તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેડિંગ એનિવર્સરી:કિરણ રાવ સાથે માત્ર 30 મિનિટ વાત કરીને આમિર ખાન ઈમ્પ્રેસ થયો હતો

મુંબઈ2 મહિનો પહેલા

આમિર ખાન તથા કિરણ રાવના લગ્નને 15 વર્ષ પૂરા થયા. બંનેએ 28 ડિસેમ્બર, 2005ના રોજ લગ્ન કર્યાં હતાં. આમિર ખાન પોતાના અંગત જીવન અંગે બહુ જ ઓછી વાત કરે છે. જોકે, એક ઈન્ટરવ્યૂમાં આમિરે કિરણ રાવ સાથેના સંબંધો અંગે ઘણી જ વાતો શૅર કરી હતી.

'કિરણ માત્ર મારી ટીમની મેમ્બર હતી...'
આમિરે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'કિરણ સાથે મારી મુલાકાત ફિલ્મ 'લગાન' સમયે થઈ હતી. તે સમયે કિરણ મારા માટે બસ મારી ટીમની એક સભ્ય હતી. તે સમયે કિરણ આસિસ્ટન્ટ ડિરેક્ટર હતી. રીનાને ડિવોર્સ આપ્યા બાદ જ્યારે હું કિરણ રાવને મળ્યો ત્યારે અમારી વચ્ચે કોઈ ખાસ વાત થઈ નહોતી. તે મારી મિત્ર પણ નહોતી.'

કિરણ સાથે ફોન પર વાત કરી હતી
આમિરે વધુમાં કહ્યું હતું, 'એક દિવસ કિરણનો ફોન આવ્યો હતો અને તેની સાથે 30 મિનિટ વાત કરી હતી. કિરણ સાથે થયેલી વાતચીત બાદ ખબર નહીં મને બહુ જ ખુશી થઈ હતી. હું આ ખુશીને ફીલ કરી રહ્યો હતો. તે ફોન બાદ મેં કિરણને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. 1-2 વર્ષ સુધી અમે એકબીજાને ડેટ કર્યું અને અમે સાથે પણ રહ્યાં હતાં. પછી મને એ વાત સમજમાં આવી કે હું તેના વગર મારા જીવન વિશે વિચારી શકું નહીં. તેનામાં સૌથી સારી વાત એ હતી કે તે એક સ્ટ્રોંગ મહિલા છે. પછી મેં આ સંબંધોને નામ આપ્યું અને લગ્ન કર્યાં.'

રીના એક સારી અને સ્ટ્રોંગ મહિલા છે
આમિરે પોતાની પહેલી પત્ની રીના અંગે કહ્યું હતું, 'તે ઘણી જ સ્ટ્રોંગ છે. મને જે લોકો સ્ટ્રોંગ હોય તે ગમે છે. રીના ઘણી જ સારી વ્યક્તિ છે. ઘણીવાર સંબંધો લાંબા સમય સુધી ચાલતા નથી, પરંતુ સંબંધો તૂટ્યા પછી પણ હું તેને પ્રેમ કરું છું અને તેને બહુ જ માન આપું છું.'

કિરણ રાવ એ આમિરની બીજી પત્ની છે
કિરણ રાવ તથા આમિરને દીકરો આઝાદ રાવ ખાન છે. આમિરની પહેલી પત્ની રીના દત્તા છે. 2002માં તેમણે ડિવોર્સ લીધા હતા. તેમને એક દીકરી ઈરા તથા દીકરો જુનૈદ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો