તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવેક ઓબેરોયનું ફની રિએક્શન:વેલેન્ટાઈન ડે પર હેલમેટ વગર પત્નીને બાઈક રાઈડ પર લઈ ગયો હતો, દંડ ભરવો પડ્યો તો બોલ્યો- ‘પ્યાર હમેં કિસ મોડ પર લે આયા?’

મુંબઈ9 દિવસ પહેલા

વિવેક ઓબેરોય વિરુદ્ધ મુંબઈ ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરતાં એક્ટરે ફની રિએક્શન આપ્યું છે. તેણે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘પ્યાર હમેં કિસ મોડ પે લે આયા. નવી બાઈક પર હું અને મારી જાન નીકળ્યા હતા અને હેલમેટ વગર દંડ ભરવો પડ્યો. હેલમેટ વગર સવારી? મુંબઈ પોલીસ ચેકમેટ કરશે. મુંબઈ પોલીસ આ વાત જણાવવા માટે આભાર કે સેફ્ટી હંમેશાં સૌથી જરૂરી બાબત છે. સલામત રહો હેલમેટ તથા માસ્ક પહેરો.’

વિવેક ઓબેરોયની સો.મીડિયા પોસ્ટ
વિવેક ઓબેરોયની સો.મીડિયા પોસ્ટ

મુંબઈ ટ્રાફિક પોલીસે 500 રૂપિયાનો દંડ કર્યો
વેલેન્ટાઈન ડેના દિવસે વિવેક ઓબેરોય પત્ની પ્રિયંકા અલ્વા સાથે રોમેન્ટિક બાઈક રાઈડ પર ગયો હતો. વિવેકે સો.મીડિયામાં આ બાઈક રાઈડનો વીડિયો પણ શૅર કર્યો હતો. જોકે, આ જ વીડિયો તેના માટે મુશ્કેલીરૂપ બની ગયો છે. રિપોર્ટ પ્રમાણે, મુંબઈ ટ્રાફિક પોલીસે શહેરના રસ્તા પર હેલમેટ વગર બાઈક ચલાવવાના આરોપમાં વિવેકને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

કોરોનાનો નિયમ તોડ્યો તો FIR થઈ
વિવેક ઓબેરોય પર કોરોના પ્રોટોકોલ તોડવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. બાઈક ચલાવતા સમયે વિવેક તથા પ્રિયંકાએ બંનેમાંથી કોઈએ માસ્ક પહેર્યો નહોતો. રિપોર્ટમાં એક અધિકારીએ કહ્યું હતું કે વિવેક વિરુદ્ધ મહારાષ્ટ્ર કોવિડ 19ની ગાઈડલાઈનનો ભંગ, મોટર વ્હીકલ્સ એક્ટની સાથે સાથે IPCના સેક્શન 188 (લોક સેવકે જાહેર કરેલા આદેશનું ઉલ્લંઘન) તથા 269 (જોખમી બીમારીનો ચેપ ફેલાવવાની આશંકા વચ્ચે બેદરકારી) હેઠળ FIR કરવામાં આવી છે.

સો.મીડિયા યુઝર્સે સલાહ આપી
14 ફેબ્રુઆરીના રોજ શૅર કરવામાં આવેલા વીડિયોમાં વિવેક ઓબેરોયે કહ્યું હતું, ‘હેપ્પી વેલેન્ટાઈન ડે. આ વેલેન્ટાઈન ડે પર હું, મારી પત્ની અને તેની સાથે શું શરૂઆત થઈ છે.’

વિવેકનો વીડિયો જોયા બાદ અનેક સો.મીડિયા યુઝર્સે સલાહ આપી હતી. એક યુઝરે કહ્યું હતું, ‘સર, હેલમેટ ક્યાં છે? સેફ્ટી પહેલાં.’ અન્ય એક યુઝરે કમેન્ટ કરી હતી, ‘હવે બીજીવાર રાઈડ પર જાઓ તો હેલમેટ અચૂક પહેરજો.’ એક યુઝરે કહ્યું હતું, ‘હવે કેટલાંક જ્ઞાની લોકો જ્ઞાન આપશે અને તરત જ ટ્રાફિક પોલીસ બની જશે કે હેલમેટ ક્યા છે, આમ તો સાચે જ ભાઈ હેલમેટ છે ક્યાં?’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો