વાઇરલ વીડિયો:દિશા પટનીના ચહેરાને શું થયું? યુઝર્સે કહ્યું- આ તો પ્લાસ્ટિક સર્જરીની દુકાન છે

મુંબઈ3 મહિનો પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની હાલમાં જ ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'ના ટ્રેલર લૉન્ચિંગમાં જોવા મળી હતી. દિશા પટની સ્ટાઇલિશ અંદાજમાં આવી હતી. તેણે સેક્સી બ્લેક ક્રોપ ટોપ તથા મેચિંગ સ્કર્ટ પહેર્યું હતું. દિશા ઉપરાંત ફિલ્મની સ્ટાર કાસ્ટ જોન અબ્રાહમ, અર્જુન કપૂર તથા તારા સુતરિયા પણ જોવા મળ્યા હતા. આ તમામ બ્લેક આઉટફિટમાં હતા. ટ્રેલર લૉન્ચિંગ ઇવેન્ટનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો વાઇરલ થતાં જ સો.મીડિયા યુઝર્સે કમેન્ટ્સ કરી હતી કે દિશા પટની બદલાયેલી લાગે છે. તેણે લિપ કે નોઝ સર્જરી કરાવી છે.

દિશા પટનીએ સર્જરી કરાવી?
ટ્રેલર લૉન્ચિંગ ઇવેન્ટમાં દિશા પટનીને જોતાં યુઝર્સના મનમાં પહેલો સવાલ એ આવ્યો કે એક્ટ્રેસે નાક કે હોઠની સર્જરી કરાવી છે, કારણ કે તે એકદમ બદલાઈ ગઈ છે. એક યુઝરે કમેન્ટ કરી હતી કે નાક માટે પ્લાસ્ટિક સર્જરી. અન્ય એકે એમ કહ્યું હતું કે ઉફ્ફ..સર્જરીની દુકાન. અન્યે એકે એવી કમેન્ટ કરી હતી કે નેચરલ કેટલી સુંદર લાગતી હતી, હવે તો કેવી લાગે છે. હવે મેક-અપ, કેમેરા એંગલ કે બ્રાઇટ લાઇટ્સને કારણે દિશાનો ચહેરો અલગ લાગ્યો એ તો ખ્યાલ નથી, પરંતુ એક્ટ્રેસ ખોટાં કારણોને લીધે ચર્ચામાં આવી છે.

ફિલ્મમાં દિશા નેગેટિવ રોલમાં જોવા મળશે
દિશા પટનીએ ફિલ્મમાં નેગેટિવ રોલ પ્લે કર્યો છે. દિશા પહેલી જ વાર ગ્રે કેરેક્ટર ભજવતી જોવા મળશે. દિશાએ કહ્યું હતું કે આ પાત્ર ભજવવા માટે તેણે માત્ર ડિરેક્ટરે જેમ કહ્યું એમ કર્યું હતું. તેણે આ પાત્ર ભજવવા માટે પુષ્કળ નેગેટિવ ફિલ્મ્સ જોઈ હતી. એક તબક્કે તો તેણે ડિરેક્ટરને એમ કહી દીધું હતું કે હવે તે આ ફિલ્મ જોઈ શકશે નહીં, કારણ કે તેને લાગે છે કે આ ફિલ્મ્સ તેને અલગ જ બનાવી રહી છે.

29 જુલાઈએ ફિલ્મ રિલીઝ થશે
'એક વિલન રિટર્ન્સ'ને મોહિત સૂરીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મને ટી સિરીઝ કંપની તથા એકતા કપૂરે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં જોન અબ્રાહમ, અર્જુન કપૂર, દિશા પટની તથા તારા સુતરિયા છે. ફિલ્મ 29 જુલાઈએ થિયેટરમાં રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે 2014માં 'એક વિલન' રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, આદિત્ય રોય કપૂર લીડ રોલમાં હતાં.

દિશા પટનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો દિશા 'યૌદ્ધા'માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. આ ઉપરાંત તે 'કેટીના' તથા 'પ્રોજેક્ટ K'માં પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે કામ કરી રહી છે.