તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સલાહ આપવી ભારે પડી:વિરાટ કોહલીએ દિવાળી પર ફટાકડા ના ફોડવાની સલાહ આપી, સોશિયલ મીડિયા યુઝર્સે અનુષ્કાને ટ્રોલ કરી

મુંબઈ5 મહિનો પહેલા

દિવાળી પર ક્રિકેટર વિરાટ કોહલીએ ચાહકોને શુભેચ્છા પાઠવી હતી અને મેસેજમાં ફટાકડા ના ફોડવાની અપીલ કરી હતી. જોકે, સોશિયલ મીડિયા યુઝર્સને ક્રિકેટરનો આ સંદેશો ગમ્યો નહીં. તેમણે વિરાટ તથા તેની પત્ની અનુષ્કા શર્માને ટ્રોલ કર્યા હતા. ટ્વિટર પર #अनुष्का_अपना_कुत्ता_संभाल ટ્રેન્ડ કરે છે.

ટ્રોલ્સે ખરું-ખોટું સંભળાવ્યું

એક ટ્વિટર યુઝરે પોતાની ટ્વીટમાં કહ્યું હતું, 'વિરાટ તે 10 દિવસ પહેલાં પોતાના જન્મદિવસ પર ફટાકડા ફોડ્યા હતા. ત્યારે તે ઓક્સિજન છોડતા હતા. જ્યારે દિવાળી આવી ત્યારે એ જ ફટાકડા પ્રદૂષણ કરવા લાગ્યા. બકરીઈદ, ન્યૂ યર, ક્રિસમસ પર આ બકવાસ વીડિયો કેમ બનાવતો નથી?'

અન્ય એક યુઝરે ટ્વીટ કરી હતી, 'અમે તો ફટાકડા ફોડીશું. પ્રદૂષણના નામ પર ફટાકડા ફોડતા અટકાવવા અપ્રત્યક્ષ રીતે હિંદુ સંસ્કૃતિ પર હુમલો છે. દરેક વખતે હિંદુઓએ કેમ સહન કરવું પડ્યું? કેમ? રાષ્ટ્રવાદી હોવાને કારણે?'

એક યુઝરે ટ્વીટમાં કહ્યું હતું, 'દિવાળી પર ફટાકડા ફોડતા અટકાવવા એટલે ક્રિસમસ પર વૃક્ષ કાપતા તથા બકરીઈદ પર બકરા કાપતા અટકાવવા જેવું છે.'

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો