અનુષ્કા-વિરાટના ફાર્મહાઉસની તસવીરો:હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝાને ડિઝાઇન કર્યું, 4 બેડરૂમ-લિવિંગ રૂમ ને પ્રાઇવેટ પૂલની સુવિધા

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી ઇન્ડસ્ટ્રીમાં મોસ્ટ લવેબલ કપલ છે. તેઓ સો.મીડિયામાં અવારનવાર પોસ્ટ શૅર કરતા હોય છે. હાલમાં જ વિરાટ કોહલી તથા અનુષ્કા શર્માના અલીબાગ સ્થિત ફાર્મહાઉસની તસવીરો વાઇરલ થઈ છે. અનુષ્કા-વિરાટના ફાર્મહાઉસને હૃતિકની પૂર્વ પત્ની સુઝાન ખાને ડિઝાઇન કર્યું છે. વ્હાઇટ થીમ પર ડેકોરેટ થયેલું આ ઘર સો.મીડિયા યુઝર્સને ઘણું જ પસંદ આવ્યું છે.

ઘરને વ્હાઇટ થીમની સાથે ગ્રીન અને અર્થિંગ ટોન આપવામાં આવ્યો છે. ઘરની બહાર એક પૂલ છે. આ સાથે જ ગ્રીન ગાર્ડન પણ છે. ઘરનો પહેલો માળ પૂલના ઉપર સુધી આવે છે. બાલકનીમાં લીલા રંગની ક્રીપર્સ જોવા મળે છે. વિરાટ તથા અનુષ્કાનું ઘર હવા-ઉજાસવાળું જોવા મળે છે. ઘરના ઘણાં ખૂણામાં સીધો સૂર્યપ્રકાશ આવે છે. ડ્રોઇંગ રૂમ તથા લિવિંગ રૂમ લક્ઝૂરિયસ છે.

ઘરને સુઝાને ડેકોરેટ કર્યું
ફાર્મહાઉસને સુઝાન તથા કેપ ટાઉન સ્થિત આર્કિટેક્ચરલ ફર્મે સાથે મળીને ડિઝાઇન કર્યું છે. આવાસ વેલનેસ, લક્ઝુરિયસ વેલનેસ કંપનીએ ચાર બેડરૂમના વીલાનો પ્રોજેક્ટ અલીબાગમાં બહાર પાડ્યો છે. વિરાટ-અનુષ્કાના ફાર્મહાઉસની તસવીરો આર્કિટેક્ચરલ ડાઇજેસ્ટ ઇન્ડિયાના સો.મીડિયા અકાઉન્ટમાં શૅર કરવામાં આવી છે.

આર્કિટેક્ચરલ ડાઇજેસ્ટે સો.મીડિયામાં શૅર કરેલી તસવીરો...

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અનુષ્કા-વિરાટનું ફાર્મહાઉસ અલીબાગના ઝિરાડ ગામમાં આવેલું છે. ફાર્મહાઉસ આઠ એકરમાં ફેલાયેલું છે. અનુષ્કા-વિરાટે ફાર્મહાઉસ 19 કરોડ 24 લાખ 50 હજાર રૂપિયામાં ખરીદ્યું છે. અનુષ્કા-વિરાટે સરકારી ટ્રેઝરીમાં 1 કરોડ 15 લાખ ડિપોઝિટ કરાવ્યા છે. વિરાટના ભાઈ વિકાસ કોહલીએ 30 ઓગસ્ટના રોજ આ ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ટ્રાન્ઝેક્શન ગણેશચતુર્થીના એક દિવસ પહેલાં કરવામાં આવ્યું હતું. આ ડીલ જાણીતા રિયલ એસ્ટેટ કંપની સમીરા હેબિટેટ્સે કરાવી છે. અલીબાગના એસોસિયેટ સબ-રજિસ્ટ્રાર અશ્વિની ભગત પાસે ફાર્મહાઉસના ખરીદ-વેચાણના ડોક્યુમેન્ટ્સ રજિસ્ટર્ડ કરાવાયા છે. વિરાટ-અનુષ્કાએ 3 લાખ 35 હજારની સ્ટેમ્પ ડ્યૂટી પણ ભરી છે. આ ફાર્મહાઉસ 14-18 મહિનાની અંદર તૈયાર થઈ જશે, તેમ માનવામાં આવે છે.

મુંબઈમાં બે ફ્લેટ છતાં ઘર ભાડે રાખ્યું
અનુષ્કા તથા વિરાટ પાસે વર્લી સ્થિત ઓમકાર બિલ્ડિંગના 35મા માળે પોતાનો ફ્લેટ છે. આ લક્ઝુરિયસ ફ્લેટની કિંમત 34 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત મુંબઈના વર્સોવામાં પણ કપલનો આલીશાન ફ્લેટ છે.

અન્ય સમાચારો પણ છે...