તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેશનની દુનિયામાં ફિજિટલ ફંડા:કોરોનાની વચ્ચે મજબૂરીમાં વર્ચ્યુઅલ શો શરૂ થયા હતા, હવે મળી રહ્યાં છે અઢળક ફાયદા

મુંબઈ22 દિવસ પહેલાલેખક: મનીષા ભલ્લા
  • લાઇવ સ્ટેજ પર્ફોર્મન્સવાળી મજા હોય કે ના હોય, પરંતુ રિચ વધારે મળે છે.
  • ડિઝાઇનરની જવાબદારી વધી, હવે ડિઝાઈન ઉપરાંત વેન્યૂ, મોડલ બધું કરે છે.

ફેશન શોની દુનિયામાં હવે વર્ચ્યુઅલ શો જ ફેશન બની ગયા છે. કોવિડને કારણે મજબૂરીમાં શરૂ થયેલા આવા ફેશન શોને કારણે રિચ અનેકગણી વધી ગઈ છે. અન્ય ફાયદા તો ખરાં જ. હવે પરિસ્થિતિ સામાન્ય થશે તો પણ પરંપરાગત ફેશન શોની સાથે વર્ચ્યુઅલ ફેશન શો પણ થશે.

કોવિડની સાથે વર્ચ્યુઅલ ફેશન શો પણ ચીનથી જ આવ્યો
આખી દુનિયામાં ચીન જ કોવિડ લાવ્યું છે. વર્ચ્યુઅલ ફેશન શો પણ ત્યાંથી જ આવ્યો છે. ચીનની ઇ-કોમર્સ જાયન્ટ અલીબાબા ગ્રુપની ઓનલાઇન રીટેલ કંપની ટી મોલે ગયા વર્ષે ડિજિટલ શાંઘાઈ ફેશન વીકનું આયોજન કર્યું હતું. આ એટલું હિટ રહ્યું કે તમામ દેશના ફેશન વર્લ્ડે આને સ્વીકારી લીધું.

આ વર્ચ્યુઅલ શો લોકપ્રિય થયા

  • ઇન્ડિયા કોચર વીક સપ્ટેમ્બર, 2020
  • ઇન્ડિયન ફેશન વીક ઓક્ટોબર, 2020
  • FDCI એન્ડ LFW ફેશન શો માર્ચ, 2021

ફિજિટલ શો એટલે શું?
ફિજિટલ એટલે ફિઝિકલ તથા ડિજિટલનું મિક્સિંગ. અહીંયા કેટલીક વાતો યથાર્થ સ્વરૂપે થાય છે તો કેટલીક વર્ચ્યુઅલ, જેમ કે FDCIએ આ વર્ષે ઇન્ડિયા ફેશન વીકનું ફિજિટલ ફોર્મેટમાં આયોજન કર્યું હતું.

ફેશન શોમાં પણ ડ્રાઇવ ઇન
ફિજિટલ ફેશન શોમાં તમામ મોડલ્સને FDCIના કેમ્પસમાં ભેગી કરવામાં આવી હતી. અહીંયા દર્શકોની ગેરહાજરીમાં તેમણે રેમ્પ વૉક કર્યું હતું. પછી રેમ્પ વૉકમાં નદી, જંગલ કે અન્ય કોઈ લોકેશન બેકગ્રાઉન્ડમાં ડિજિટલી એડ કરવામાં આવ્યું હતું. કેટલાંક ફેશન ડિઝાઇનર્સે ડ્રાઇવ ઇન રેમ્પ વૉક પણ કરાવ્યું હતું. એક મોટા પાર્કિંગ સ્લોટની વચ્ચે રેમ્પ પર મોડલ્સે વૉક કર્યું હતું. કેટલાંક ગેસ્ટે કારમાં બેસીને સોશિયલ ડિસ્ટન્સ સાથે આ શો એન્જોય કર્યો હતો. જોકે, મોટાભાગના ડિઝાઇનર્સે પોતાના શો કેસ રીલ બનાવીને જ આપી હતી.

ડિઝાઇનરનું કામ વધ્યું
'બાજીરાવ મસ્તાની', 'રામલીલા' જેવી ફિલ્મની કોસ્ચ્યુમ ડિઝાઇનર અંજુ મદી હાલમાં સપ્ટેમ્બરમાં યોજાનારા સમર ફેશન શોની તૈયારીમાં વ્યસ્ત છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમના માટે ફેશન શોની તૈયારીનો અર્થ જ બદલાઈ ગયો છે. હવે તે પોતાની રીતે મોડલ સિલેક્ટ કરે છે. સાથે વેન્યૂ પણ શોધે છે.

વર્ચ્યુઅલ શોએ બેકાર થતાં બચાવ્યા
વર્ચ્યુઅલ શોમાં પણ ફોટોગ્રાફર, મેકઅપ આર્ટિસ્ટ, કોરિયોગ્રાફર, મ્યૂઝિશિયન તથા મોડલ્સને કામ મળે છે. આ તમામ પાસે અન્ય અસાઇનમેન્ટ પણ હોય છે. આથી કોઈ બેકાર નથી.

ઇ-કોમર્સની અનેક સંભાવના
ચીનની ઓનલાઇન રીટેલ કંપની ટી મોલે ફેશન શો શરૂ કર્યો. ભારતની ઓનલાઇન રીટેલ કંપનીઓએ પણ નવી સંભાવના શોધે છે. ઓર્ડર, કેટલોગની સાથે સાથે ફેશન શોની ઝલક જોવા મળે અથવા ફેશન શો જોતા જ સમયે ઓર્ડરનો ઓપ્શન મળી જાય, આ ડિજિટલમાં સરળ છે. ઇ કોર્મસ કંપનીઓ, ડિઝાઇનર્સ તથા ઓર્ગેનાઇઝર્સની વચ્ચે સો.મીડિયામાં પ્રમોશન તથા અન્ય અનેક પ્રકારના ટાઇઅપ થઈ રહ્યાં છે. બધા માટે આ ફાયદાનો સોદો સાબિત થતો વર્ચ્યુઅલ શોની લોકપ્રિયતા વધશે તેમાં કોઈ શંકા નથી.

અન્ય સમાચારો પણ છે...