તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમ્પોઝરનું કન્ફેશન:વિશાલ દદલાનીએ કહ્યું- 'છલાંગ' માટે 'દીદાર દે' રીમિક્સ નથી બનાવ્યું, અમે ઓરિજિનલ સોન્ગ બનાવ્યું હતું માટે ક્રેડિટ આપવામાં આવ્યું

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકુમાર રાવ અને નુસરત ભરૂચાની ફિલ્મ 'છલાંગ'નું એક સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું હતું- 'દીદાર દે'. આ સોન્ગ 2005ની ફિલ્મ 'દસ'માં સાંભળવા મળ્યું હતું. તેને મ્યુઝિક કમ્પોઝર વિશાલ- શેખરે તૈયાર કર્યું હતું. આ ફિલ્મમાં પણ બંનેને ક્રેડિટ આપવામાં આવ્યું છે. જોકે, વિશાલે આ બાબતે એક ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

'દીદાર દે' સોન્ગ સુનિધિ ચૌહાણે ગાયું હતું, જ્યારે આ રીમિક્સ અસીસ કૌર અને દેવ નેગીએ ગાયું છે. રીક્રિએટ કરેલા સોન્ગના લિરિક્સ પંછી જાલૌનવીએ લખ્યા છે.

વર્ષોથી અમારું મ્યુઝિક પસંદ કરવા માટે આભાર
વિશાલે લખ્યું- અમને પૂરા સન્માન સાથે અહીંયા ક્રેડિટ આપવામાં આવ્યું છે, માત્ર એટલા માટે કારણકે અમે ઓરિજિનલ દીદાર દેનું ઓરિજિનલ મ્યુઝિક 2004માં તૈયાર કર્યું હતું. જોકે અમે આ રીમિક્સ નથી બનાવ્યું. ફિલ્મ અને તેની ટીમને અમારી શુભકામના. અમારા મ્યુઝિકને વર્ષોથી પસંદ કરવા માટે આભાર.

ટાઇટલ અને રિલીઝ ડેટ બદલતી રહી
વાત 'છલાંગ' ફિલ્મની કરીએ તો આ હંસલ મેહતાની ફિલ્મ છે. પહેલા આનું ટાઇટલ 'તુર્રમ ખાન' હતું. ત્યારબાદ છલાંગ કરવામાં આવ્યું. ફિલ્મ જાન્યુઆરી 2020માં રિલીઝ થવાની હતી. ત્યારબાદ ડેટ આગળ વધી ગઈ. પછી લોકડાઉન થઇ ગયું. હવે કામ ફરી શરૂ થયું છે તો આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો