તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુષ્કા-વિરાટની દીકરી:વાઈરલ પોસ્ટમાં જોવા મળેલી દીકરી વિરાટ-અનુષ્કાની નથી, કોહલીના ભાઈએ સ્પષ્ટતા કરી

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
અનુષ્કા-વિરાટે પ્રેગ્નન્સીની જાહેરાત કરી એ સમયની તસવીર, ઈન્સર્ટમાં રહેલી તસવીર વિકાસ કોહલીએ શૅર કરી છે. - Divya Bhaskar
અનુષ્કા-વિરાટે પ્રેગ્નન્સીની જાહેરાત કરી એ સમયની તસવીર, ઈન્સર્ટમાં રહેલી તસવીર વિકાસ કોહલીએ શૅર કરી છે.
  • હોસ્પિટલનાં સૂત્રોના મતે, દીકરીનું નામ 'અન્વી' રાખ્યું હોવાની ચર્ચા

અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરીના રોજ બપોરે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો અને વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં પુત્રીના જન્મનાં વધામણાં આપ્યાં હતાં. વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલીએ સોશિયલ મીડિયામાં નાનકડી બેબી ગર્લની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'ખુશીઓની લહેર, પરી ઘર આવી ગઈ.' આ તસવીર શૅર કર્યા બાદ એવી ચર્ચા થવા લાગી કે આ તસવીરમાં જે બેબીના પગ દેખાય છે, તે અનુષ્કા-વિરાટની દીકરીના છે. જોકે, હવે વિકાસ કોહલીએ આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેણે કહ્યું હતું કે આ તસવીર અનુષ્કા-વિરાટની દીકરીની નથી. અનુષ્કા-વિરાટની દીકરીનું નામ આધ્યાત્મિક ગુરુ અનંત નારાયણ કરે એવી શક્યતા છે.

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી દીકરીના પેરન્ટ્સ બન્યાં, પુત્રીનું નામ 'અન્વી' રાખે તેવી ચર્ચા

વિકાસ કોહલીએ તસવીર અંગે સ્પષ્ટતા કરી
વિકાસ કોહલીએ સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા કરીને કહ્યું હતું, 'હું સ્પષ્ટતા કરવા માગું છું કે ગઈ કાલે મેં અનુષ્કા-વિરાટને અભિનંદન પાઠવવા માટે જે તસવીર શૅર કરી હતી, તે એક રેન્ડમ તસવીર હતી. તે તેમની દીકરીની તસવીર નથી. કેટલીક મીડિયા ચેનલમાં આ તસવીર અનુષ્કા-વિરાટની દીકરીની હોવાનું કહેવામાં આવ્યું છે. આથી જ આ સ્પષ્ટતા કરી.'

દરેક નિર્ણયમાં અનંત બાબાની સલાહ લેવામાં આવે છે
દીકરીના જન્મ બાદથી જ સોશિયલ મીડિયામાં નામ અંગે ચર્ચા થઈ રહી છે. હોસ્પિટલનાં સૂત્રોના મતે દીકરીનું નામ 'અન્વી' રાખવામાં આવ્યું હોવાનું કહેવાય છે. જોકે વેબ પોર્ટલ DNAના અહેવાલ પ્રમાણે, શર્મા પરિવારના આધ્યાત્મિક ગુરુ અનંત નારાયણ નામકરણ કરશે. શર્મા તથા કોહલી પરિવાર મહારાજ અનંતના નિર્ણયોને હંમેશાં માન આપતા હોય છે. પછી એ લગ્નનો નિર્ણય હોય કે ઘર ખરીદવાનો. શર્મા પરિવારના મહત્ત્વના નિર્ણયમાં અનંત નારાયણ પોતાની સલાહ અચૂકથી આપે છે.

ઉલ્લેખનીય છે કે અનંત નારાયણ હરિદ્વારમાં આવેલા અનંત ધામમાં રહે છે. અહીં શર્મા પરિવાર અવાર-નવાર આવે છે. અનુષ્કા-વિરાટના લગ્નમાં અનંત બાબા ઈટાલી પણ ગયા હતા. 15 વર્ષની ઉંમરમાં અનંત બાબા આધ્યાત્મિક સાથે જોડાઈ ગયા હતા.

અનંત નારાયણ સાથે અનુષ્કા શર્મા.
અનંત નારાયણ સાથે અનુષ્કા શર્મા.

2017માં લગ્ન કર્યા હતા
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 11 ડિસેમ્બરે 2017માં ઇટાલીમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. તેમના રિસેપ્શનમાં વડાપ્રધાન મોદીએ પણ હાજરી આપી હતી. ઓગસ્ટ, 2020માં અનુષ્કા તથા વિરાટે પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. લગ્નનાં ત્રણ વર્ષ અને એક મહિના બાદ બંનેના ઘરે દીકરીનો જન્મ થયો છે. અનુષ્કા તથા વિરાટ 32 વર્ષનાં છે. અનુષ્કા મે મહિનાથી કામ કરવાનું શરૂ કરશે.

લગ્નમાં અનુષ્કા-વિરાટને આશીર્વાદ આપતા આધ્યાત્મિક ગુરુ અનંત નારાયણ.
લગ્નમાં અનુષ્કા-વિરાટને આશીર્વાદ આપતા આધ્યાત્મિક ગુરુ અનંત નારાયણ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser