં જ પોઝિટિવ આવ્યો હતો. રિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'સુપર કેરફુલ રહેવા છતાં મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. ખબર નહીં કેમ મારી તથા અન્યની સ્વાસ્થ્યની માહિતી સમાચાર કે ગોસિપ કેમ છે. આ માત્ર સરકાર તથા સરકારી સંસ્થાઓ સારી રીતે કામ કરી શકે એટલે તેમના માટે હોવી જોઈએ. આ માહિતી ગોસિપ સાઇટ્સ પર હોવા જોઈએ નહીં. હું અને મારા પતિ આઇસોલેશનમાં છીએ. તમામ પ્રકારની સાવચેતી રાખીએ છીએ. ગઈ કાલ રાત્રે 'ફ્રોઝન' જોઈ. તે સારી હતી. બહેનને ઘણી જ મિસ કરી. ચોકલેટ સિવાય અન્ય તમામનો સ્વાદ બકવાસ છે. માથામાં દુખાવો છે, તેમ છતાંય આભારી છું કે મેં મારી રીતે આમાંથી બહાર નીકળવાનો ઉપાય શોધ્યો અને અમે ટૂંક સમયમાં જ સાજા થઈ જઈશું. અમારી ચિંતા કરતાં તમામ લોકોને કહી દઉં કે અમારી તબિયત એટલી પણ ખરાબ નથી. ચેક કરવા માટે આભાર અને લવ યૂ.'

રિયા કપૂરની સો.મીડિયા પોસ્ટ
રિયા કપૂરની સો.મીડિયા પોસ્ટ

ઓગસ્ટમાં લગ્ન કર્યા
રિયાએ કરન બૂલાની સાથે ઓગસ્ટમાં લગ્ન કર્યા હતા. કોરોનાકાળા હોવાને કારણે લગ્નમાં માત્ર પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો જ હાજર રહ્યા હતા. આ લગ્ન અનિલ કપૂરના ઘરમાં જ યોજાયા હતા. ઘરમાં જ રિસેપ્શન પાર્ટી આપવામાં આવી હતી.