તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવેક ઓબેરોયના જખમ તાજા થયા:બોલિવૂડમાં લોબી કલ્ચરનો શિકાર થયો હતો વિવેક ઓબેરોય, બોલ્યો- કોઈના કહેવા પર લોકોએ મારી સાથે કામ કરવાની ના પાડી દીધી હતી

7 મહિનો પહેલા

વિવેક ઓબેરોયના જણાવ્યા મુજબ બોલિવૂડમાં હંમેશાંથી લોબી છે જેનો પ્રભાવ અને પાવર મોટા પાયે છે. તેમણે તેનો ઉપયોગ ખુદને સમૃદ્ધ બનાવવા અને ફાયદા માટે કર્યો છે. એક ઇન્ટરવ્યૂ દરમ્યાન 44 વર્ષીય એક્ટરે કહ્યું કે તે ખુદ પણ આ લોબી કલ્ચરનો શિકાર થયા છે.

'જ્યારે લોકોએ કહ્યું- સોરી હું તમારી સાથે કામ ન કરી શકું'
વિવેકે કહ્યું કે, 'મેં એ સમય જોયો છે જ્યારે લોકોએ મને કહ્યું હતું કે 'સોરી મેન હું તારી સાથે કામ ન કરી શકું, કારણકે XYZએ અમને આવું કરવા માટે ના પાડી છે. મેં સૌથી પહેલા જોયું હતું કે લોકો પોતાની શક્તિનો દુરુપયોગ કઈ રીતે કરે છે.'

'લોબી સિસ્ટમ વિરુદ્ધ ઊભા રહેવાની કિંમત ચૂકવવી પડી'
વિવેકના જણાવ્યા મુજબ તેણે ઘણા સમય પહેલાં આ લોબી સિસ્ટમ વિરુદ્ધ ઊભા રહેવાની ટ્રાય કરી હતી. પરંતુ તેને ત્યારે કોઈનો સપોર્ટ ન મળ્યો હતો. તેણે કહ્યું કે, 'મેં સિસ્ટમ વિરુદ્ધ ઊભા રહીને કહ્યું હતું કે આ બરાબર નથી અને કૂલ નથી. પરંતુ તે સમય પહેલાં હતું અને મને કોઈનો સાથ ન મળ્યો. મને તેની કિંમત ચૂકવવી પડી.'

વિવેકે આગળ જણાવ્યું કે, 'ત્યારબાદ મેં નક્કી કર્યું કે જિંદગી જીવવાની સાચી રીત એ જ છે કે ખુદને આ બધાથી અલગ કરી લેવામાં આવે. મેં નક્કી કર્યું કે હું સર્કસનો હિસ્સો નહીં બનું. માત્ર સારી ફિલ્મો બનાવતો રહીશ. જ્યારે તમારી સાથે બદમાશી કરવામાં આવે છે તો તમે બદમાશ બનો છો અથવા રક્ષક બનો છો. તમારો સ્વભાવ બદલી શકાય છે. મેં બીજો રસ્તો અપનાવ્યો.'

સલમાન સાથે ઝઘડો થયા બાદ વિવેક પાસેથી ફિલ્મો છીનવી લેવાઈ
વિવેકે ઇન્ટરવ્યૂમાં કોઈનું નામ નથી લીધું પણ આ બાબત 2003ની તે ઘટના સાથે જોડાયેલી છે જ્યારે તેણે સલમાન ખાન વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં વિવેકે જણાવ્યું હતું કે 29 માર્ચે (2003) રાત્રે 12:30 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી સલમાને તેને 41 વાર ફોન કર્યા. તેને મારી નાખવાની ધમકી આપી અને ખરાબ ગાળો આપી હતી.

વિવેકે ફરાહ ખાનના શો 'તેરે મેરે બીચ મેં' માં કહ્યું હતું કે તે ઘટના બાદ રાતોરાત તેનું કરિયર નષ્ટ થઇ ગયું હતું. ઘણા ફિલ્મમેકર્સે તેને તેમની ફિલ્મમાંથી કાઢી નાખ્યો હતો. સાઈનિંગ અમાઉન્ટ પરત લઇ લીધી હતી. ત્યાં સુધી કે એક અવોર્ડ શોમાં જતા અટકાવી દેવાયો હતો અને તેનો અવોર્ડ અન્ય એક્ટરને આપી દેવામાં આવ્યો હતો.

ઐશ્વર્યા રાયને લઈને સલમાન વિવેકનો ઝઘડો થયો હતો
સલમાન અને વિવેકનો ઝઘડો ઐશ્વર્યા રાયને લઈને થયો હતો. ઐશ્વર્યા 'હમ દિલ દે ચુકે સનમ'ના શૂટિંગ દરમ્યાન સલમાનને ડેટ કરી રહી હતી. પરંતુ પાછળથી તેના વર્તનથી ત્રાસી જઈને તેણે તેની સાથે બ્રેકઅપ કરી લીધું અને 'ક્યોં હો ગયા ન'ના સેટ પર તે અને વિવેક ક્લોઝ થઇ રહ્યા હતા. આ વાત સલમાનને જરાપણ પસંદ ન પડી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો