તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રોબ્લેમ:વિઝા વગર UAE પહોંચ્યો વિવેક ઓબેરોય, દુબઇ એરપોર્ટ પર એવું વર્તન થયું, એક્ટરે વીડિયો શેર કરીને આખી ઘટના જણાવી

4 મહિનો પહેલા

બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય થોડા દિવસ પહેલાં પર્સનલ કામ માટે UAE પહોંચ્યો. દુબઇ એરપોર્ટ પર વિવેક એક પ્રોબ્લેમમાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ વિવેકને આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે એરપોર્ટના અમુક અધિકારીઓએ મદદ કરી. આ આખી ઘટના વિશે વિવેકે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને જણાવ્યું. આ વીડિયોમાં તેણે દુબઇ એરપોર્ટના અધિકારીઓની ઉદારતા વિશે જણાવ્યું. સાથે જ તેની મદદ કરવા માટે બધા અધિકારીઓનો આભાર માન્યો.

હું મારા વિઝા લાવવાના ભૂલી ગયો હતો
વીડિયોમાં વિવેકે કહ્યું, 'હું દુબઇ કંઈક કામ માટે આવ્યો છું. આજે મારી સાથે એક અદભુત ઘટના થઇ. મને થયું કે મારે આ તમારી સાથે શેર કરવું જોઈએ. વાત એમ છે કે, જ્યારે મેં દુબઇમાં એન્ટ્રી લીધી તો મને ખ્યાલ આવ્યો કે હું મારા વિઝા લાવવાનું ભૂલી ગયો છું અને મારી પાસે ફોનમાં પણ તેની ડિજિટલ કોપી નથી. મારાથી આ ગડબડ થઇ ગઈ. પણ હું દુબઇના લોકોનો આભાર માનવા ઈચ્છું છું. અહીંયાના લોકો ખૂબ પ્રેમાળ છે. ઇમિગ્રેશન કંટ્રોલ, પાસપોર્ટ ઓફિસર મારી પાસે આવ્યા અને તેમણે મારી સાથે ઘણું સારું વર્તન કર્યું.'

એરપોર્ટ અધિકારીઓએ મને આ પ્રોબ્લેમમાંથી બહાર કાઢ્યો
વિવેકે વીડિયોમાં આગળ કહ્યું, 'દુબઇ એરપોર્ટના અધિકારીઓએ મને આ પ્રોબ્લેમમાંથી બહાર કાઢ્યો. તેમણે તેમની સિસ્ટમમાંથી મારા વિઝાની કોપી કાઢીને સ્ટેમ્પ લગાવીને મને આપી. ખાસ કરીને મરહબા સેવાની એક મહિલા ઓફિસર રોશેલે મારી ઘણી મદદ કરી. તેઓ મને એરપોર્ટના બધા વિભાગોમાં લઇ ગયા અને મારી પ્રોબ્લેમ સોલ્વ કરાવી. મને ખરેખર આ ખૂબ ગમ્યું. હું એ દરેક ઓફિસર્સનો આભાર માનું છું અને આટલી મદદ કરવા માટે દુબઇ એરપોર્ટનો આભાર વ્યક્ત કરું છું. આશા છે કે હવે હું અહીંયા મારી જર્ની કરી શકીશ. આરામ કરી શકું છું અને મારી જર્નીનો આનંદ લઇ શકું છું. ચીયર્સ મિત્રો.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો