તાપસી પન્નુનો ઘટસ્ફોટ:એક્ટ્રેસ સાથે ઈન્ટિમેટ સીન્સ કરતાં પહેલાં વિક્રાંત-હર્ષવર્ધન ઘણાં ડરેલા હતા? આ રીતે થયું શૂટિંગ

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'હસીન દિલરૂબા' 2 જુલાઈના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે

તાપસી પન્નુની આગામી ફિલ્મ 'હસીન દિલરુબા'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ટ્રેલર પરથી ખ્યાલ આવે છે કે ફિલ્મ જબરજસ્ત સસ્પેન્સ-થ્રિલર છે. ફિલ્મમાં તાપસીએ ઘણાં જ બોલ્ડ સીન્સ આપ્યા છે. તાપસીની સાથે વિક્રાંત મેસ્સી તથા હર્ષવર્ધન રાણે લીડ રોલમાં છે.

ઈન્ટિમેટ સીન્સ પર તાપસીએ શું કહ્યું?
ઇન્ટરવ્યૂમાં તાપસીએ કહ્યું હતું કે 'હસીન દિલરુબા'માં વિક્રાંત તથા હર્ષવર્ધન તેની સાથે ઈન્ટિમેટ સીન્સ કરતાં સમયે ઘણાં જ ડરેલા હતા. તેને આશા છે કે તેણે તેમના માટે ઈન્ટિમેટ સીન્સ સહજ બનાવ્યા હતા. વધુમાં તાપસીએ કહ્યું હતું કે તે વિચારતા હતા કે ખબર નહીં આ તેમની સાથે શું કરશે. તેને લાગ્યું કે બંને છોકરાઓ ઘણાં જ ડરેલા હતા, તેને ખ્યાલ નથી કે તેની ઈમેજને કારણે કે પછી અન્ય કોઈ સમસ્યા હતી. જોકે, તે વિનીલ (ફિલ્મનો ડિરેક્ટર) પાસે જતી અને ફરિયાદ કરતી હતી.

તાપસી પન્નુ 'લૂપ લપેટા', રશ્મિ રોકેટ', 'દોબારા' જેવી ફિલ્મમાં જોવા મળશે
તાપસી પન્નુ 'લૂપ લપેટા', રશ્મિ રોકેટ', 'દોબારા' જેવી ફિલ્મમાં જોવા મળશે

પાર્ટનર પાસેથી ક્યારેય પરવાનગી નથી લેતી
જ્યારે તાપસીને પૂછવામાં આવ્યું કે તે ઈન્ટિમેટ સીન્સ અંગે પાર્ટનર સાથે વાત કરે છે? જેના જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું કે તે ઈન્ટિમેટ સીન્સ અંગે ક્યારેય પાર્ટનરને કહેતી નથી. આ તેની પ્રોફેશનલ લાઇફ છે અને તે પોતાના અંગત જીવનથી તેને ઘણી જ દૂર રાખે છે. તે એવી અપેક્ષા પણ નથી રાખતી કે તેનો પાર્ટનર તેના પ્રોફેશનલ જીવન અંગે તેની પરમિશન લે અને તેણે પણ તેની પાસેથી આવી આશા રાખવી જોઈએ નહીં.'

હર્ષવર્ધન રાણે, તાપસી તથા વિક્રાંત
હર્ષવર્ધન રાણે, તાપસી તથા વિક્રાંત

શું છે ફિલ્મની સ્ટોરી?
વિક્રાંત પઝેસિવ પતિ તરીકે જોવા મળે છે. તાપસી, હર્ષ તથા વિક્રાંતના લવ ટ્રાંયગલને પ્રેમનું અલગ જ રૂપ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્રણેય એક્ટર પહેલી જ વાર સાથે કામ કરી રહ્યાં છે. ફિલ્મને કનિકા ધિલ્લોને લખી છે. વિનીલ મેથ્યુએ ડિરેક્ટ કરી છે અને આનંદ એલ રાયે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ 2 જુલાઈના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાને કારણે આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ મોડું શરૂ થયું હતું અને ફિલ્મ ઓક્ટોબર, 2020માં બનીને તૈયાર થઈ હતી.