તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યથા:વિવેક ઓબેરોયે સુશાંત સિંહ રાજપૂતની યાદમાં ઓપન લેટર લખ્યો, કહ્યું- ઈન્ડસ્ટ્રીએ ગંભીર રીતે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે

મુંબઈએક વર્ષ પહેલા

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કારમાં સામેલ થયા બાદ એક્ટર વિવેક ઓબેરોયે સોશિય મીડિયામાં એક ઓપન લેટર લખ્યો હતો. આ લેટરમાં વિવેકે ઈન્ડસ્ટ્રીને લઈ વાત કરી હતી. આ ઉપરાંત સુશાંતના અંતિમ સંસ્કાર દરમિયાન તેના પિતા તથા બહેનના દુઃખ અંગે પણ જણાવ્યું હતું.

શું કહ્યું વિવેક ઓબેરોયે?
વિવેકે કહ્યું હતું, ‘આજે સુશાંતના અંતિમ સંસ્કારમાં સામેલ થતા ઘણી જ તકલીફ થઈ હતી. હું સાચે જ પ્રાર્થના કરું છું કે કાશ હું તેની સાથે મારો અંગત અનુભવ શૅર કરી શક્યો હોત અને તેના દુઃખને ઓછું કરવામાં તેની મદદ કરી શકત. આ દુઃખ સાથે મારી પોતાની સફર રહી છે. આ બહુ જ તકલીફભર્યું તથા બહુ જ એકલતા વાળું હોઈ શકે છે.’

વિવેકે આગળ કહ્યું હતું, ‘...પરંતુ મોત ક્યારેય એ સવાલોના જવાબ આપી શકે નહીં. આત્મહત્યા કોઈ પણ સમસ્યાનો ઉકેલ હોઈ શકે નહીં. મને લાગે છે કે તેણે પોતાના પરિવાર, પોતાના મિત્રો તથા તે ચાહકો અંગે વિચારવાનું બંધ કરી દીધું હતું, જે આજે આટલા મોટા નુકસાનને ફીલ કરી રહ્યાં છે. કાશ...તેણે એ વાતનો અહેસાસ કર્યો હોત કે લોકો તેની કેટલી પરવા કરે છે.’

પિતા-બહેનને દુઃખી જોયા
વિવેકે કહ્યું હતું, ‘આજે જ્યારે મેં તેના પિતાને તેની ચિતાને મુખાગ્નિ આપતા જોયા તો તેમની આંખમાં જે દુઃખ હતું, તે અસહ્ય હતું. જ્યારે મેં તેની બહેનને રડતી જોઈ અને તે પોતાના ભાઈને પાછા આવવાનું કહેતી હતી. હું કહી શકતો નથી કે મારા મનના ઊંડાણમાં આ બધાને લઈ કેવું અનુભવાઈ રહ્યું છે.’ 

‘આશા છે કે આપણી ઈન્ડસ્ટ્રી જે પોતાને એક પરિવાર કહે છે, તે ગંભીર રીતે પોતાનું આત્મનિરીક્ષણ કરશે. આપણે સારા બનવા માટે બદલવાની જરૂર છે. આપણે એકબીજાની બુરાઈ કરવાને બદલે એકબીજાની મદદ કરવાની વધુ જરૂર છે. અહંકાર અંગે ઓછું વિચારીને ટેલેન્ટેડ તથા લાયક લોકો તરફ ધ્યાન આપવાની જરૂર છે.’

બોલિવૂડ માટે વેક અપ કૉલ
વિવેકે આગળ કહ્યું હતું, ‘આ પરિવારને વાસ્તવમાં એક પરિવાર બનવાની જરૂર છે, એ જગ્યા જ્યાં ટેલેન્ટને કેળવવામાં આવે ના કે તેને નષ્ટ કરવામાં આવે. આ આપણાં તમામ માટે એક વેકઅપ કૉલ છે. હું સદાય હસતા રહેતા સુશાંતને હંમેશાં મિસ કરીશ. હું પ્રાર્થના કરીશ કે મારા ભાઈ, ઈશ્વર એ તમામ દુઃખ લઈ લે, જે તે અનુભવ્યું છે. તારા પરિવારને આ નુકસાનનો સામનો કરવાની શક્તિ આપે. આશા છે કે હવે તું સારી જગ્યા પર હોઈશ. કદાચ અમે લોકો તારા લાયક નહોતાં.’

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને સારવાર કરાવતો હતો. 14 જૂન, રવિવારે સુશાંતે મુંબઈ સ્થિત બાંદ્રામાં પોતાના ફ્લેટમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. સુશાંતના અંતિમ સસ્કાર 15 જૂનના રોજ મુંબઈના વિલે પાર્લે સ્થિત પવન હંસ સ્મશાનમાં કરવામાં આવ્યા હતાં. પિતા, બહેન, નિકટના પરિજનો ઉપરાંત બોલિવૂડ સેલેબ્સ શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા, વિવેક ઓબેરોય, રણવીર શૌરી, રાજકુમાર રાવ સહિતના સેલેબ્સ અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો