વેબ સિરીઝ રિવ્યૂ:તાંડવઃ ટર્ન એન્ડ ટ્વિસ્ટ સાથે સૈફ અલી ખાનની દમદાર એક્ટિંગ

ભોપાલએક વર્ષ પહેલાલેખક: આકાશ ખરે
  • કૉપી લિંક
  • રેટિંગઃ 3.5/5

પૉલિટિક્સ તથા સર્કસ વચ્ચે ખાસ સંબંધ છે. સર્કસમાં એક જોકર હોય છે અને પૉલિટિક્સમાં દરેકના ચહેરા પર એક બનાવટ કે મહોરું જોવા મળે છે. 'તાંડવ'ની પૂરી વાર્તા આ જ મોહરાની આસપાસ ફરે છે. આ સિરીઝથી 'ગુંડે', 'સુલ્તાન' તથા 'ટાઈગર જિંદા હૈ' ફૅમ ડિરેક્ટર અલી અબ્બાસે વેબ ડેબ્યૂ કર્યું છે. ડિજિટલ પ્લેટફોર્મમાં સેન્સરશિપ ના હોવાનો ફાયદો અલી અબ્બાસે ઘણો જ સારી રીતે ઉઠાવ્યો છે. સિરીઝના ઘણાં જ વિવાદિત સંવાદો સ્ક્રીન પર બતાવવા સરળ નથી, પરંતુ તેમણે હિંમતની સાથે તે સંવાદો બતાવ્યા છે. આ સિરીઝમાં જબરજસ્તીના લવ મેકિંગ સીન નથી, હિંસક સીન નથી. 40 મિનિટનો દરેક એપિસોડ તમને જકડી રાખે છે. એપિસોડની શરૂઆતમાં આવતી બેકડ્રોપ સ્ટોરી તમને થોડી કન્ફ્યૂઝ કરે છે, પરંતુ અંતે તમામ પોતાની જગ્યા પર્ફેક્ટ જોવા મળે છે. સિરીઝમાં અનેક ટર્ન એન્ડ ટ્વિસ્ટ જોવા મળે છે.

આ સિરીઝની USP સ્ક્રીનપ્લે તથા સંવાદો છે. સંવાદો એકદમ ચોટદાર છે. કેટલાંક સારા તો કેટલાંક વલ્ગર પણ છે. કેટલાંક સંવાદો એવા છે, જે સોશિયલ મીડિયામાં તાંડવ મચાવી શકે છે. બેકગ્રાઉન્ડ સંગીત પણ સારું છે. એક્ટિંગની વાત કરીએ તો સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, ઝીશાન અય્યુબે પોતાના પાત્રને અલગ જ ઊંચાઈ પર લઈ ગયા છે. અત્યાર સુધી કોમિક રોલમાં જોવા મળતો સુનીલ ગ્રોવર આ સિરીઝમાં પોતાની એક્ટિંગથી દર્શકોને ચમકાવી દે છે. આ તમામના ચહેરા પર એક મહોરું છું અને તે પોતાની અંદરના રહસ્યની જાણ થવા દેતા નથી.

આ સિરીઝની સ્ટોરી કિંગ તરીકે કામ કરે છે. કંઈક અલગ અને નવું જોવાની ઈચ્છા હોય તો આ સિરીઝ અચૂકથી જોવી.

અન્ય સમાચારો પણ છે...