રાજકુમાર-પત્રલેખાના વેડિંગ:એક્ટરે મેરેજના ફોટા શેર કરી લખ્યું- મારા માટે તારો પતિ કહેવાથી કોઈ જ મોટી ખુશી નથી

મુંબઈ6 મહિનો પહેલા
  • લગ્નમાં 100-150 મહેમાન જ હાજર

બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને પત્રલેખાએ 11 વર્ષના સાથ બાદ સોમવારે દેવઊઠી એકદાશીનાં દિવસે ચંડીગઢમાં લગ્ન કર્યા. જે બાદ એક્ટરે સોશિયલ મીડિયા પર લગ્નના ફોટા શેર કરતા લખ્યું- 'અંતે 11 વર્ષના પ્રેમ, રોમાન્સ, મિત્રતા અને મસ્તી પછી આજે મેં મારી દરેક વસ્તુ સાથે લગ્ન કરી લીધા. મારી આત્મ, મારી સૌથી સારી મિત્ર, મારો પરિવાર. આજે મારા માટે તારો પતિ કહેવાથી કોઈ બીજી મોટી ખુશી નથી, પત્રલેખા તું હંમેશા માટે છે... અને તેનાથી આગળ પણ.'

પત્રલેખા પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લગ્નના ફોટા શેર કર્યા છે. તેને પણ સેમ કેપ્શન લખી છે, પરંતુ પોતાની સ્ટાઈલમાં. પત્રલેખા લખ્યું કે, 'મેં આજે મારી દરેક ચીજ સાથે લગ્ન કર્યા છે; મારા પ્રેમી, મારા ક્રાઈમ પાર્ટનર, મારા પરિવાર, મારા સોલમેટ. છેલ્લાં 11 વર્ષથી મારા સૌથી સારા મિત્ર! તમારી પત્ની હોવાથી કોઈ જ મોટી ફીલિંગ નથી! આ આપણું છે, હંમેશા માટે...!'

13 નવેમ્બરે રાજકુમાર-પત્રલેખાની સગાઈ
રાજકુમાર રાવે લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે 13 નવેમ્બરે ચંદીગઢમાં સગાઈ કરી હતી. રાજકુમાર ઘૂંટણીયે બેસીને પત્રલેખાને પ્રપોઝ કરે છે અને ફિલ્મી સ્ટાઇલમાં પત્રલેખાને પૂછે છે, 'મુઝસે શાદી કરોગી?' આ સાંભળીને પત્રલેખા પણ ઘૂંટણીયે બેસી જાય છે અને હા પાડે છે. રાજકુમાર રાવ રિંગ પહેરાવે તે પહેલાં જ પત્રલેખા રિંગ પહેરાવી દે છે. સગાઈની થીમ બ્લેક એન્ડ વ્હાઇટ હતી. તમામ મહેમાનો આ જ રંગના આઉટફિટમાં જોવા મળ્યા હતા.

બંનેએ ક્યારેય સંબંધો છુપાવ્યા નથી
રાજકુમાર રાવ તથા પત્રલેખા છેલ્લાં 10 વર્ષથી એકબીજાને ડેટ કરે છે. જોકે, તેમણે બોલિવૂડના અન્ય સેલેબ્સની જેમ પોતાના સંબંધો ક્યારેય છુપાવ્યા નથી. બંનેએ લૉકડાઉન દરમિયાનની અનેક તસવીરો-વીડિયો શૅર કર્યા હતા.

ફેન પેજ પર કાર્ડ વાઇરલ
આ કાર્ડ રાજકુમાર રાવના ફેન પેજ પર વાઇરલ થયું છે. વાદળી રંગનું આ કાર્ડ પત્રલેખાના ફેમિલી સાઇડનું છે, જેમાં લખવામાં આવ્યું છે, 'રાવ ફેમિલી તથા પોલ ફેમિલી તમને પત્રલેખા તથા રાજકુમારના લગ્ન પર સોમવાર 15 નવેમ્બર, 2021ના રોજ ચંદીગઢની ઓબેરોય સુખવિલાસમાં આમંત્રિત કરે છે.' ફેન પેજમાં આ કાર્ડ શૅર કરીને કહેવામાં આવ્યું છે, 'રાજકુમાર રાવ તથા પત્રલેખાની વેડિંગ સેરેમનીમાં તમામ વર્ચ્યુઅલી ઇનવાઇટેડ છે.'

લગ્નમાં માત્ર 100-150 મહેમાનને આમંત્રણ
બોલિવૂડ સેલેબ્સ ફરાહ ખાન, હુમા કુરૈશી, સાકીબ સલીમ, ડિરેટ્ર મુદસ્સર 13 નવેમ્બરે ચંદીગઢ આવી ગયા છે. આ ઉપરાંત અદિતી રાવ હૈદરી, અમર કૌશિક 14 નવેમ્બરે આવ્યા છે. માનવામાં આવે છે કે આયુષ્માન ખુરાના-તાહિરા કશ્યપ, હંસલ મહેતા પણ લગ્નમાં સામેલ થશે. લગ્નમાં 100-150 મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. લગ્નમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે.

ચર્ચા છે કે રાજકુમાર રાવ જ્યારે ફિલ્મના શૂટિંગ માટે ચંદીગઢ આવ્યો ત્યારે તેને આ જગ્યા ઘણી જ ગમી ગઈ હતી. આથી જ તેણે અહીંયા લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.