તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:જાણીતી ફેશન ડિઝાઈનર શરબરી દત્તા બાથરૂમમાં મૃત મળી આવી, એક દિવસ પહેલા દીકરાએ માતાને છેલ્લીવાર જોઈ હતી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શરબરી દત્તાએ સચિન તેંડુલકર તથા પાક. વડાપ્રધાન ઈમરાન ખાન જેવા સેલેબ્સના ડ્રેસ ડિઝાઈન કર્યા હતા - Divya Bhaskar
શરબરી દત્તાએ સચિન તેંડુલકર તથા પાક. વડાપ્રધાન ઈમરાન ખાન જેવા સેલેબ્સના ડ્રેસ ડિઝાઈન કર્યા હતા

જાણીતા ફેશન ડિઝાઈનર શરબરી દત્તાનું નિધન થઈ ગયું છે. ગુરુવાર-શુક્રવારની રાત્રે અંદાજે 12.25 વાગે સાઉથ કોલકાતાના બોર્ડ સ્ટ્રીટ સ્થિત ઘરના બાથરૂમમાં મૃત મળી આવી હતી. પોલીસને શરૂઆતની તપાસમાં મોતનું કારણ કાર્ડિએક અરેસ્ટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, પરિવારના સભ્યોએ કહ્યું હતું કે તેમને કોઈ જાતની બીમારી નહોતી.

દીકરાએ છેલ્લે બુધવારે માતાને જોઈ હતી
શરબરી દત્તાનો દીકરો અમલિન પણ ફેશન ડિઝાઈનર છે. તેણે પોતાના નિવેદનમાં કહ્યું હતું, 'બુધવાર (16 સપ્ટેમ્બર)ના રોજ મેં માતાને છેલ્લીવાર જોઈ હતી. તેઓ ગુરુવારે આખો દિવસ જોવા મળ્યા નહોતા. મને એમ કે તે પોતાના કામથી બહાર ગઈ હશે. આ વાત સાવ સામાન્ય હતી. અમે બંને એટલા વ્યસ્ત હોઈએ છીએ કે અમારી મુલાકાત રોજ થતી નથી.'

શરબરી બંગાળી કવિ અજીત દત્તાની દીકરી હતી
શરબરી બંગાળી કવિ અજીત દત્તાની દીકરી હતી. પ્રેસિડન્સી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું અને કોલકાતા યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી લીધી હતી. સ્ટૂડન્ટ લાઈફમાં તે ડાન્સ તથા ડ્રામામાં ભાગ લેતી હતી. ત્યારબાદ ફેશન ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ બની હતી.

સચિન-ઈમરાનનો ડ્રેસ ડિઝાઈન કર્યો હતો
શરબરી મોટાભાગે મેલ સેલિબ્રિટીઝના કપડાં ડિઝાઈન કરતી હતી. ક્રિકેટર સચિન તેંડુલકર તથા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સહિત જાણીતા લોકોના ડ્રેસ ડિઝાઈન કર્યા છે. મેનસ્ટ્રીમ ફેશલ વર્લ્ડમાં રંગીન બંગાળી ધોતી તથા ભરત ભરેલી પંજાબી કુર્તા શરબરીએ ઈન્ટ્રોડ્યૂસ કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...