દુ:ખદ:નેશનલ અવોર્ડ વિજેતા વામન ભોંસલેનું 89 વર્ષની ઉંમરે નિધન થયું, 'રામ લખન' અને 'સૌદાગર' જેવી ફિલ્મની એડિટિંગ કરી ચૂક્યા હતા

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફિલ્મ મેકર સુભાષ ઘઈએ સોશિયલ મીડિયા પર તેમના નિધનના સમાચાર આપ્યા
  • વામન ભોંસલેને 1978માં વિનોદ ખન્ના અને વિદ્યા સિન્હા સ્ટારર ફિલ્મ 'ઈનકાર' માટે બેસ્ટ એડિટિંગનો નેશનલ અવોર્ડ મળ્યો હતો

નેશનલ અવોર્ડ વિજેતા ફિલ્મ એડિટર વામન ભોંસલેનું નિધન થયું છે. 89 વર્ષની ઉંમરમાં તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીઘા છે. ફિલ્મ મેકર સુભાષ ઘઈએ આ વાતની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમણે લખ્યું કે, "વામન ભોંસલે સરની આત્માને શાંતિ મળે. મારી પ્રથમ ફિલ્મ 'કાલીચરણ'માં જીનિયસ એડિટર ત્યારબાદ 'ખલનાયક' સુધી મારી તમામ ફિલ્મોના એડિટર ટીચર રહ્યા અને મને 'તાલ' જેવી ફિલ્મ માટે પણ એડિટિંગ માટે પ્રેરિત કરતાં રહ્યા. એક મહાન ટીચર."

1978માં નેશલન અવોર્ડ મળ્યો હતો
વામન ભોંસલેને 1978માં વિનોદ ખન્ના અને વિદ્યા સિન્હા સ્ટારર ફિલ્મ 'ઈનકાર' માટે બેસ્ટ એડિટિંગનો નેશનલ અવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ રાજ એન સિપ્પીએ ડાયેરેક્ટ કરી હતી. 1992માં રિલીઝ થયેલી દિલીપ કુમાર, રાજકુમાર, મનીષા કોઈરાલા અને વિવેક મુશ્રાન સ્ટારર અને સુભાષ ઘઈના ડાયરેક્શનમાં બનેલી 'સૌદાગર' માટે વામને ફિલ્મફેર અવોર્ડ જીત્યો હતો.

ગોવાથી મુંબઈ શિફ્ટ થયા હતા ભોંસલે
ભોંસલેનો જન્મ ગોવામાં થયો હતો. ત્યાં પ્રાથમિક શિક્ષા પૂરી કરી તેઓ 1952માં મુંબઈ આવ્યા હતા. ડી એન પાઈના અંડરમાં તેમણે બોમ્બે ટોકીઝમાં એડિટિંગની ટ્રેનિંગ લીધી અને ત્યારબાદ 12 વર્ષ સુધી ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં અસિસ્ટન્ટ એડિટરનું કામ કર્યું.

1967માં પહેલો મોટો પ્રોજેક્ટ મળ્યો હતો
1967માં આવેલી ખોસલા નિર્દેશિત 'દો રાસ્તે' તરીકે એડિટર વામનનો પ્રથમ પહેલો પ્રોજેક્ટ હતો, તેની ખુબ પ્રશંસા થઈ હતી. ત્યારબાદ વામને ખોસલા સિવાય ગુલઝાર, સુભાષ ઘઈ, શેખર કપૂર, રવિ ટંડન, મહેશ ભટ્ટ, રાજ સિપ્પી, અનિલ ગાંગુલી, સુનીલ દત્ત, વિક્રમ ભટ્ટ અને કે વિશ્વનાથ જેવા ઘણા ડાયરેક્ટર્સ સાથે કામ કર્યું. તેમના દ્વારા એડિટ કરેલી બ્લોકબ્લસ્ટર ફિલ્મમાં 'મેરા ગાવ મેરા દેશ', 'દો રાસ્તે', 'ઈનકાર', 'દોસ્તાના', 'ગુલામ', 'અગ્નિપથ', 'હીરો', 'કાલીચરણ', 'રામ લખન' અને 'સૌદાગર' સામેલ છે.