ધ કાશ્મીર ફાઇલ્સ:'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ શૈલેષ લોઢાએ ફિલ્મ જોયા બાદ શું કહ્યું?

મુંબઈ5 મહિનો પહેલા

'ધ કાશ્મીર ફાઇલ્સ'ની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. માત્ર બોલિવૂડ સ્ટાર કંગના રનૌત, આમિર ખાન કે પછી અજય દેવગને જ નહીં, પણ ટીવી સ્ટાર્સ મુકેશ ખન્નાએ પણ ફિલ્મના વખાણ કર્યા છે. તાજેતરમાં 'તારક મહેતા કા ઉલ્ટા'માં તારક મહેતાનો રોલ પ્લે કરતાં શૈલેષ લોઢાએ ફિલ્મ જોઈ હતી.

થિયેટરની બહાર જોવા મળ્યા
શૈલેષ લોઢા મુંબઈ જુહૂમાં થિયેટરની બહાર જોવા મળ્યા હતા. શૈલેષ લોઢાએ બ્લેક સ્વેટર તથા બ્લેક ટ્રાઉઝર પહેર્યું હતું. ફોટોગ્રાફર્સ જ્યારે ફોટો ક્લિક કરતા હતા ત્યારે તેમણે શૈલેષ લોઢાને સવાલ કર્યો હતો કે તમે કઈ મૂવી જોવા આવ્યા છો?

શું કહ્યું શૈલેષ લોઢાએ?
શૈલેષ લોઢાને ફિલ્મ અંગે સવાલ કરતાં તેમણે કહ્યું હતું, 'હું સ્પીચલેસ છું, કંઈ જ કહી શકીશ નહીં. ફિલ્મ નથી, આ આંદોલન છે.'

ફિલ્મ 200 કરોડ ક્લબમાં એન્ટર થશે
11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે 22 માર્ચ સુધીમાં 190 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ હવે 200 કરોડ ક્લબમાં એન્ટર થશે. ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પુનીત ઈસ્સાર જેવા કલાકારો છે. આ ફિલ્મે અક્ષય કુમારની 'બચ્ચન પાંડે' તથા પ્રભાસની 'રાધે શ્યામ' કરતાં પણ વધુ કમાણી કરી છે.

13 વર્ષથી સિરિયલ ચાલે છે
વાત જો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની કરવામાં આવે તો આ સિરિયલ 2008થી ટેલિકાસ્ટ થાય છે. ચાહકોમાં આ સિરિયલ ઘણી જ લોકપ્રિય છે. સિરિયલમાં દિલીપ જોષી, મુનમુન દત્તા, રાજ અનડકટ, પલક સિધવાણી, તન્મય વેકરિયા, અમિત ભટ્ટ જેવા કલાકારો છે.