સેલેબ લાઈફ:અનુષ્કા શર્મા સાથે વામિકાનાં ઉછેર વિશે વિરાટ બોલ્યો, ‘દીકરીને હસતી જોવાનું સુખ હું શબ્દોમાં વર્ણવી નહિ શકુ, આ લાઈફ ચેન્જિંગ અનુભવ છે’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લગ્નનાં 3 વર્ષ પછી અનુષ્કા-વિરાટને ત્યાં દીકરીનો જન્મ થયો છે - Divya Bhaskar
લગ્નનાં 3 વર્ષ પછી અનુષ્કા-વિરાટને ત્યાં દીકરીનો જન્મ થયો છે
  • અનુષ્કા અને વિરાટે 11 ડિસેમ્બર 2017ના રોજ ઇટાલીમાં ફ્લોરન્સમાં લગ્ન કર્યા હતા
  • જન્મથી લઈને અત્યાર સુધી તેઓ નાનકડી ઢીંગલીને લાઈમલાઈટથી દૂર રાખવાના પ્રયત્નો કરી રહ્યા છે

એક્ટ્રેસ અને પ્રોડ્યુસર અનુષ્કા શર્મા અને તેનો પતિ ક્રિકેટર વિરાટ કોહલી 11 જાન્યુઆરી,2021ના રોજ દીકરીના માતા-પિતા બન્યાં. તેમણે દીકરીનું નામ વામિકા રાખ્યું છે. વામિકાનો અર્થ દુર્ગા એવો થાય છે. જન્મથી લઈને અત્યાર સુધી તેઓ નાનકડી ઢીંગલીને લાઈમલાઈટથી દૂર રાખવાના પ્રયત્નો કરી રહ્યા છે. વિરાટ હાલ IPLમાં વ્યસ્ત છે, પિતા બન્યા પછી લાઈફમાં આવેલા ફેરફાર વિશે તેણે ડેનીશ સેત સાથે વાતચીત કરી.

વિરાટે કહ્યું, ‘ઘણી વસ્તુઓ ઝડપથી બદલાઈ ગઈ. તમારે હવે તે નાનકડા જીવને અનુરૂપ રહેવાનું છે જે પૂરી રીતે પહેલાં તેની માતા અને પછી તેના પિતા પર નિર્ભર છે. અમે ભેગા મળીને બાળકીનું ધ્યાન રાખી રહ્યા છીએ. હું અને અનુષ્કા આ સમયને એન્જોય કરી રહ્યા છીએ. જિંદગી બદલનારો આ લાઈફ ચેન્જિંગ અનુભવ છે. અમે બંનેએ પહેલાં અનુભવ કર્યા હતા તે અનુભવોથી આ એકદમ અલગ છે. બાળકીને હસતી જોવાનું સુખ હું શબ્દોમાં વર્ણવી ના શકું. હું અંદરથી મારી ફીલિંગ્સ ના કહી શકું. આ સમય અમેઝિંગ છે.’

દીકરીને જન્મ આપ્યાના 11 દિવસ બાદ જ અનુષ્કા એકદમ સ્લિમ અને ફિટ જોવા મળી હતી
દીકરીને જન્મ આપ્યાના 11 દિવસ બાદ જ અનુષ્કા એકદમ સ્લિમ અને ફિટ જોવા મળી હતી

11 જાન્યુઆરીએ દીકરીને જન્મ આપ્યો
32 વર્ષીય અનુષ્કાએ સોમવાર, 11 જાન્યુઆરીના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં આ ન્યૂઝ શૅર કર્યાં હતાં અને ચાહકોને પ્રાઈવસીનું સન્માન કરવાની અપીલ કરી હતી.

અનુષ્કા-વિરાટે ફોટોગ્રાફર્સને ગિફ્ટ હેમ્પર આપ્યું
અનુષ્કા તથા વિરાટે ગિફ્ટમાં બોમ્બે સ્વીટ શોપની મીઠાઈ, ફ્લેવર્ડ ડ્રાય ફ્રૂટ્સ, ડાર્ક ચોકલેટ્સ તથા સુગંધિત કેન્ડ્લ સાથે એક પત્ર મોકલ્યો હતો. આ પત્ર હિંદી તથા અંગ્રેજીમાં હતો.

પત્રમાં શું કહેવામાં આવ્યું છે?
વિરાટ તથા અનુષ્કાએ પત્રમાં કહ્યું હતું, 'હાઈ, તમે અમને આટલા વર્ષોમાં જે પ્રેમ આપ્યો, તેના માટે આભાર. આ ખાસ પ્રસંગની ઉજવણી તમારી સાથે સેલિબ્રેટ કરીને આનંદ થઈ રહ્યો છે. પેરેન્ટ્સ તરીકે અમે તમને એક સામાન્ય અપીલ કરીએ છીએ. અમારી દીકરીની પ્રાઈવસીની સુરક્ષા કરવા માગીએ છીએ અને તે માટે તમારી મદદ તથા સમર્થન ઈચ્છીએ છીએ.'

વધુમાં નોટમાં કહેવામાં આવ્યું હતું, 'અમે તમને આશ્વાસન આપીએ છીએ કે તમને અમારી ઉપર ફીચર કરવા માટે જરૂરી કન્ટેન્ટ મળી જશે. અમે આગ્રહ કરીએ છીએ કે અમારી દીકરી સાથે જોડાયેલું કોઈ કન્ટેન્ટ ના કરો અને તેને પબ્લિશ ના કરો. અમને ખ્યાલ છે કે તમે આ સમજશો. આના માટે આભાર.'

વિરાટે સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીર
વિરાટે સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીર

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વાઈફ અનુષ્કા અને દીકરી વામિકાનો ફોટો શેર કરીને વુમન્સ ડેની શુભેચ્છા પાઠવી હતી. કોહલીએ લખ્યું હતું કે મારા જીવનની ખૂબ જ ઉગ્ર, કરુણાશીલ અને મજબૂત મહિલા અને તેનાં માતાની જેમ બનવા મોટી થવા જઈ રહેલી દીકરીને હેપ્પી વુમન્સ ડે. વિશ્વની બધી મહિલાઓને પણ વુમન્સ ડેની શુભેચ્છા.

2017માં લગ્ન થયા હતા

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 2013માં ડેટિંગ શરુ કર્યું હતું. એ પછી બંનેના લગ્નની ચર્ચાઓ પણ શરુ થઇ ગઈ હતી. અનુષ્કા અને વિરાટે 11 ડિસેમ્બર 2017ના રોજ ઇટાલીમાં ફ્લોરન્સ માં લગ્ન કર્યા હતા. લગ્નનાં 3 વર્ષ પછી તેમને ત્યાં દીકરીનો જન્મ થયો છે.