વામિકા પપ્પા સાથે આફ્રિકા ગઈ:વિરાટની લાડલી પહેલી વાર જોવા મળી, કોહલી બોલતો રહ્યો- ફોટો ના લેશો, પણ ફોટોગ્રાફર્સે ચહેરો કેપ્ચર કરી જ લીધો

મુંબઈ5 મહિનો પહેલા
  • પહેલી જ વાર 11 મહિનાની વામિકાનો ચહેરો જોવા મળ્યો

ટીમ ઇન્ડિયા આજે (16 ડિસેમ્બર) મુંબઈથી સાઉથ આફ્રિકના પ્રવાસે રવાના થઈ છે. વિરાટ કોહલી બસમાંથી નીચે ઉતર્યો તો તેણે તરત જ ફોટોગ્રાફર્સને વિનંતી કરી હતી કે તેઓ બેબી વામિકનો ફોટો ક્લિક ના કરે. જોકે, વિરાટ બોલે તે પહેલાં જ વામિકાનો ચહેરો ફોટોગ્રાફર્સે કેપ્ચર કરી લીધો હતો. અનુષ્કાએ દીકરીનો ચહેરો છુપાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો.

હંમેશાં ચહેરો છુપાવીને રાખે છે
અનુષ્કાએ આ વર્ષે 11 જાન્યુઆરીના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મ બાદથી જ વિરાટ તથા અનુષ્કાએ લાડલીનો ચહેરો છુપાવીને રાખ્યો છે. તેમણે આજ સુધી જેટલી પણ તસવીરો શૅર કરી તેમાં ક્યાંય વામિકાનો ચહેરો દેખાતો નથી. સો.મીડિયા કે પછી પબ્લિક અપીયરન્સમાં પણ વામિકાનો ચહેરો દેખાયો નથી.

વિરાટ પણ દીકરીનો ચહેરો ના દેખાય તે જ રીતે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરતો હોય છે.
વિરાટ પણ દીકરીનો ચહેરો ના દેખાય તે જ રીતે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરતો હોય છે.

દીકરીના જન્મ પર પણ તસવીર શૅર કરી નહોતી
દીકરીના જન્મની માહિતી વિરાટ કોહલીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આપી હતી. તેણે કહ્યું હતું, 'અમને બંને આ વાત જણાવીને ઘણો જ આનંદ થાય છે કે આજે બપોરે અમારા ત્યાં દીકરીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ તથા શુભેચ્છા માટે દિલથી આભાર માનીએ છીએ. અનુષ્કા તથા દીકરી બંને ઠીક છે. અમારું સૌભાગ્ય છે કે અમને જીવનના આ નવા ચેપ્ટરનો અનુભવ કરવાની તક મળી. અમને ખ્યાલ છે કે તમે આ વાત જરૂર સમજશો કે આ સમયે અમને પ્રાઇવસી જોઈએ છીએ.'

ફોટોગ્રાફર્સને આપેલું ગિફ્ટ હેમ્પર.
ફોટોગ્રાફર્સને આપેલું ગિફ્ટ હેમ્પર.

અનુષ્કા-વિરાટે ફોટોગ્રાફર્સને ફોટો ક્લિક ના કરવાની વિનંતી કરી હતી
અનુષ્કા તથા વિરાટે દીકરીના જન્મ પર ફોટોગ્રાફર્સને ગિફ્ટ હેમ્પર આપ્યું હતું, જેમાં બોમ્બે સ્વીટ શોપની મીઠાઈ, ફ્લેવર્ડ ડ્રાય ફ્રૂટ્સ, ડાર્ક ચોકલેટ્સ તથા સુગંધિત કેન્ડ્લ સાથે એક પત્ર મોકલ્યો હતો. આ પત્ર હિંદી તથા અંગ્રેજીમાં હતો. વિરાટ તથા અનુષ્કાએ પત્રમાં કહ્યું હતું, 'હાઈ, તમે અમને આટલા વર્ષોમાં જે પ્રેમ આપ્યો, તેના માટે આભાર. આ ખાસ પ્રસંગની ઉજવણી તમારી સાથે સેલિબ્રેટ કરીને આનંદ થઈ રહ્યો છે. પેરેન્ટ્સ તરીકે અમે તમને એક સામાન્ય અપીલ કરીએ છીએ. અમારી દીકરીની પ્રાઈવસીની સુરક્ષા કરવા માગીએ છીએ અને તે માટે તમારી મદદ તથા સમર્થન ઈચ્છીએ છીએ. અમે તમને આશ્વાસન આપીએ છીએ કે તમને અમારી ઉપર ફીચર કરવા માટે જરૂરી કન્ટેન્ટ મળી જશે. અમે આગ્રહ કરીએ છીએ કે અમારી દીકરી સાથે જોડાયેલું કોઈ કન્ટેન્ટ ના કરો અને તેને પબ્લિશ ના કરો. અમને ખ્યાલ છે કે તમે આ સમજશો. આના માટે આભાર.'

દીકરીનો ચહેરો ના દેખાય તે રીતે અનુષ્કાએ સો.મીડિયામાં આ ફોટો શૅર કર્યો હતો.
દીકરીનો ચહેરો ના દેખાય તે રીતે અનુષ્કાએ સો.મીડિયામાં આ ફોટો શૅર કર્યો હતો.

દીકરી છ મહિનાની થઈ ત્યારે સેલિબ્રેશન કર્યું હતું
વામિકા છ મહિનાની થઈ ત્યારે વિરાટ કોહલી તથા અનુષ્કા શર્મા ઇંગ્લેન્ડમાં હતા. આ સમયે અનુષ્કાએ સો.મીડિયામાં સેલિબ્રેશનની તસવીરો શૅર કરી હતી. તસવીરો શૅર કરીને અનુષ્કાએ કહ્યું હતું, 'તેના એક હાસ્યથી અમારી આખી દુનિયા બદલાઈ જાય છે. મને આશા છે કે અમે બંને તેના પ્રેમ પર ખરા ઉતરી શકીશું. અમને ત્રણેયને છ મહિના મુબારક.'

ટીમ મેટ્સ સાથેના ફોટો સેશનમાં પણ અનુષ્કાએ દીકરીનો ચહેરો છુપાવ્યો હતો.
ટીમ મેટ્સ સાથેના ફોટો સેશનમાં પણ અનુષ્કાએ દીકરીનો ચહેરો છુપાવ્યો હતો.

દીકરીને રેપની ધમકી મળી હતી
ટી-20 વર્લ્ડકપમાં હાર્યા બાદ સો.મીડિયા યુઝર્સ મનફાવે તે રીતે વિરાટ કોહલીને અપશબ્દો બોલતા હતા. આવામાં એક વ્યક્તિએ વિરાટ-અનુષ્કાની દીકરી વામિકાને રેપની ધમકી આપી હતી અને વિવાદ થયો હતો. દિલ્હી મહિલા આયોગે આ અંગે પોલીસ સાથે ચર્ચા કરી હતી. મુંબઈ પોલીસની સાયબર સેલે આરોપી રામનાગેશ શ્રીનિવાસ અકુબાથિનીની ધરપકડ કરી હતી.