તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હજી સુધી પૈસા નથી મળ્યા:વેલકમના એક્ટર સ્નેહલ ડાબીએ કહ્યું- ફિરોઝ નડિયાદવાલા બોલીને ફરી જાય છે, મને 10 કરોડ આપશે તો પણ તેમની ફિલ્મોમાં કામ નહીં કરું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મને અત્યાર સુધી પેમેન્ટ નથી મળ્યું. ફિરોઝ ભાઈ બસ એટલી ખાતરી આપતા હતા કે પૈસા આપું છું
  • સ્નેહલ ડાબીએ જણાવ્યું કે, આ પહેલી ફિલ્મ નથી કે જ્યાં તેને તેના હકના પૈસા ન મળ્યા હોય

પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલા એક્ટર્સ અને ક્રૂને કામના પૈસા ન ચૂકવતા હોવાના આક્ષેપોને લઈને ઘણી વખત ચર્ચામાં આવ્યા છે. દિગ્દર્શક અનીસ બઝમીએ વેલકમ બેક (2015)ની રિલીઝ દરમિયાન પોતાનું બાકીનું પેમેન્ટ નહીં ચૂકવવા વિશે ખુલાસો કર્યો હતો ત્યારે હવે એક્ટર સ્નેહલ ડાબીએ પણ ફિરોઝ નડિયાદવાલા દ્વારા પેમેન્ટ નથી આપવામાં આવ્યું હોવાનો ખુલાસો કર્યો છે.

મારો વિશ્વાસ ઉઠી ગયો છે
ઈન્ટરવ્યુમાં સ્નેહલ ડાબીએ વેલકમના પ્રોડ્યુસર વિશે ખુલીને વાત કરી. તેણે કહ્યું કે, ફિરોઝ નડિયાદવાલા મને 10 કરોડ આપશે તો પણ હું તેમની ફિલ્મોમાં કામ નહીં કરું. તેઓ બોલીને ફરી જાય છે. સ્નેહલે જણાવ્યું કે, મને અત્યાર સુધી પેમેન્ટ નથી મળ્યું. ફિરોઝ ભાઈ બસ એટલી ખાતરી આપતા હતા કે પૈસા આપું છું. તેથી મારો વિશ્વાસ ઉઠી ગયો હતો અને હું વિચારતો હતો કે આ કેવી ઈન્ડસ્ટ્રી છે.

તેણે આગળ જણાવ્યું, વેલકમના શૂટિંગ માટે બોલાવવામાં આવતો, ત્યારે-ત્યારે અમે દુબઇ જતાં હતા અને પછી તેના માટે પેમેન્ટ કરવામાં નહોતું આવતું.

અગાઉ પણ આવી ઘટના બની છે
સ્નેહલ ડાબીએ જણાવ્યું કે, આ પહેલી ફિલ્મ નથી કે જ્યાં તેને તેના હકના પૈસા ન મળ્યા હોય. તેણે કહ્યુ, મેં સોહમ દ્વારા નિર્દેશિત શેર (સંજય દત્ત અને વિવેક ઓબેરોય સ્ટાર)માં કામ કર્યું હતું. મેં ફિલ્મ પણ લખી હતી. અમે ફિલ્મ માટે 50 ડિગ્રી ટેમ્પરેચરમાં શૂટિંગ કર્યું હતું. ફિલ્મનું 85 ટકા શૂટિંગ પૂરું થઈ ગયું હતું અને અચાનક, શ્રી અષ્ટવિનાયક સિને વિઝન પ્રોડક્શન હાઉસ બંધ થઈ ગયું. પૈસા પણ ન આવ્યા અને તે ફિલ્મ પણ ન આવી. કલ્પના કરો કે કેવું લાગ્યું હશે.

સ્નેહલે વેલકમ (2007)માં કાખિલ (મજનુના ગુંડામાંથી એક), ‘દીવાને હુયે પાગલ’ (2005)માં કુટ્ટી અન્ના, ‘હેરા ફેરી’માં પોતાના 'રાપચિક માલ' ડાયલોગ અને 'લવ કે લિયે કુછ ભી કરેગા' (2001)માં ફની આજ કપૂરના રોલ માટે આજે પણ જાણીતો છે. તેણે ફિરોઝની 'હેરા ફેરી', ‘દીવાને હુયે પાગલ’, ‘વેલકમ’, અને ‘વેલકમ બેક’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.