માનસિકતા સામે લડતી હીરોઈન:પોર્ન સ્ટારની સાથે ફિલ્મ કરતાં લોકો માહિકાને સેક્સ વર્કર સમજવા લાગ્યા હતા, એક્ટ્રેસે કહ્યું- સમાજમાં યુવતીનું અપમાન સૌથી સરળ કામ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માહિકાએ આગામી ફિલ્મમાં એડલ્ટ સ્ટાર સાથે કામ કર્યું

એક્ટ્રેસ માહિકા શર્મા અપકમિંગ ફિલ્મ 'ધ મોડર્ન કલ્ચર'માં એડલ્ટ ફિલ્મ સ્ટાર ડેની ડી સાથે જોવા મળશે. માહિકાએ જ્યારે ડેની સાથે કામ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે લોકો એમ માનવા લાગ્યા હતા કે તે સેક્સ વર્કર છે. આ કારણે તેની સાથે ભેદભાવ પણ કરવામાં આવ્યો હતો. હાલમાં જ આંતરરાષ્ટ્રીય સેક્સ વર્કર્સ ડે પર સામાજિક બદીઓ અંગે વાત કરતાં માહિકાએ આ વિષય પર ખુલ્લા મનથી વાત કરી હતી.

માહિકાએ કહ્યું હતું, 'પોતાને સાચી સાબિત કરવાને બદલે મેં તુલના કરી કે એક યૌનકર્મી કેટલું દયનીય જીવન જીવે છે અને પછી મેં તેમની મદદ કરવાની યોજના બનાવી.'

પોર્ન પર બૅન, પરંતુ એડલ્ટ ફિલ્મ હજી પણ બની રહી છે
માહિકાએ આગળ કહ્યું હતું, 'હું વેશ્યાવૃત્તિને નાબૂદ કરવા માગું છું. આપણાં દેશમાં પોર્ન પર બૅન મૂકવામાં આવ્યો છે, પરંતુ ડિજિટલ નેટવર્ક પર લોકલ એક્ટર્સની સાથે અનેક એડલ્ટ ફિલ્મ બનાવવામાં આવી રહી છે અને રિલીઝ થઈ રહી છે. આ દુઃખદ છે. આપણે કાયદાકીય રીતે આ મુદ્દે ધ્યાન આપવાની જરૂર છે.'

ચેરિટી માટે કામ કરે છે
પૂર્વ મિસ ટીન નોર્થ ઈસ્ટ તથા 'રામાયણ', 'FIR', 'તુ મેરે અગલ બગલ હૈ' જેવા ટીવી શોમાં જોવા મળેલી માહિકા વિવિધ ચેરિટી તથા સ્વૈચ્છિક સંસ્થા સાથે કામ કરે છે. તેણે વેશ્યાવૃત્તિને સમાપ્ત કરવાના ઉદ્દેશથી ભારતમાં માનવાધિકારો, મહિલાઓ તથા બાળકોના સ્વાસ્થ્ય તથા યૌનકર્મીઓના પુનર્વાસ માટે કામ કર્યું છે.