તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Wajid Khan's Wife Kamal Rukh Filed A Petition In The High Court Against Sajid And Her Mother in law, Saying Only Her And The Children's Rights In Her Husband's Property

વસિયત પર વિવાદ:વાજિદ ખાનની પત્ની કમલરુખે જેઠ સાજિદ તથા સાસુ રાજીના વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી, કહ્યું- પતિની સંપત્તિમાં માત્ર મારો ને બાળકોનો હક

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગયા વર્ષે સંગીતકાર વાજિદ ખાનનું અવસાન થયું હતું
  • પત્ની કમલરુખે વાજિદની વસિયત અંગે કોર્ટમાં અરજી કરી છે

દિવંગત મ્યૂઝિક કમ્પોઝર વાજિદ ખાનની પત્ની કમલરુખ ખાને જેઠ સાજિદ ખાન તથા સાસુ રાજીના વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરે છે. કમલરુખે વાજિદની વસિયત અંગે કોર્ટમાં અરજી કરી છે. વાજિદે 2012માં પોતાની વસિયત બનાવી હતી. કમલરુખનો દાવો છે કે વાજિદે પોતાની સંપત્તિમાં માત્રને માત્ર તેને તથા બાળકોને હકદાર બનાવ્યા હતા.

કોર્ટે સાજિદ-રાજીના પાસેથી પ્રોપર્ટીની વિગત માગી
કહેવામાં આવે છે કે કોર્ટે સાજિદ ખાન તથા તેની માતા રાજીનાને પ્રોપર્ટીની વિગતો આપવાનો આદેશ આપ્યો છે. કુલ સંપત્તિ 16 કરોડ રૂપિયાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાં લોકપ્રિય ચિત્રકારોના ચિત્રો પણ સામેલ છે અને કમલરૂખના જણાવ્યા પ્રમાણે, આ ચિત્રોની કિંમત 8 કરોડ રૂપિયા છે.

કમલરુખે દાવો કર્યો છે કે 2003માં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તેણે વાજિદ ખાન સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, ખાન પરિવારે તેને તથા તેના બાળકોને ક્યારેય પરિવાર તરીકે સ્વીકાર્યા નહીં. પતિના મોત બાદ કમલરુખ સતત વાજિદની સંપત્તિમાંથી હિસ્સો લેવા માટે સંઘર્ષ કરે છે.

જૂન 2020માં વાજિદનું કોરોનાથી મોત
સાજિદ-વાજિદ જોડી ફેમ વાજિદ ખાનનું અવસાન 1 જૂન 2020ના રોજ થયું હતું. પતિના મોતના છ મહિના બાદ કમલરૂખે દાવો કર્યો હતો કે વાજિદ પોતાના અંતિમ સમયમાં ઘણો જ મુશ્કેલીમાં હતો, કારણ કે લૉકડાઉનને કારણે તે પોતાના પરિવાનરે મળી શકતો નહોતો.

કમલરૂખે કહ્યું હતું, વાજિદ ઘણો જ સારો વ્યક્તિ તથા ટેલેન્ટેડ સંગીતકાર હતો, પરંતુ તેનામાં એક જ ખામી હતી અને તે એ હતી કે તે સ્ટ્રોંગ માઈન્ડેડ નહોતો. તે કાચા કાનનો હતો અને જલ્દીથી કોઈની પણ વાતમાં આવી જતો હતો. કમલરૂખે દાવો કર્યો હતો કે આ મુદ્દે તેમની વચ્ચે ઘણાં જ ઝઘડતા થતા હતા. 2014માં ધર્મપરિવર્તન ના કરવાને કારણે ડિવોર્સની પણ ધમકી આપી હતી.

વાજિદના પરિવારે કમલરુખને કેમ ના સ્વીકારી?
આ અંગે કમલરુખે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મારો ઉછેર એક સરળ પારસી પરિવારમાં થયો છે. પરિવારમાં ડેમોક્રેટિક સિસ્ટમ હતી. વિચારોની સ્વંતત્રતા તથા હેલ્થી ડિબેટ થતી હતી. દરેક પ્રકારે શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. જોકે, લગ્ન બાદ આ જ સ્વતંત્રતા, શિક્ષણ તથા ડેમોક્રેટિક વેલ્યુ સિસ્ટમ મારા પતિના પરિવાર માટે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે.' ઉલ્લેખનીય છે કે કમલરુખ-વાજિદને દીકરી અર્શી તથા દીકરો રેહાન છે.